+

કોણ છે સુખવિંદર સિંહ સુખુ? આજે લેશે હિમાચલ પ્રદેશમાં મુખ્યમંત્રી પદની શપથ

કોંગ્રેસ નેતા સુખવિંદર સિંહ સુખુ (Sukhwinder Singh Sukhu) આજે હિમાચલ પ્રદેશના 15મા મુખ્યમંત્રી (15th CM) તરીકે શપથ (Oath) લેશે. શપથ ગ્રહણ સમારોહ બપોરે 1.30 કલાકે યોજાશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge), રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ શિમલાના રિજ મેદાનમાં યોજાનાર શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. જણાવી દઈએ કે, સુખવિંદર સિંહ સુખુએ કોંગ્રેસ NSUIની વિદ્યાર્થી પાંખથી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆ
કોંગ્રેસ નેતા સુખવિંદર સિંહ સુખુ (Sukhwinder Singh Sukhu) આજે હિમાચલ પ્રદેશના 15મા મુખ્યમંત્રી (15th CM) તરીકે શપથ (Oath) લેશે. શપથ ગ્રહણ સમારોહ બપોરે 1.30 કલાકે યોજાશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge), રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ શિમલાના રિજ મેદાનમાં યોજાનાર શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. જણાવી દઈએ કે, સુખવિંદર સિંહ સુખુએ કોંગ્રેસ NSUIની વિદ્યાર્થી પાંખથી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી.
હિમાચલ પ્રદેશને મળશે નવા મુખ્યમંત્રી
હિમાચલ પ્રદેશમાં ચૂંટણી બાદ સૌથી મોટો સવાલ એ હતો કે કોંગ્રેસ તરફથી હિમાચલ પ્રદેશના આગામી મુખ્યમંત્રી કોણ હશે. આ સવાલનો જવાબ શનિવારે સાંજે મળી ગયો. દિવસભરની ચાલેલી ચર્ચાઓ વચ્ચે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી પદ માટે સુખવિંદર સિંહ સુખુના નામ પર મહોર મારવામાં આવી હતી. તેઓ હિમાચલ પ્રદેશના 15મા મુખ્યમંત્રી બનશે. બીજી તરફ વર્તમાન વિધાનસભામાં વિપક્ષના નેતા રહેલા મુકેશ અગ્નિહોત્રી નાયબ મુખ્યમંત્રી હશે. આજે 11 ડિસેમ્બરે શિમલાના રિજ મેદાનમાં બપોરે 1.30 કલાકે શપથ ગ્રહણ સમારોહ યોજાશે. જેમાં કોંગ્રેસ હાઈકમાન્ડના તમામ મોટા નેતાઓ સામેલ થશે. મંત્રીઓના નામ પણ ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે.

કોણ છે સુખવિંદર સિંહ સુખુ?
સુખવિંદર સિંહ સુખુનો જન્મ 26 માર્ચ 1964ના રોજ હમીરપુર જિલ્લાના નાદૌન તહસીલના સેરા ગામમાં થયો હતો. તેમના પિતા રસિલ સિંહ હિમાચલ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, શિમલામાં ડ્રાઈવર હતા. તેમની માતા સંસાર દેઈ ગૃહિણી છે. સુખવિંદર સિંહ સુખુએ પ્રાથમિકથી એલએલબી સુધીનો અભ્યાસ શિમલાથી જ કર્યો છે. તેઓ હમીરપુરના નાદૌનથી 4 વખત ધારાસભ્ય ચૂંટાયા છે. સુખવિંદર સિંહ સુખુએ કાયદાનો અભ્યાસ કર્યો છે. NSUIથી રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. 1980ના દાયકામાં NSUIના પ્રમુખ તરીકે તેઓ ચૂંટાયા હતા, જે બાદ તેઓ 9 વર્ષ સુધી NSUIના પ્રદેશ પ્રમુખ રહ્યા હતા. 
સુખુ ચોથી વખત ધારાસભ્ય બન્યા
ચાર ભાઈ-બહેનોમાં સુખુનો મોટો ભાઈ રાજીવ સિંહ સેનામાંથી નિવૃત્ત છે. તેમના પરિવારમાં બે નાની બહેનો છે, જેઓ પરિણીત છે. સુખવિંદર સિંહ સુખુના લગ્ન 11 જૂન 1998ના રોજ કમલેશ ઠાકુર સાથે થયા હતા. તેમની બે દીકરીઓ છે જે દિલ્હી યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરે છે. સુખુ હાલમાં હિમાચલ પ્રદેશ કોંગ્રેસ ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ છે. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં તેઓ ચોથી વખત નાદૌન વિધાનસભા ક્ષેત્રમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.
સુખુ 2000ના દાયકામાં પ્રદેશ યુવા કોંગ્રેસ પ્રમુખ રહ્યાં
શિમલામાં મહાનગરપાલિકાની ચૂંટણી લડીને તેઓ જીત્યા હતા. સુખુ 2000ના દાયકામાં પ્રદેશ યુવા કોંગ્રેસ પ્રમુખ રહ્યાં હતા. 1998થી 2008 સુધી તેઓ યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ રહ્યા હતા. 2008માં પ્રદેશ કોંગ્રેસના મહાસચિવ તરીકે તેઓ ચૂંટાયા હતા. 2013થી 2019 સુધી પ્રદેશ કોંગ્રસના અધ્યક્ષ રહ્યાં અને 2022 ચૂંટણી પ્રચાર સમિતિના પ્રમુખ હતા. મહત્વનું છે કે, સુખુમાં બાળપણથી જ નેતૃત્વના ગુણો હતા. સંબંધીઓના જણાવ્યા અનુસાર તે સંજૌલી કોલેજમાં અભ્યાસ કરતો હતો. પહેલા તેઓ ત્યાં તેમના વર્ગના વર્ગ પ્રતિનિધિ અને પછી વિદ્યાર્થી કેન્દ્રીય સંઘના જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાયા. આ પછી તેઓ સરકારી કોલેજ, સંજૌલીમાં વિદ્યાર્થી કેન્દ્રીય સંઘના પ્રમુખ બન્યા. 1988 થી 1995 સુધી NSUI ના પ્રદેશ પ્રમુખ બન્યા. 1995માં તેઓ યુથ કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી બન્યા.
આવી રહી સુખુની રાજકીય સફર
સુખુ 1998 થી 2008 સુધી યુથ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ હતા. તેઓ બે વખત શિમલા મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. ચોથી વખત 2003, 2007, 2017 અને હવે 2022માં નાદૌન વિધાનસભા મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. તેઓ 2008માં પ્રદેશ કોંગ્રેસના મહાસચિવ બન્યા હતા. 8 જાન્યુઆરી 2013 થી 10 જાન્યુઆરી 2019 સુધી તેઓ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ હતા. એપ્રિલ 2022 માં, તેઓ હિમાચલ પ્રદેશ કોંગ્રેસ ચૂંટણી પ્રચાર સમિતિના પ્રમુખ અને ટિકિટ વિતરણ સમિતિના સભ્ય બન્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter