+

નહીં સુધરે! જમ્મુના આ વિસ્તારમાં આતંકી હુમલો, 6 લોકો થયા ઈજાગ્રસ્ત

જમ્મુ-કાશ્મીરના નરવાલ વિસ્તારથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, અહીં સતત બે આતંકવાદી બે બોમ્બ બ્લાસ્ટ થયો છે. જમ્મુ ઝોનના ADGP મુકેશ સિંહે જણાવ્યું કે, આ વિસ્ફોટમાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. સેનાએ આ વિસ્ફોટોની પુષ્ટિ કરી છે. આ વિસ્ફોટો ટ્રાન્સપોર્ટ નગરમાં થયા હોવાની માહિતી મળી છે. પોલીસ કર્મચારીઓ સ્થળ પર હાજર છે. અન્ય એક પોલીસ અધિકારીએ કહ્યું, "સમગ્ર વિસ્તારàª
જમ્મુ-કાશ્મીરના નરવાલ વિસ્તારથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, અહીં સતત બે આતંકવાદી બે બોમ્બ બ્લાસ્ટ થયો છે. જમ્મુ ઝોનના ADGP મુકેશ સિંહે જણાવ્યું કે, આ વિસ્ફોટમાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. સેનાએ આ વિસ્ફોટોની પુષ્ટિ કરી છે. આ વિસ્ફોટો ટ્રાન્સપોર્ટ નગરમાં થયા હોવાની માહિતી મળી છે. પોલીસ કર્મચારીઓ સ્થળ પર હાજર છે. અન્ય એક પોલીસ અધિકારીએ કહ્યું, “સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
વિસ્ફોટનું સ્થળ ભારત જોડો યાત્રાથી 58 કિલોમીટરના અંતરે 
આ પહેલા ગઈકાલે જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં પૂર્વ ધારાસભ્યના ઘરે પણ વિસ્ફોટ થયો હતો. જ્યાં વિસ્ફોટ થયા હતા ત્યાં જમીનમાં કેટલાક ફૂટ ઊંડો ખાડો થયો હતો. જમ્મુમાં ભારત જોડો યાત્રાના પ્રવેશના એક દિવસ બાદ વિસ્ફોટ થયો હતો. જોકે, વિસ્ફોટનું સ્થળ યાત્રાથી 58 કિલોમીટરના અંતરે છે. પોલીસ અધિકારીએ કહ્યું કે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને અન્ય પોલીસ કર્મચારીઓ સાથે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સ્થળ પર છે અને વધુ તપાસ ચાલી રહી છે. ગણતંત્ર દિવસ અને રાહુલ ગાંધીની ભારત જોડો મુલાકાતને કારણે જમ્મુમાં સુરક્ષા કડક છે. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, નરવાલ વિસ્તારના ટ્રાન્સપોર્ટ નગરના યાર્ડ નંબર સાત અને નવમાં વિસ્ફોટ થયા હતા. પોલીસ સ્થળ પર ઉભેલા તમામ વાહનોને ત્યાંથી હટાવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારમાં ઘણી જગ્યાઓ પર મોટી માત્રામાં કચરો એકઠો કરવામાં આવ્યો છે.

ઘટનાની જાણ થતાં જ ADGP જમ્મુ મુકેશ સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા અને તેમણે વિસ્ફોટમાં ઈજાગ્રસ્ત લોકોને પોલીસ ટીમ દ્વારા તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાવ્યા. જે વિસ્તારમાં બ્લાસ્ટ થયો હતો ત્યાં પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને અન્ય સ્થળોએ પોલીસે તકેદારી વધારી છે. વિસ્ફોટ કેવી રીતે થયો તેની પોલીસ તપાસ કરી રહી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter