+

ઝાડેશ્વર ગ્રામ પંચાયતના વહીવટદારની બે મહિનામાં બદલી કેમ?

ભરૂચ પૂર્વ પટ્ટી વિસ્તારની ઝાડેશ્વર ગ્રામ પંચાયત છેલ્લા ઘણા સમયથી વિવાદમાં રહી છે અને વધુ એક વિવાદ સામે આવ્યો છે. એન્ટીકરપ્શનના સિકંજામાં વહીવટદાર ઝડપાઈ ગયા બાદ નવા વહીવટદારની નિમણૂંક થઈ હતી અને તેઓએ વિકાસના કામો માટે જાહેરાત છપાવ્યા બાદ રાતોરાત કામ થઈ ગયા હોવાના બીલો રજૂ કરવાના પ્રકરણમાં 60 દિવસમાં જ નવા વહીવટાની પણ બદલી થઈ જતા ગ્રામ પંચાયતની હદમાં લોકોમાં સર્જાયું છે.ભરૂચ ત
ભરૂચ પૂર્વ પટ્ટી વિસ્તારની ઝાડેશ્વર ગ્રામ પંચાયત છેલ્લા ઘણા સમયથી વિવાદમાં રહી છે અને વધુ એક વિવાદ સામે આવ્યો છે. એન્ટીકરપ્શનના સિકંજામાં વહીવટદાર ઝડપાઈ ગયા બાદ નવા વહીવટદારની નિમણૂંક થઈ હતી અને તેઓએ વિકાસના કામો માટે જાહેરાત છપાવ્યા બાદ રાતોરાત કામ થઈ ગયા હોવાના બીલો રજૂ કરવાના પ્રકરણમાં 60 દિવસમાં જ નવા વહીવટાની પણ બદલી થઈ જતા ગ્રામ પંચાયતની હદમાં લોકોમાં સર્જાયું છે.
ભરૂચ તાલુકાની ઝાડેશ્વર ગ્રામ પંચાયત છેલ્લા 6 મહિનાથી વિવાદમાં રહી છે અને વિકાસના કામ માટે સરપંચની ટર્મ પૂર્ણ થતા વહીવટદાર તરીકે રાજન પટેલની નિમણુકી થઈ હતી અને વિકાસના કામ માટે તેઓએ લાંચ સ્વીકારતા એન્ટીકરપ્શનના સકંજામાં આવી ગયા હતા અને ત્યારબાદ નવા વહીવટદાર તરીકે 30/09/2022ના રોજ થી જ્યોર્જ મેકવાનની નિમણૂકથી થઈ હતી અને તેઓ ચાર્જ સંભાળતા જ સૌપ્રથમ 06/10/2022ના રોજ સામાન્ય સભા બોલાવી હતી જેમાં વર્ષ 2022-23ના વિકાસના કામ માટે ભાવપત્રક માટે દૈનિક અખબારોમાં જાહેરાત પ્રસિદ્ધ કરાવી હતી અને કોન્ટ્રાક્ટરો પાસે ભાવ મંગાવાની કાર્યવાહી કરી હતી પરંતુ ભાવપત્રક આવે તે પહેલા જ 19 કામો થઈ ગયા હોવાના રૂપિયા 40 લાખના બિલ રજૂ કરી દેવામાં આવ્યા હતા જેના પગલે ઝાડેશ્વર ગ્રામ પંચાયતના વહીવટદાર મૂંઝવણમાં મુકાઈ ગયા હતા.
વહીવટી મંજૂરી વિના ખાનગી વ્યક્તિઓ દ્વારા કરાયેલા કામોના બિલો પાસ કરવાની ઉભો થયો હતો પરંતુ નવા નિમણૂક પામેલા વહીવટી વિભાગના અધિકારીની હાજરીમાં કામો થયા જ ન હોય મંજૂરી મળી જ ન હોય તો બિલ પાસ કેવી રીતે કરવા તે પ્રશ્નને લઈ ખાનગી વ્યક્તિઓએ કરેલા કામો ના બિલ પાસ કરાવવા માટે તનતોડ મહેનત કરી હતી પરંતુ ઝાડેશ્વર ગ્રામ પંચાયતના વહીવટદાર અડીખમ રહ્યા હતા જેના પગલે નવ નિયુક્ત પામેલા વહીવટદાર ને માત્ર અઢી મહિનામાં જ બદલી કરી દેવામાં આવતા સમગ્ર મુદ્દો ચર્ચાસ્પદ બની ગયો છે.
