Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Mahua Moitra Expelled: કોણે વારંવાર હાથ જોડીને આજીજી કરી લોકસભા સ્પીકર સામે, તેમ છતાં લોકસભા સ્પીકરએ બોલવાની આપી નહીં છૂટ

07:21 PM Dec 08, 2023 | Aviraj

કોણે વારંવાર હાથ જોડીને આજીજી કરી લોકસભા સ્પીકર સામે, તેમ છતાં લોકસભા સ્પીકરએ બોલવાની આપી નહીં છૂટ

TMC સાંસદ મહુઆ મોઇત્રાની સંસદ સભ્યતા કેશ ફોર ક્વેરી કેસમાં રદ કરવામાં આવી છે. ત્યારે ઘણા વિપક્ષી સાંસદોએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને મહુઆ મોઇત્રાને બોલવા દેવાની માંગ કરી હતી. કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ લોકસભા અધ્યક્ષને મહુઆ મોઇત્રાને બોલવા દેવાની માંગ કરી હતી.

તેમણે કહ્યું, “જેની સામે કોઈ પણ ફરિયાદ હોય છે, ન્યાય માટે તેને એક અવસર બોલવાની આપવી જોઈએ.” જો મહુઆને મોઇત્રા સામે કોઈ ફરિયાદ હોય તો તેને એક તક બોલવાની આપવી જોઈએ. કારણ કે…. આ નવા સંસદમાં કલંકિત અધ્યાય શરૂ ના થવો જોઈએ. તે ઉપરાંત કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ કહ્યું, “જેમની વિરુદ્ધ આરોપો લગાવવામાં આવ્યા હતા તેમને તેમના મંતવ્યો રજૂ કરવાની તક પણ આપવામાં આવી ન હતી. આ કેવા પ્રકારની ન્યાયિક પ્રક્રિયા છે? તે દરેક વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે જેની વિરુદ્ધ આરોપો લગાવવામાં આવે છે. “તેને બોલવાની તક આપવી જોઈએ.”

આ દરમિયાન TMC સાંસદ સુદીપ બંદોપાધ્યાયે મહુઆ મોઇત્રાને લોકસભામાં બોલવાની તક આપવા પર સંસદ સ્પીકર ઓમ બિરલા સામે વારંવાર હાથ જોડીને માંગ કરી હતી. પરંતુ સ્પીકર દ્વારા તેમની માંગ સ્વીકારવામાં આવી નહીં.

ત્યારે આ સ્પીતર દ્વારા સંસદની પરંપરા અને કાયદાઓને યાદ કરાવ્યાં હતાં. તેમના કહ્યાં પ્રમાણે અગાઉ રહી ગયેલા સંસદ અધ્યક્ષ દ્વારા બનાવામાં આવેલ નિયમો પ્રમાણે તેમણે કાર્ય કર્યું છે. ત્યારે પહેલાનાં સ્પીકર સોમનાથ ચેટર્જી અને પ્રણવ મુખર્જી દ્વારા બનાવામાં આવેલ નિયમો અને પરંપરાઓના આધારે ચૂકાદો જાહેર કરવામાં આવ્યો છે.