Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી શા માટે પ્રખ્યાત છે? વાંચો વિગતવાર

02:53 PM May 17, 2023 | Vipul Pandya
બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજનો ગુજરાતમાં ત્રણ સ્થળોએ દિવ્ય દરબાર યોજાવા જઇ રહ્યો છે. અમદાવાદ, રાજકોટ અને સુરત ખાતે યોજાનારા દિવ્ય દરબારની તડામાર તૈયારી કરાઇ રહી છે. દેશભરમાં ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજની ભારે ચર્ચા છે ત્યારે આવો જાણીએ તેમના વિશે કેટલીક રસપ્રદ વાતો..
ધીરેન્દ્ર શાસ્ત્રી કોણ છે
પિતા રામકૃપાલ ગર્ગ અને માતા સરોજ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના પરિવારમાં છે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને એક નાનો ભાઈ અને એક બહેન છે. ભાઈનું નામ રામ ગર્ગ અને બહેનનું નામ રીટા ગર્ગ છે. કહેવાય છે કે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની માતા તેમને પ્રેમથી ધીરુ કહીને બોલાવે છે. તેમનો જન્મ  4 જુલાઇ, 1996ના રોજ થયો હતો. તેઓ હાલ 26 વર્ષના છે.
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી શા માટે પ્રખ્યાત છે?
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી તેમના ચમત્કારોના કારણે દેશભરમાં જાણીતા છે. ભક્તો તેમની અરજીઓ બાગેશ્વર ધામમાં મૂકે છે અને બાબા કાગળની કાપલી પર લખીને તેમની સમસ્યાઓના ઉકેલ અથવા ઉપાયો જણાવે છે.
બાગેશ્વર ધામના સન્યાસી બાબા કોણ હતા?
જો બાગેશ્વર ધામ સાથે જોડાયેલા અનુયાયીઓનું માનીએ તો બાગેશ્વર ધામના સાધુ બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના પરદાદા હતા. કહેવાય છે કે તેમણે બાગેશ્વર ધામ બાલાજીનું મંદિર બનાવ્યું હતું. આસપાસના વિસ્તારોમાં તેમની વિશેષ ઓળખ હતી, તે સમસ્યાઓનું નિદાન પણ કરતા હતા.
બાગેશ્વર ધામ શા માટે પ્રખ્યાત છે?
બાગેશ્વર ધામ ભગવાન હનુમાનના મંદિર માટે પ્રખ્યાત છે. પૌરાણિક માન્યતા મુજબ બાગેશ્વર ધામ અનેક તપસ્વીઓની દિવ્ય ભૂમિ રહી છે. લોકોની એવી માન્યતા છે કે બાગેશ્વર ધામના દર્શન કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
બાગેશ્વર ધામમાં કેવી રીતે અરજી કરવી?
મળતી માહિતી મુજબ બાગેશ્વર ધામમાં અરજી કરવા માટે ધામમાં જઈને રંગીન કપડામાં નારિયેળ બાંધીને બાગેશ્વર ધામ પરિસરમાં રાખવાનું હોય છે. અહીં નાળિયેરને લાલ, પીળા અને કાળા કપડામાં બાંધવામાં આવે છે.સામાન્ય કાર્યક્રમો માટે લાલ કપડાનો ઉપયોગ થાય છે, લગ્ન સંબંધિત અરજીઓ માટે પીળા કપડાનો ઉપયોગ થાય છે અને દુષ્ટ આત્માઓ સંબંધિત અરજીઓ માટે નારિયેળને કાળા કપડામાં બાંધવામાં આવે છે.
ધીરેન્દ્ર શાસ્ત્રી વિદેશમાં પણ લોકપ્રિય છે
પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની લોકપ્રિયતા માત્ર ભારતમાં જ નહીં વિદેશોમાં પણ છે. તેમણે બ્રિટન સહિત અન્ય દેશોમાં રામ કથાનું પઠન કર્યું છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીને વિદેશમાં 3 એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા
બાગેશ્વર ધામ સરકારના ધીરેન્દ્ર શાસ્ત્રીને 14 જૂન 2022 ના રોજ લંડનની સંસદમાં ત્રણ પુરસ્કારો સંત શિરોમણી, વર્લ્ડ બુક ઓફ લંડન અને વર્લ્ડ બુક ઓફ યુરોપથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સામાજિક અને ધાર્મિક સેવાકીય કાર્યો માટે તેમને આ સન્માન મળ્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