ઝાડેશ્વર ગામ પંચાયત વિકાસના નામે વિનાશ તરફ વળી રહી હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે એન્ટીકરપ્શનના સકંજામાં એક વહીવટદારની અટકાયત થયા બાદ ઝાડેશ્વર ગ્રામ પંચાયતને જાણે ગ્રહણ લાગ્યું હોય તેમ લાગી રહ્યું છે જેના પગલે ઝાડેશ્વર ગ્રામ પંચાયતમાં નવા વહીવટદાર તરીકે નિમણૂક પામેલા ને પણ ગણતરીના દિવસોમાં જ વહીવટી કારણોસર બદલી કરવામાં આવી હોય તે વાતને લઈ સમગ્ર ગ્રામ પંચાયતના લોકોમાં અનેક સવાલો ઊભા થઈ ગયા છે ત્યારે ખરેખર આ જ ઝાડેશ્વર ગ્રામ પંચાયતમાં છેલ્લા 7 વર્ષથી તલાટી તરીકે અનિલ પટેલ ચીપકી રહ્યા છે ત્યારે તેઓની બદલી મુદ્દે તંત્રનું મૌન કેમ છે તે પ્રશ્ન પણ લોકોમાં ચર્ચાસ્પદ બની ગયો છે.
વહીવટી કારણોસર ઝાડેશ્વર ગ્રામ પંચાયતના વહીવટાની બદલી કરાય છે: જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી
ઝાડેશ્વર ગ્રામ પંચાયતના અઢી મહિના પહેલા નિમણૂક પામેલા વહીવટદાર જયોજ મેકવાન ની વહીવટી કારણોસર બદલી કરવામાં આવી હોય તેમ ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશીએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું.
વહીવટી મંજૂરી વિનાજ વિકાસના કામો થયા હોય અને બિલ પાસ કરવા માટે મારી બદલી કરાવી છે : વહીવટદાર
ઝાડેશ્વર ગ્રામ પંચાયતમાં અઢી મહિના પહેલા ચાર સંભાવના જયોજ મેકવાન સૌપ્રથમ સામાન્ય સભા કર્યા બાદ વિકાસના ૧૯ કામો માટે કાર્યવાહી કરી હતી પરંતુ કેટલાક ખાનગી વ્યક્તિઓએ વહીવટી મંજૂરી વિના જ કામો કરી નાખ્યા હોય અને બિલ રજૂ કરી બિલ પાસ કરાવવા માટે દબાણ કરતા હોય અને મારા સમયગાળા દરમિયાન કામો થયા જ ન હોય તો હું બિલ કેવી રીતે પાસ કરું તે વાતને લઈ ખાનગી વ્યક્તિઓએ રાજકીય કાવા દાવામાં મારી બદલી કરાવી હોય તેવું મને લાગી રહ્યું છે તેમ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું.
ઝાડેશ્વર ગ્રામ પંચાયતના વિકાસનું કૌભાંડ ગાંધીનગર વિકાસ કમિશનરના શરણે..?
ઝાડેશ્વર ગ્રામ પંચાયતની હદમાં વહીવટી મંજૂરી વિના જ 19 કામો કરી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપમાં હજુ ટેન્ડર પ્રક્રિયા બાકી હોય તે પહેલા જ કામો થઈ ગયા હોવાના બિલ રજૂ કરી 40 લાખ રૂપિયાના બિલ પાસ કરાવવા માટે વહીવટદારની બદલી કરતા સમગ્ર વિવાદ બહાર આવ્યો છે અને વર્ષો વર્ષથી મોટું કૌભાંડ ચાલતું હોવાની ચર્ચાઓ વચ્ચે સમગ્ર કૌભાંડની તપાસ માટે વિકાસ કમિશનર અને વિજિલિયન તેમજ પંચાયત વિભાગના સચિવ સુધી પુરાવા સાથે મામલો પહોંચ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે અને લેખિતમાં પુરાવા સાથે ફરિયાદ થયો હોય તેવી માહિતી સાંપડી રહી છે.
મંજૂરી વિના જે કામો થયા છે તેની સંપૂર્ણ માહિતી સાથે ડીડીઓને ફરિયાદ અપાય છે વહીવટદાર
ઝાડેશ્વર ગ્રામ પંચાયતમાં ખાનગી વ્યક્તિઓ દ્વારા વહીવટી મંજૂરી વિના જ 19 કામો કરી બિલ પાસ કરાવવાના કૌભાંડમાં વહીવટદારની બદલી થતાં તેઓએ સમગ્ર કુંભાર અંગેના લેખિતમાં પુરાવા સાથે જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ આપી હોવાની માહિતી સાંપડી રહી છે અને તેની નકલ પણ મળી આવી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter