Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કેમ ફ્રાંસમાં 300 મુસાફરો સાથે ભારતીય પ્લેનની અટકાયત કરાઈ ?

07:50 AM Dec 23, 2023 | Aviraj Bagda

ભારતીય પ્લેનની ફ્રાંસમાં અટકાયત કરવામાં આવી

ભારતીય વિમાન જે 300 થી વધુ મુસાફરોને લઈ જતું હતું, તેને ફ્રાંસમાં કોરકવામાં આવ્યું છે. આ વિમાન યુનાઈટેડ આરબ અમીરાતથી નિકારાગુઆ જઈ રહ્યું હતું. એક અહેવાલ અનુસાર માનવ તસ્કરીની આશંકાથી વિમાનને ફ્રાંસમાં રોકી દેવામાં આવ્યું છે. પેરિસના સરકારી વકીલના કાર્યાલયે જણાવ્યું હતું કે મુસાફરો માનવ તસ્કરીનો ભોગ બન્યા હોવાની આશંકાથી પ્લેનને રોકવામાં આવ્યું હતું. પ્રોસિક્યુટર્સે કહ્યું કે રાષ્ટ્રીય સંગઠિત ગુના વિરોધ JUNALCO હેઠળ તપાસ હાથ ધરી છે.

માર્નેના ઉત્તરપૂર્વીય વિભાગના પ્રાંતે જણાવ્યું હતું કે રોમાનિયન કંપની લિજેન્ડ એરલાઇન્સ દ્વારા સંચાલિત A340 પ્લેન લેન્ડિંગ પછી વેટ્રી એરપોર્ટ પર પાર્ક કરવામાં આવ્યું હતું. કારણ કે વિમાનમાં ઈંધણ ભરવાનું બાકી હતું અને તેમાં 303 ભારતીય નાગરિકો સવાર હતા.

માર્નેના ઉત્તરપૂર્વીય વિભાગ અને ભારતીય દૂતવાસ ટીમ ઘટના સ્થળ પર હાજર

આ મામલે ફ્રાન્સમાં ભારતીય દૂતાવાસની પ્રતિક્રિયા આવી છે. “ફ્રાન્સના સત્તાવાળાઓએ અમને જાણ કરી કે દુબઈથી નિકારાગુઆ જતી ફ્લાઇટને 303 લોકો સાથે ટેકનિકલ ખામીને કારણે ફ્રેન્ચ એરપોર્ટ પર અટકાયતમાં કરવામાં આવી છે. જો કે ભારતીય દૂતાવાસની ટીમ પહોંચી ગઈ છે અને કોન્સ્યુલર એક્સેસ મેળવી લીધું છે.

માર્નેના ઉત્તરપૂર્વીય કાર્યાલયે જણાવ્યું હતું કે વેટ્રી એરપોર્ટના રિસેપ્શન હોલને મુસાફરો માટે ઉપલબ્ધ કરાવામાં આવ્યો છે. કાર્યાલયે કહ્યું કે ન્યાયિક તપાસ શરૂ કરવામાં આવી છે. એક અહેવાલમાં જણાવ્યું છે કે કેટલાક મુસાફરો ગેરકાયદેસર રીતે વિદેશ જઈ રહ્યાં હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: