+

શું MS Dhoni બોલિવૂડમાં કરશે એન્ટ્રી? Ajay Devgn સાથે તસવીર થઇ વાયરલ

ક્રિકેટમાં પોતાની શાનદાર કેપ્ટનશિપથી કરોડો લોકોના હ્રદયમાં સ્થાન મેળવનાર અને બોલિવૂડના સુપરસ્ટાર ગણાતા અજય દેવગન હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. આ બંનેS પોતાના ફિલ્ડમાં ખૂબ જ નામ કમાવ્યું છે. તાજેતરમાં…

ક્રિકેટમાં પોતાની શાનદાર કેપ્ટનશિપથી કરોડો લોકોના હ્રદયમાં સ્થાન મેળવનાર અને બોલિવૂડના સુપરસ્ટાર ગણાતા અજય દેવગન હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. આ બંનેS પોતાના ફિલ્ડમાં ખૂબ જ નામ કમાવ્યું છે. તાજેતરમાં આ બંનેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં તમે જોઈ શકો છો કે બંને એકસાથે જોવા મળી રહ્યા છે. ધોની અને અજયની એક સાથે હોવાની તસવીરો વાયરલ થયા બાદ બંને એક ફિલ્મમાં સાથે કામ કરવાની ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે.

ધોની અને અજયની તસવીર વાયરલ

‘દ્રશ્યમ 2’ પછી, ચાહકો ફરી એકવાર અજય દેવગન અને તબ્બુની જોડીને મોટા પડદા પર જોશે. હાલમાં જ તેની ફિલ્મ ‘ઓરોં મેં કહાં દમ થા’ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી હતી. તેનું નિર્દેશન નીરજ પાંડેએ કર્યું છે. આ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોની સાથે અભિનેતાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો વાયરલ થયા પછી ચર્ચાઓ શરૂ થઈ હતી કે બંને એક ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે. પરંતુ અજય દેવગન અને મહેન્દ્ર સિંહ ધોનીએ સ્પષ્ટતા કરી છે કે તેઓ કોઈપણ ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા નથી. જણાવી દઇએ કે, અજય દેવગન અને ધોનીની આ તસવીર નવી નથી, પરંતુ હાલમાં ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા ફોટોમાં બંને એકસાથે પોઝ આપતા જોવા મળે છે.

જાણો અજય-ધોનીના વાયરલ ફોટોનું સત્ય…

જણાવી દઇએ કે, આ તસવીર વર્ષ 2020ની છે, જેને અજય દેવગણે તેના X (પહેલાનું ટ્વિટર એકાઉન્ટ) પર શેર કરી હતી. તેના કેપ્શનમાં તેણે લખ્યું, ક્રિકેટ અને ફિલ્મો…તે ધર્મ જે આપણા દેશને એક કરે છે. અજય તે સમયે તેની ફિલ્મ તાનાજીઃ ધ અનસંગ વોરિયરના પ્રમોશન માટે આવ્યો હતો. ફિલ્મમાં, અભિનેતા બહાદુર યોદ્ધા તાનાજી માલુસરેની ભૂમિકામાં છે, જેમા કાજોલ તેની પત્ની સાવિત્રીબાઈ માલુસરેની ભૂમિકામાં જોવા મળી હતી.

જાણો અજય દેવગનની આગામી ફિલ્મો વિશે…

અજય દેવગનની ‘ઓરોં મેં કહાં દમ થા’ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મ 26 એપ્રિલ 2024ના રોજ રીલિઝ થઈ હતી. ફિલ્મ ‘ઓરો મેં કહાં દમ થા’ હિન્દી ઉપરાંત અન્ય ભાષાઓમાં પણ રિલીઝ થશે. આ ફિલ્મમાં જીમી શેરગિલ પણ મહત્વની ભૂમિકામાં છે. અજય દેવગન રોહિત શેટ્ટીની ‘સિંઘમ અગેઇન’માં પણ જોવા મળશે. અજય દેવગન બાજીરાવના રોલમાં જોવા મળશે. ફિલ્મ ‘સિંઘમ 3’માં ટાઈગર શ્રોફ, કરીના કપૂર, અક્ષય કુમાર પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 2024માં રિલીઝ થશે. અજયની ફિલ્મ ‘સિંઘમ અગેન’ 15 ઓગસ્ટ 2024ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મો વિશે ચાહકોમાં ઉત્સુકતા છે. ‘સિંઘમ 3’નું નિર્દેશન રોહિત શેટ્ટીએ કર્યું છે.

નિવૃત્તિ પછી પણ ધોનીની લોકપ્રિયતામાં ઘટી નથી

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોની નિવૃત્તિ બાદ માત્ર IPL માં જ રમતા જોવા મળે છે, પરંતુ તેમ છતાં તેની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી. તેના ચાહકોની યાદી ઘણી લાંબી છે. મહેન્દ્ર સિંહ ધોનીએ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ભારત માટે ત્રણ ICC ટ્રોફી જીતી છે. ધોની સિવાય કોઈ ભારતીય કેપ્ટન આવી સિદ્ધિ હાંસલ કરી શક્યો નથી. ધોનીએ 2007 માં ભારતને પ્રથમ વખત T20 વર્લ્ડ કપ જીતાડ્યો હતો.

આ પણ વાંચો – Rajinikanth 73rd Birthday: સાઉથ મેગાસ્ટાર થલાઈવા રજનીનો આજે 73મો જન્મદિવસ

આ પણ વાંચો – જાહ્નવી કપૂરે ડીપ નેક ડ્રેસમાં શેર કરી અત્યાર સુધીની સૌથી બોલ્ડ તસવીરો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter