Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Kutch Lok Sabha : કચ્છના રાજકીય રણોત્સવમાં કોણ નીકળશે આગળ ?

06:11 PM Mar 13, 2024 | Vipul Pandya

Kutch Lok Sabha seat : કચ્છ ભલે રણ વિસ્તાર હોય પરંતુ તેના સૌન્દર્યમાં એક પ્રકારનું લાઘવ છે. કચ્છનું ભરત ગુંથણ વિશ્વમાં સુવિખ્યાત છે. કચ્છ વિસ્તારની દ્રષ્ટિ દેશમાં સૌથી મોટો જિલ્લો માનવામાં આવે છે. વર્ષ 2001માં ભુજમાં આવેલ ભૂકંપના લીધે મોટા પાયે નુકસાન થયું હતું. કચ્છ બેઠક છેલ્લા બે દશકથી ભાજપ જીતે છે. તેવા સંજોગમાં Kutch Lok Sabha seat ના રાજકીય રણોત્સવમાં કોણ નીકળશે આગળ તેના વિષે રાજકિય પંડીતો અનેક ગણિત માંડી રહ્યા છે. કચ્છ ઉદ્યોગ આધારિત જિલ્લો છે. 2009થી દૂધનો વ્યવસાય પ્રસ્થાપિત થયેલ છે, આમ કચ્છ લોકસભા (Kutch Lok Sabha seat) ચુંટણીમાં સહકારી ક્ષેત્રનો પણ મહત્વનો રોલ રહેવાનો છે. ૨૦૧૪ની લોકસભા ચુંટણીમાં ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાનો વિજય થયો હતો.

ભૌગોલિક સ્થિતિ

કચ્છની ઉત્તર દિશામાં પડોશી દેશ પાકિસ્તાન, પશ્ચિમ દિશામાં અરબી સમુદ્ર અને દક્ષિણમાં કચ્છનો અખાત આવેલો છે, જે કચ્છને કાઠિયાવાડથી જુદું પાડે છે. કચ્છના ઉત્તર તથા પૂર્વ ભાગમાં અનુક્રમે કચ્છનું નાનું અને મોટું રણ છે. કચ્છની પૂર્વ દિશામાં આ રણ વિસ્તાર પછી બનાસકાંઠા જિલ્લો આવે છે. જિલ્લાનો કુલ ભૌગોલિક વિસ્તાર 45,652 ચો.કી.મી. છે. જે પૈકી 3,855 ચો.કી.મી. ના વિસ્તારમાં કચ્છનું રણ આવેલું છે. ગુજરાતના કુલ ભૌગોલિક વિસ્તારમાં કચ્છ જિલ્લો 23.28 ટકા જેટલો વિસ્તાર ધરાવે છે. જિલ્લામાં કુલ 10 તાલુકા, 10 શહેરો અને 950 ગામડા છે.

રણ, જમીન અને દરિયો એમ ત્રણેય સીમાઓ આવેલી છે

દેશના પશ્ચિમ ભાગનો છેડો એટલે કચ્છ જિલ્લો. જેનું મુખ્ય મથક ભુજ છે. કચ્છ જિલ્લો ગુજરાત રાજ્યનો સૌથી મોટો જિલ્લો છે. સાથે જ તે ભારત દેશનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે. જેની ઉત્તર દિશામાં પાકિસ્તાન, પશ્ચિમ દિશામાં અરબી સમુદ્ર અને દક્ષિણમાં કચ્છનો અખાત આવેલો છે. આ એક એવું સ્થળ છે કે જ્યાં રણ, જમીન અને દરિયો એમ ત્રણેય સીમાઓ આવેલી છે. કચ્છના ઉત્તર અને પૂર્વ ભાગમાં કચ્છનું નાનું અને મોટું રણ આવેલું છે.

