Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

શા માટે ઉજવવામાં આવે છે International Sex Worker Day? જાણો ઈતિહાસ

03:32 PM Jun 02, 2023 | Hiren Dave

સેક્સ વર્કર ડે કેમ ઉજવવામાં આવે છે અને તેના પાછળનો ઈતિહાસ શું છે તે જાણવું જરુરી છે. આવો અમે તમને આ દિવસના ઈતિહાસ વિશે જણાવીએ, તેની શરૂઆત ક્યારે થઈ અને શા માટે ઉજવવામાં આવે છે.

આપણા સમાજમાં સેક્સ વર્કર્સને ઓછી નજરથી જોવામાં આવે છે. સમાજમાં તેઓને જે દરજ્જો મળવો જોઈએ તે ક્યારેય મળતો નથી. તે માત્ર પોતાનું પેટ ભરવા માટે પોતાનું શરીર વેચવાનું કામ પણ કરે છે. સેક્સ વર્કર્સને સન્માન આપવા અને તેમના અધિકારો માટે અવાજ ઉઠાવવા માટે દર વર્ષે 2 જૂને આંતરરાષ્ટ્રીય સેક્સ વર્કર્સ ડે ઉજવવામાં આવે છે

વિશ્વભરમાં ઘણા દિવસોની ઉજવણી કરવામાં આવે છે જેમાંથી સેક્સ વર્કર ડે પણ એક છે ત્યારે સેક્સ વર્કર ડે કેમ ઉજવવામાં આવે છે અને તેના પાછળનો ઈતિહાસ શું છે તે જાણવું ખુબ જરુરી છે. ત્યારે આવો, અમે તમને આ દિવસના ઈતિહાસ વિશે જણાવીએ, તેની શરૂઆત ક્યારે થઈ અને શા માટે ઉજવવામાં આવે છે

યુરોપમાં 1975માં આંતરરાષ્ટ્રીય સેક્સ વર્કર ડેનો પાયો નાખવામાં આવ્યો હતો. તે દરમિયાન ફ્રાન્સના લિયોનમાં આવેલા ચર્ચ એગ્લિસે સેન્ટ-નિઝિયરમાં 100 જેટલા સેક્સ વર્કરોએ ચર્ચને કબ્જે કરી લીધુ હતુ અને ત્યાં ધરણા પર બેસી ગયા હતા. તેઓનો હેતુ સેક્સ વર્કને બિઝનેસ તરીકે ઓળખવાનો અને બીજો સેક્સ વર્કરોના સુરક્ષા અધિકારોની ખાતરી કરવાનો હતો કારણ કે મીડિયા રીપોર્ટ મુજબ તે સમય દરમિયાન સેક્સ વર્કરોની સાથે ભેદભાવ થતો તેમજ તેમની સાથે મારપીટ અને ફાઈન પણ લેવામાં આવતો ત્યારે આ મારપીટમાં 2 સેક્સ વર્કર્સના મૃત્યુ થયા હોવાના પણ અહેવાલો હતા.

જે બાદ સમગ્ર વિવાદ વકર્યો હતો અને ના છુટકે 100 થી વધુ સેક્સ વર્કર આ ચર્ચને કબ્જે કરી લીધુ અને ધરણા પર બેસી ગયા હતા.માહિતી એમ પણ છે આ સેક્સ વર્કરોના સમર્થમનમાં ફ્રેન્ચ દૈનિક અખબાર Libération લિબરેશનની એક મહિલા પત્રકાર Claude Jaget ક્લાઉડ જેગેટ પણ સરકાર અને પોલીસની વિરુદ્ધમાં પ્રદર્શનમાં ઉતરી ગઈ હતી.

આ પ્રોટેસ્ટને લઈને ના માત્ર ફ્રાન્સ પણ Paris, Marseille, Grenoble, Saint-Étienne and Montpellier આ પાંચ શહેરોમાં આ વિવાદ વકર્યો હતો. જેનાથી સરકાર પણ દબાણમાં આવી ગઈ હતી. જે બાદ લગભગ 8 દિવસ સુધી સેક્સ વર્કરો ધરણા પર રહ્યા હતા જે બાદ 10 June ના રોજ પોલીસે ચર્ચને તેમના કબ્જામાંથી છોડાવી શકી હતી

આ મોટી ઘટના બાદ 1976માં સેક્સ વર્કરોની માંગણીઓને ધ્યાનમાં રાખીને ઈન્ટરનેશનલ સેક્સ વર્કર એસોસિએશને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો અને દર વર્ષે 2 જૂને ઈન્ટરનેશનલ સેક્સ વર્કર ડે મનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો

આપણ  વાંચો –