+

શું હવે NATO સાથે રશિયા કરશે યુદ્ધ? પોલેન્ડમાં રશિયન મિસાઈલો દ્વારા હુમલામાં 2 લોકોના મોત

મિસાઈલ હુમલામાં 2 લોકોના મોતNATO નેતાઓએ બોલાવી ઈમરજન્સી બેઠકNATO ક્ષેત્રની રક્ષા કરીશુંઃ પેન્ટાગનUS રાષ્ટ્રપતિએ G7ની બેઠક બોલાવીયૂક્રેનના અનેક શહેરોમાં રશિયાના હુમલાહુમલા મુદ્દે કાર્યવાહી જરૂરીઃ ઝેલેન્સ્કીરશિયાએ ફરી એકવાર યુક્રેન પર મોટો હુમલો કર્યો છે. મળતી માહિતી મુજબ લગભગ 100 મિસાઈલ છોડવામાં આવી છે. આ પછી ઘણા શહેરો અંધકારમાં ડૂબી ગયા છે. યુક્રેનિયન વાયુસેનાના પ્રવક્તાએ કહ્યું
  • મિસાઈલ હુમલામાં 2 લોકોના મોત
  • NATO નેતાઓએ બોલાવી ઈમરજન્સી બેઠક
  • NATO ક્ષેત્રની રક્ષા કરીશુંઃ પેન્ટાગન
  • US રાષ્ટ્રપતિએ G7ની બેઠક બોલાવી
  • યૂક્રેનના અનેક શહેરોમાં રશિયાના હુમલા
  • હુમલા મુદ્દે કાર્યવાહી જરૂરીઃ ઝેલેન્સ્કી
રશિયાએ ફરી એકવાર યુક્રેન પર મોટો હુમલો કર્યો છે. મળતી માહિતી મુજબ લગભગ 100 મિસાઈલ છોડવામાં આવી છે. આ પછી ઘણા શહેરો અંધકારમાં ડૂબી ગયા છે. યુક્રેનિયન વાયુસેનાના પ્રવક્તાએ કહ્યું કે, રશિયાએ દેશવ્યાપી હુમલામાં લગભગ 100 મિસાઇલો છોડી છે. આ હુમલામાં રશિયાની કેટલીક મિસાઈલો નાટો દેશ પોલેન્ડમાં પડી હતી. આ મિસાઇલો પોલેન્ડના પ્રિજવેડોવના ભીડવાળા વિસ્તારમાં પડી હતી. આ વિસ્તાર યુક્રેનની સરહદને અડીને આવેલો છે. જેના કારણે 2 લોકોના મોત થયા હતા.
કેટલીક મિસાઈલો નાટો દેશ પોલેન્ડમાં
દક્ષિણ રશિયાના બેલ્ગોરોડ ક્ષેત્રના ગવર્નરે મંગળવારે જણાવ્યું હતું કે યુક્રેનની સરહદ નજીકના એક શહેરમાં ગોળીબારમાં બે લોકો માર્યા ગયા હતા અને ત્રણ ઘાયલ થયા હતા. આ હુમલો એવા સમયે સામે આવ્યો છે જ્યારે વિશ્વના ટોચના નેતાઓ G20 સંમેલનમાં ભાગ લેવા ઇન્ડોનેશિયાના બાલી પહોંચ્યા છે. યુક્રેનને અમેરિકાનું સમર્થન મળ્યું છે. મહત્વનું છે કે, રશિયા દ્વારા મિસાઈલ હુમલા સતત ચાલું છે ત્યારે કેટલીક મિસાઈલો નાટો દેશ પોલેન્ડમાં પડી હતી. રશિયા-યુક્રેનના આક્રમણમાં આ પહેલીવાર છે જ્યારે રશિયન મિસાઈલો પોલેન્ડમાં આવી હોય. હુમલા બાદ પોલિશ મીડિયા દ્વારા જાહેર કરાયેલી તસવીરો જેમાં દેખાઈ રહ્યું છે કે જે ગામમાં રોકેટ પડ્યું છે ત્યાં ઈમરજન્સી સર્વિસના વાહનોની અવરજવર વધી ગઈ છે. 
પોલેન્ડ પર મિસાઈલ હુમલાની મીડિયાને તુરંત અપાઈ માહિતી
પોલેન્ડ પર રશિયન હુમલા બાદ તણાવ વધે તેની પૂરી સંભાવના છે. રશિયાએ ફરી એકવાર યુક્રેનના કિવ, લિવ, ખાર્કીવ, પોલ્ટાવા, ઓડેસા સહિત અનેક શહેરો પર 100થી વધુ મિસાઈલો છોડી છે. હુમલા બાદ પોલેન્ડે પોતાની સેનાની ટુકડીને ઘટનાસ્થળે મોકલી છે. આ દરમિયાન પોલેન્ડ પર મિસાઈલ પડી હોવાના સમાચાર મળ્યા બાદ યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટે તાત્કાલિક મીડિયાને માહિતી આપી હતી. અમેરિકી સંરક્ષણ વિભાગના પ્રવક્તાએ કહ્યું કે અમે માહિતી એકઠી કરી રહ્યા છીએ, પરંતુ એ નિશ્ચિત છે કે નાટો તેની જમીનના દરેક ઇંચની રક્ષા કરશે.
રશિયાએ પોલેન્ડમાં મિસાઇલોના હુમલાને નકાર્યું
પોલેન્ડના વિદેશ મંત્રાલયે પણ આ હુમલાની પુષ્ટિ કરી છે. સ્થિતિને જોતા પોલેન્ડ સરકારે ઈમરજન્સી બેઠક યોજી હતી. આ હુમલા બાદ પોલેન્ડે પોતાની સૈન્ય તૈયારીઓ વધારી દીધી છે અને સેનાને સતર્ક રહેવાનો આદેશ આપ્યો છે. પોલેન્ડે કહ્યું છે કે, તે આ રોકેટ હુમલા બાદ નાટોની કલમ લાગુ પડે છે કે કેમ તેની પણ તપાસ કરી રહી છે. જોકે, રશિયાએ પોલેન્ડમાં આવી પડેલી મિસાઈલોના સમાચારને નકાર્યા છે. રશિયાનું કહેવું છે કે, પોલેન્ડમાં આવી રહેલા નુકસાનની તસવીરોનો રશિયન હથિયારો સાથે કોઈ સંબંધ નથી.
રશિયાએ ફરી યુક્રેન પર હુમલા તેજ કર્યા
વળી, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે રશિયાએ યુક્રેનની રાજધાની કિવ, પશ્ચિમ ક્ષેત્રના લિવ શહેર અને બીજા સૌથી મોટા શહેર ખાર્કિવ પર એક પછી એક સોથી વધુ મિસાઇલો છોડી છે. ઝેલેન્સકીએ રશિયાને આતંકવાદી દેશ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, આ મિસાઈલોનું લક્ષ્ય યુક્રેનનું પાવર હાઉસ, પાવર સપ્લાય સ્ટેશન અને સપ્લાય લાઈન્સ હતું. રશિયાના આ મિસાઈલ હુમલા બાદ યુક્રેનના અનેક શહેરોમાં અંધારપટ છવાઈ ગયો હતો. વીજ પુરવઠો બંધ થઇ ગયો છે. રશિયન મિસાઇલોએ કિવમાં રહેણાંક મકાનો પર હુમલો કર્યો છે. હુમલામાં ત્રણ ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. રશિયાના મિસાઈલ હુમલાને કારણે લાંબા સમય સુધી સમગ્ર યુક્રેનમાં એર એટેકના સાયરન વાગતા રહ્યા છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Whatsapp share
facebook twitter