રાજકીય ઈતિહાસ —

1 નવેમ્બર 1956ના રોજ કચ્છ મુંબઇ રાજ્ય હેઠળ આવ્યું. 1960માં ભાષાના આધારે મુંબઇ રાજ્યનું મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં વિભાજન થયું અને કચ્છ ગુજરાતનો એક ભાગ બન્યું. ગુજરાતની લોકસભા બેઠકોમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી અને પ્રથમ ક્રમાંકિત કચ્છની બેઠક લગભગ અઢી દસકા જેટલા સમયથી ભાજપનો ગઢ રહી છે. કચ્છ બેઠક પર છેલ્લે 1991માં કોંગ્રેસના ઉમેદવાર વિજેતા બન્યા હતા. ત્યાર બાદથી આજ સુધી ભાજપના ઉમેદવારો જ વિજેતા બનતા આવ્યા છે. કચ્છમાં પહેલી વખત 1952માં લોકસભા ચૂંટણી યોજાઇ હતી. ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં ગુલાબશંકર અમૃતલાલ ઢોલકિયા અહિંથી સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા હતાં. છેલ્લી બે ટર્મથી ભાજપના વિનોદ ચાવડા કચ્છ બેઠકથી લોકસભાના સાંસદ છે. વર્ષ 1952માં કચ્છ પૂર્વ અને કચ્છ પશ્ચિમ એમ બે લોકસભાની બેઠક હતી જેમાં કચ્છ પૂર્વમાંથી ગુલાબશકર ધોળકિયા અને કચ્છ પશ્ચિમ બેઠક પરથી ભાવંજી ખિમજી કોંગ્રેસમાંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ 1957માં બેઠક એક થતાં કોંગ્રેસના ભાવંજી ખિમજી ફરીથી સાંસદ તરીકે ચૂંટાયા હતા.

વર્ષ — વિજેતાનું નામ — પક્ષ

1952 (કચ્છ પૂર્વ) ગુલાબશંકર ધોળકિયા કોંગ્રેસ
1952 (કચ્છ પશ્ચિમ) ભાવંજી ખિમજી કોંગ્રેસ
1957 ભાવંજી ખિમજી કોંગ્રેસ
1962 હિંમતસિંહજી સ્વતંત્ર પાર્ટી
1967 તુલસીદાસ શેઠ કોંગ્રેસ
1971 મહિપતરાય મહેતા કોંગ્રેસ
1977 અનંત દવે જનતા પાર્ટી
1980 મહિપતરાય મહેતા કોંગ્રેસ
1984 ઉષા ઠક્કર કોંગ્રેસ
1989 બાબુભાઈ શાહ ભાજપ
1991 હરિલાલ પટેલ કોંગ્રેસ
1996 પુષ્પદાન ગઢવી ભાજપ
1998 પુષ્પદાન ગઢવી ભાજપ
1999 પુષ્પદાન ગઢવી ભાજપ
2004 પુષ્પદાન ગઢવી ભાજપ
2009 પુનમબેન જાટ ભાજપ
2014 વિનોદ ચાવડા ભાજપ
2019 વિનોદ ચાવડા ભાજપ

વિધાનસભાની બેઠક

કચ્છ લોકસભા બેઠકમાં 7 વિધાનસભા મત વિસ્તારનો સમાવેશ થાય છે. અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ, રાપર અને મોરબી વિધાનસભાનો સમાવેશ થાય છે..છેલ્લે 1972માં કોંગ્રેસને જિલ્લાની તમામ 6 વિધાનસભા બેઠક પર વિજય મેળવ્યાના 50 વર્ષ બાદ ભાજપે સૌપ્રથમવાર 2022માં રેકોર્ડની બરાબરી કરી હતી. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે કચ્છ જિલ્લાની તમામ 6 વિધાનસભાની બેઠક પર ભવ્ય જીત મેળવી હતી.

વિધાનસભા 2022ની સ્થિતિ

અબડાસા-પ્રદ્યુમનસિંહ જાડેજા ભાજપ
માંડવી-અનિરુદ્ધ દવે ભાજપ
ભુજ- કેશુભાઈ પટેલ ભાજપ
અંજાર-ત્રિકમ છાંગા ભાજપ
ગાંધીધામ- માલતી મહેશ્વરી ભાજપ
રાપર-વિરેન્દ્રસિંહ જાડેજા ભાજપ
મોરબી –કાંતિલાલ અમૃતિયા ભાજપ

વર્તમાન સાંસદની કામગીરીનું સરવૈયું —

કચ્છ (SC) બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ વિનોદભાઈ ચાવડાને ધરખમ નેતા માનવામાં આવે છે. તેઓ છેલ્લી બે ટર્મથી સાંસદ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. ઉપરાંત ચૂંટણીલક્ષી કામગીરી માટે ભાજપ દ્વારા અન્ય રાજ્યોમાં પણ તેઓને કામગીરી સોંપાઈ ચુકી છે. એકંદરે તેઓ રાજકારણને સંપૂર્ણ રીતે ઘોળીને પી ગયા છે તેવું કહી શકાય.

