Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

યુક્રેનને WHOની સલાહ, ઘાતક જીવાણુઓનો નાશ કરો, બૉમ્બ બ્લાસ્ટ થી જીવાણુ ફેલાવવાનો ડર

09:28 AM Apr 28, 2023 | Vipul Pandya

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ યુક્રેનને તેની જાહેર આરોગ્ય પ્રયોગશાળાઓમાં સંગ્રહિત જીવલેણ જીવાણુઓનો નાશ કરવાની સલાહ આપી છે, જેથી તેમના સંભવિત ફેલાવાને કારણે વસ્તીમાં રોગ ફેલાવવાનું જોખમ ન બને. રશિયન હુમલા પછી યુક્રેનની પ્રયોગશાળાઓ વિશેના પ્રશ્નના જવાબમાં, આરોગ્ય એજન્સીએ કહ્યું, તે ઘણા વર્ષોથી આ મોરચે યુક્રેન સાથે કામ કરી રહી છે.
તેનો હેતુ સૂક્ષ્મજીવાણુઓના લીક થવાની સંભાવના અને તેના કારણે થતા નુકસાનને રોકવાનો છે. આ જ કારણ છે કે યુક્રેનમાં કોઈ મોટી ઘટના ન ઘટે તે માટે આ સૂક્ષ્મ જીવાણુઓને તાત્કાલિક નાશ કરવાની ભલામણ કરવામાં આવી હતી. જો કે, સંસ્થાએ જણાવ્યું નથી કે તેણે આ સલાહ ક્યારે આપી હતી, ન તો તેણે યુક્રેનની પ્રયોગશાળાઓમાં હાજર પેથોજેન્સનો ઉલ્લેખ કર્યો હતો. બીજી તરફ આ મામલે યુક્રેન તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
આ કારણે લીક થવાનું જોખમ વધ્યું
બાયોસિક્યોરિટી નિષ્ણાતો કહે છે કે રશિયા યુક્રેનમાં જે  પ્રમાણે બૉમ્બ અને મિસાઈલ થી યુદ્ધ કરી રહ્યું છે અને રશિયાની સેના યુક્રેનમાં જે રીતે દેશના જુદા જુદા ભાગોમાંથી પ્રવેશ્યા છે, તે સાથે પ્રયોગશાળાઓ માંથી આકસ્મિક રીતે જંતુઓ ફેલાવાનો ભય વધી ગયો છે. જે પણ જગ્યાએ જીવલેણ જીવાણુઓ સંગ્રહિત કરવામાં આવ્યા છે એ તમામ જગ્યાનો નાશ કરવા જણાવવામાં આવ્યું છે.
યુક્રેન પર વાયુ હુમલાની શક્યતા
યુક્રેનએ દાવો કર્યો છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને હવે તેના સૈનિકોને ઝેરી ગેસથી હુમલા કરવાનો આદેશ આપ્યો છે. રશિયન સૈનિકોને હુમલા દરમિયાન ઝેરી વાયુઓથી બચાવવા માટે ગેસ માસ્ક પણ આપવામાં આવ્યા છે. તેના દાવાના સમર્થનમાં, યુક્રેનિયન સૈન્યએ મીડિયાને રશિયન સૈનિકો પાસેથી મળેલા ગેસ માસ્ક પણ બતાવ્યા.