Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આ કયો નશો કરીને બોલે છે, ઈન્જમામ ઉલ હકને લઇને હરભજનસિંહે કેમ આવું કહ્યું, જાણો

01:18 PM Nov 15, 2023 | Hardik Shah

વર્લ્ડ કપ 2023 માંથી પાકિસ્તાનની ટીમની છુટ્ટી થઇ ગઇ છે. ભારતમાં બિરયાની ખાઈને પાકિસ્તાની ટીમ પોતાના વતન ફરી છે. ત્યારે તેમના ખેલાડીઓ પર ચૌતરફી શાંબ્દિક પ્રહાર થઇ રહ્યા છે. તો બીજી તરફ ભારતીય ક્રિકેટ ટીમના વખાણ પણ થઇ રહ્યા છે. જોકે, આ વચ્ચે એક પૂર્વ ક્રિકેટર છે જેણે એક એવું નિવેદન આપ્યું છે જેને લઇને હરભજનસિંહ ગુસ્સે થયા છે અને સામે ખરીખોટી સંભળાવી દીધી છે. કોણ છે જેણે હરભજનસિંહ પર ટિપ્પણી કરી આવો જાણીએ….

ઈન્ઝમામની હરભજનસિંહ પર વિવાદિત ટિપ્પણી

એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમા ભૂતપૂર્વ પાકિસ્તાની ખેલાડી ઈન્ઝમામ ઉલ હકે એવો દાવો કર્યો છે કે હરભજનસિંહ ઇસ્લામ કબૂલ કરવાની નજીક હતો. તેમણે પોતાના ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે, હરભજન મૌલાના તારિક જમીલથી પ્રભાવિત હતો અને તેણે ઈસ્લામ સ્વીકારવાનું પણ વિચાર્યું હતું. ઈન્ઝમામે કહ્યું કે અમારી પાસે એક રૂમ હતો જ્યાં નમાજ પઢવામાં આવતી હતી. મૌલાના તારિક જમીલ સાંજે અમને મળવા આવતા અને નમાઝ શીખવતા. થોડા દિવસો પછી ઈરફાન પઠાણ, મોહમ્મદ કૈફ અને ઝહીર ખાન પણ આવવા લાગ્યા. 4 અન્ય ભારતીય ક્રિકેટરો ત્યાં બેસીને અમને જોતા રહ્યા. તેમણે દાવો કર્યો કે તારિક જમીલ મૌલાના છે તે વાતથી અજાણ હરભજને કહ્યું, ‘હું આ વ્યક્તિથી પ્રભાવિત છું અને તેના શબ્દોને અનુસરવા માંગુ છું.’

હરભજને ઈન્ઝમામની સ્ટોરીને સંપૂર્ણપણે નકારી કાઢી

વાસ્તવમાં, આ વાયરલ વીડિયોમાં ઈન્ઝમામ ઉલ હક દાવો કરતો જોવા મળી રહ્યો છે કે તે ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડીઓ મોહમ્મદ કૈફ અને ઈરફાન પઠાણને નમાઝ પઢવા માટે આમંત્રણ આપતો હતો. હરભજન સિંહ સહિત તમામ ખેલાડીઓ આવતા હતા. જો કે તે નમાઝ પઢતો ન હતો, પરંતુ તે મૌલાના તારિક જમીલના ઉપદેશ સાંભળતો હતો. એકવાર તે મૌલાનાના ભાષણથી એટલો પ્રભાવિત થયો કે તેણે એમ પણ કહ્યું કે તે તેમના જેવો બનવા માંગે છે, તેના પર મેં કહ્યું શું સમસ્યા છે, તેમના જેવા બની જાઓ, તો આના પર હરભજને મને કહ્યું કે તમને જોયા પછી હું રોકાઈ જાઉ છું. ઈન્ઝમામના આ દાવા બાદ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. તેના દાવા પર લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ હરભજને આ સ્ટોરીને સંપૂર્ણપણે નકારી કાઢી હતી અને કહ્યું હતું કે તે એક ‘ગર્વિત શીખ’ છે. આ વીડિયો પર કોમેન્ટ કરતાં હરભજને લખ્યું કે તે કઈ નશાના પ્રભાવ હેઠળ વાત કરી રહ્યો છે? હું એક ગૌરવપૂર્ણ ભારતીય અને ગૌરવપૂર્ણ શીખ છું…આ બકવાસ લોકો કંઈપણ બોલે છે.

જણાવી દઈએ કે તાજેતરમાં વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાની ટીમની દુર્દશાની નૈતિક જવાબદારી લેતા ઈન્ઝમામ ઉલ હકે મુખ્ય પસંદગીકાર પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેના નેતૃત્વમાં પાકિસ્તાની ટીમનું વર્લ્ડ કપમાં પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું જેના કારણે તેને ટીકાનો વિષય ભાગ બનવું પડ્યું હતું. વળી, તાજેતરમાં બોલિંગ કોચ મોર્ને મોર્કેલે પણ વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાનની દુર્દશાની જવાબદારી લેતા રાજીનામું આપ્યું હતું.

આ પણ વાંચો – Revenge Time : ભારતીય ટીમને આજે જરૂર પડશે 140 કરોડ દેશવાસીઓની પ્રાર્થનાની, જાણો શું છે ભવિષ્યવાણી

આ પણ વાંચો – World Cup semifinal; પ્રથમ સેમિફાઇનલ, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઈનલમાં પ્રવેશવાનો જંગ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