વિનોદ ચાવડાનો સંસદનો ટ્રેક રેકોર્ડ (2019-2024)

હાજરીઃ 72 ટકા
પ્રશ્નો પૂછ્યાઃ 91
ચર્ચામાં ભાગ લીધોઃ 14
ખાનગી બિલઃ 0

વિનોદ ચાવડા ફંડ ફાળવણી ( 2019 -2024)

કુલ ભંડોળઃ 17 કરોડ રૂપિયા
કેન્દ્ર સરકારે છૂટી કરેલી રકમઃ 9.50 કરોડ રૂપિયા
વ્યાજ સાથે વાપરવા યોગ્ય રકમઃ 11.95 કરોડ રૂપિયા
સાંસદ દ્વારા ભલામણઃ 17.54 કરોડ રૂપિયા
મંજૂર થયેલી રકમઃ 13.61 કરોડ રૂપિયા
ખર્ચાયેલી રકમઃ 9.42 કરોડ રૂપિયા
કેટલા ટકા ઉપયોગઃ 97.17 ટકા
વપરાયા વિનાની રકમઃ 2.53 કરોડ રૂપિયા

ગ્રાન્ટ — ભલામણ કરેલા કામ — પૂર્ણ થયેલા કામ

વર્ષ 2019-20માં 5 કરોડની ગ્રાન્ટ સામે 4.81 કરોડનો ખર્ચ, કુલ 129 કામની ભલામણ તે પૈકી 115 કામ પૂર્ણ
વર્ષ 2020-21માં કોરોનાના કારણે ગ્રાન્ટ અને કામગીરી બંધ રહી
વર્ષ 2021-22માં 2 કરોડ ગ્રાન્ટ ફાળવણી સામે 1.82 કરોડનો ખર્ચ, 58 કામની ભલામણ તે પૈકી 10 કામ પૂર્ણ
વર્ષ 2022-23માં 2.50 કરોડની ગ્રાન્ટ ફાળવણી સામે 2.70 કરોડનો ખર્ચ, 204 કામની ભલામણ તે પૈકી 7 કામ પૂર્ણ
વર્ષ 2024માં સાંસદ દ્વારા કુલ 84 કામની ભલામણ તે પૈકી એકપણ પૂર્ણ નહીં

કોણ છે સાંસદ વિનોદ ચાવડા?

સાંસદ વિનોદ ચાવડાનો જન્મ 6 માર્ચ 1979ના રોજ લક્ષ્મીપર, નખત્રાણા, કચ્છ ખાતે થયો હતો. તેમના પિતાજીનું નામ લાખમાશી છે. જ્યારે માતાનું નામ રસીલાબેન છે. તેમજ તેમના પત્નીનું નામ સાવિત્રી બેન છે. તેમને સંતાનોમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેમણે એલએલબી, બીએડ સુધી અભ્યાસ કર્યો છે. લાલન કોલેજ, ભુજ, જે.બી. ઠક્કર કોલેજ, ભુજ અને એસ.ડી. સેઠિયા કોલેજ, કચ્છ ખાતેથી તેમણે શિક્ષણ મેળવ્યું છે. વર્ષ 2010માં જિલ્લા પંચાયતથી પોતાના રાજકીય જીવનનો પ્રારંભ કરનાર વિનોદ ચાવડા વ્યવસાયે એડવોકેટ છે. 2014માં એસસી અનામત કચ્છ-મોરબી લોકસભા બેઠક પર તેમને ભાજપ તરફથી ટીકીટ મળ્યા બાદ આશરે અઢી લાખથી વધુ મતોની લીડથી તેઓ વિજેતા બન્યા હતા. ત્યારબાદ 17મી લોકસભા માટે 2019માં 6.37 લાખથી વધુ મત મેળવી જીત મેળવી હતી. તેઓ 2010માં કચ્છ જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે. 2014માં તેઓ એસ.કે. વર્મા યુનિવર્સિટી (કચ્છ)ના સેનેટ સભ્ય પણ હતા. 2014માં 16મી લોકસભા માટે ચૂંટાયા બાદ તેઓ પરિવહન, પ્રવાસન અને સંસ્કૃતિ પરની સ્થાયી સમિતિનાં સભ્ય બન્યા હતા. 12 નવેમ્બર 2014થી 25 મે 2019 વચ્ચે તેઓ પુસ્તકાલય સમિતિ મેમ્બર, સલાહકાર સમિતિ, સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી રહ્યા હતા. 2019માં ફરી ચૂંટાયા બાદ બીજી ટર્મ શરૂ થઈ હતી. ત્યારબાદ તેઓ કર્મચારી, જાહેર ફરિયાદો, કાયદો અને ન્યાય અંગેની સ્થાયી સમિતિના સભ્ય, સંયુક્ત સમિતિ ઓન ઓફિસ ઓફ પ્રોફિટ મેમ્બર, સલાહકાર સમિતિ, સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના સભ્ય રહ્યા હતા.

કચ્છના વર્તમાન ઉમેદવાર એમએ, બીએડ્ અને સ્પેશિયલ એલએલબીની ડિગ્રી ધરાવે છે

સામાન્ય રીતે રાજકારણીઓ ઓછું ભણેલા હોવાની માન્યતા હોય છે. પરંતુ કચ્છના વર્તમાન સાંસદ એમએ, બીએડ્ અને સ્પેશિયલ એલએલબીની ડિગ્રી ધરાવે છે. તેમજ તેનાથી પણ વધારે નોંધપાત્ર બાબત એ છે કે, તેમના પર એક પણ ફોજદારી ગુનો નોંધાયો નથી કે કોર્ટ કેસ ચાલતો નથી. ભારતીય જનતા પાર્ટીમાં યુવા મોરચાના કાર્યકરથી રાજકીય કારકિર્દી શરૂ કરી બે વખત સાંસદ બનેલા વિનોદ ચાવડાને ભાજપે પક્ષમાં મહત્વનું સ્થાન આપ્યું હતું. તેમને ગુજરાત રાજ્યના પ્રદેશ મહામંત્રીનો હોદ્દો સોંપવામાં આવ્યો હતો. તેમના બે ટર્મ સાંસદ તરીકેના કાર્યકાળમાં વિધાનસભા, નગર પાલિકા અને જિલ્લા પંચાયત ચૂંટણીમાં સફળતા તેમજ સંગઠન મજબૂત બનતા તેની ઉપરના સ્તરે નોંધ લેવાઈ હતી.

કોંગ્રેસે નિતેશ લાલનને આપી ટિકીટ

ગાંધીધામના રહીશ ૩૦ વર્ષિય નિતેશ લાલનનો ચૂંટણી જંગ સતત ત્રીજી ટર્મ માટે ચૂંટણી લડી રહેલા ભાજપના અનુભવી ૪૫ વર્ષિય વિનોદ ચાવડા સાથે થશે. .પૂર્વ કચ્છમાં યુવક કોંગ્રેસના નેજા હેઠળ તે સતત સક્રિય રહ્યા છે.શિપીંગના બિઝનેસ સાથે સંકળાયેલાં નિતેશ લાલન કંડલા કોમ્પ્લેક્સ મહેશ્વરી સમાજના ઉપ પ્રમુખ તરીકે પણ સેવા આપે છે. ૨૦૧૨થી કોંગ્રેસ સાથે જોડાયેલાં છે.કોંગ્રેસે સ્વચ્છ અને યુવાન ચહેરાને પ્રતિનિધિત્વ કરવાની તક આપી છે.નિતેશ લાલણ મહેશ્વરી છે અને મહેશ્વરી સમાજના ધર્મગુરુ ગણાતા માતંગ પરિવારના છે.

 

કચ્છ લોકસભા બેઠક

અનસૂચિત જાતિ માટે આરક્ષિત બેઠક
વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી બેઠક
મોરબી અને કચ્છ વિસ્તારનો સમાવેશ
1996થી ભાજપનો ગઢ રહી છે કચ્છ
છેલ્લી 7 ટર્મથી ભાજપની થાય છે જીત
1952માં પ્રથમ વખત ચૂંટણી થઈ હતી
ક્યારેય નથી મળ્યું કેન્દ્રમાં મંત્રીપદ

કચ્છમાં કુલ મતદાર

કુલ મતદાર 19,34,444
9,96,628 પુરુષ મતદાર
9,37,791 મહિલા મતદાર
અન્ય મતદાર 25

જ્ઞાતિવાદી સમીકરણ

ક્ષત્રિય 8 ટકા
લોહાણા 7 ટકા
મુસ્લિમ 7 ટકા
આહિર 8 ટકા
જૈન 8 ટકા
પાટીદાર 7 ટકા
સિંધી 8 ટકા
વાણિયા 7 ટકા
બ્રાહ્મણ 7 ટકા
ગઢવી 6 ટકા
માલધારી 8 ટકા
દલિત 9 ટકા

2019ના ચૂંટણી પરિણામ

ભાજપના વિનોદ ચાવડા જીત્યા
કોંગ્રેસના નરેશ મહેશ્વરી હાર્યા હતા
વિનોદ ચાવડા 58.71 ટકા મતે જીત્યા
ભાજપને 6,37,034 મત મળ્યાં હતા
3,05,513 મતના માર્જીનથી જીત

આ પણ વાંચો——- Rajkot Lok Sabha : રંગીલા રાજકોટની બેઠક કોને ફળશે ?

આ પણ વાંચો—– Gandhinagar : દેશની પ્રતિષ્ઠીત ગણાતી બેઠક પર હંમેશા ભાજપનો દબદબો

આ પણ વાંચો—- Bardoli: ગુજરાત ફર્સ્ટની લાઇવ સ્ટુડીઓ વાન પહોંચી બારડોલી લોકસભા બેઠક પર