Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

SBI : મૃતક ASI ના પરિવારને બેંકે 1 કરોડનો ચેક કેમ આપ્યો ?

02:53 PM May 25, 2024 | Bankim Patel

SBI : અમદાવાદના છેવાડે આવેલા કણભા પોલીસ સ્ટેશનની હદમાં બુટલેગરની કારની ટક્કરથી મૃત્યુ પામેલા ASI ના પરિવારને 1 કરોડ રૂપિયાનો ચેક અર્પણ કરાયો છે. ચાલુ ફરજે મૃત્યુ પામનારા પોલીસ કર્મચારીને 1 કરોડ જેટલી અધધ રકમ સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (State Bank of India) એ આપી છે. દેશમાં સૌથી વધુ શાખા ધરાવતી SBI એ અકસ્માત વીમાની પોલીસ સેલેરી પેકેજ કલેમ (PSP) હેઠળ અકસ્માત વીમાની રકમમાં છેલ્લાં કેટલાંક મહિનાઓથી તોતિંગ વધારો કર્યો છે. State Bank of India મૃતકના પરિવારને લાખો રૂપિયાના વળતરની સામે કેમ 1 કરોડ વળતર ચૂકવ્યું તે જાણવા વાંચો આ અહેવાલ…

ASIના પરિવારને DGPના હસ્તે ચેક અપાયો

બળદેવભાઇ એમ. નિનામા વર્ષ 1992થી પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હતા. અમદાવાદ ગ્રામ્ય પોલીસ તેમજ ACB માં ફરજ બજાવી ચૂકેલા બળદેવભાઇ નિનામા અકસ્માત સમયે કણભા પોલીસ સ્ટેશન (Kanbha Police Station) માં ASI ના હોદ્દા પર હતા. દારૂ ભરેલી કારને રોકવા જતા બળદેવભાઇનું મોત થયું હતું અને અન્ય પોલીસ કર્મચારીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. મૃતક બળદેવભાઇ ત્રણ દસકથી SBI માં સેલેરી એકાઉન્ટ ધરાવતા હતા. ચાલુ ફરજે બી.એમ. નિનામા મૃત્યુ પામ્યા હોવાથી તેમના પરિવારને State Bank of India એ અકસ્માત વીમાના વળતર પેટે 1 કરોડ રૂપિયાનું વળતર અપાયું છે. ગાંધીનગર DGP Office ખાતે શુક્રવારે DGP વિકાસ સહાય (Vikas Sahay) ના હસ્તે કરોડ રૂપિયાનો ચેક અપાયો હતો. આ પ્રસંગે SBI ના ઉચ્ચ અધિકારીઓ, અમદાવાદ રેન્જ આઈજી મોથલીયા તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ વડા ઓમપ્રકાશ જાટ (Om Prakash Jat) હાજર રહ્યાં હતાં.

Competition between private and public sector banks

4 પોલીસ કર્મીના મોત બાદ અનેક ખાતા થયા ટ્રાન્સફર

ફેબ્રુઆરી-2022માં આરોપીને લઈને આવી રહેલી ભાવનગર પોલીસ ટીમ (Bhavnagar Police) ને રાજસ્થાનમાં અકસ્માત નડ્યો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ચાર પોલીસ કર્મચારી સહિત 5 લોકોના મૃત્યુ નિપજ્યા હતા. મૃતક પોલીસ કર્મચારીઓ પૈકી એકનું બેંક એકાઉન્ટ એક્સિસમાં હતું. જ્યારે બાકીના 3 પોલીસ કર્મચારીના ખાતા SBI માં હતા. AXIS Bank ના ખાતા ધારક પોલીસ કર્મચારીના પરિવારને વ્યક્તિગત અકસ્માત વળતર (Personal Accident Insurance) પેટે 1 કરોડ મળ્યા હતા. જ્યારે અન્ય 3 પોલીસ કર્મચારીના એકાઉન્ટ  SBI માં હોવાથી 20-20 લાખ રૂપિયા અકસ્માત વળતર પેટે મળ્યા હતા. સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયામાં અકસ્માત વળતરની રકમ પાંચ ગણી ઓછી હોવાની માહિતી સોશિયલ મીડિયામાં પોલીસ કર્મીઓએ શેર કરતા SBI માંથી અનેક ખાતા AXIS Bank માં ટ્રાન્સફર થઈ ગયા.

સંખ્યાબંધ ખાતા બંધ થતાં SBI ને ભૂલ સમજાઈ

AXIS Bank ની સરખામણીએ SBI માં વ્યક્તિગત અકસ્માત વળતરની રકમ પાંચ ગણી ઓછી મળતી હોવાથી સંખ્યાબંધ પોલીસ કર્મચારીઓએ ખાતા બંધ કરાવી દીધા હતા. ભારત દેશમાં સૌથી વધુ 22,400 જેટલી શાખા ધરાવતી SBI ને મહિનાઓ બાદ ભૂલ સમજાતા તે સુધરી લેવામાં આવી હતી. થોડાક મહિનાઓ પૂર્વે સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાએ Police Salary Package (PSP) માં 1 કરોડના વ્યક્તિગત અકસ્માત વીમાનો સમાવેશ કર્યો છે.

PSP અપડેટ નહીં હોય તો થશો પરેશાન

53 વર્ષીય બળદેવ નિનામા અકસ્માતમાં મોતને ભેટતાં બે પુત્ર અને એક પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી દેતા મૃતકના પત્ની ભારે શોકમાં ચાલ્યા ગયા હતા. સ્વર્ગસ્થ બળદેવભાઇના એક સમયના સાથી પોલીસ કર્મચારી અને હાલ નિવૃત્ત હર્ષદભાઇ ત્રિવેદી નિનામા પરિવારની વ્હારે આવ્યા હતા. મૃતકના પરિવારજનોને સહાય તેમજ વળતરની રકમ વહેલી તકે મળે તે માટે નિવૃત્ત ASI હર્ષદભાઇએ દોડાદોડ શરૂ કરી દીધી. SBI બેંક તરફથી 1 કરોડ રૂપિયા અકસ્માત વળતર પેટે મળે તેમ હોવાથી તેની પ્રક્રિયા હર્ષદભાઇએ આરંભી હતી. સરકારી બેંક SBI માંથી જવાબ મળ્યો કે, બળદેવભાઇનું એકાઉન્ટ PSP માં અપડેટ થયેલું નથી એટલે વીમા વળતર મળી શકે તેમ નથી. હર્ષદભાઇએ અમદાવાદ ગ્રામ્ય પોલીસ વડાનો સંપર્ક કરી તેમના થકી અકસ્માત વળતર માટે પ્રયાસો જારી રાખ્યા હતા. સપ્તાહો સુધી કરેલી દોડાદોડ આખરે લેખે લાગી અને SBI એ વળતર ચૂકવવાનો નિર્ણય કર્યો.

આ પણ વાંચો – Ahmedabad Police : હેડ કૉન્સ્ટેબલ પર હુમલાના કેસમાં DG ઑફિસે માગ્યો ખૂલાસો