Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સેલ્ફી લેવા જતા મહિલા સીધી જ જ્વાળામુખીમાં ખાબકી, ઘટના સ્થળે જ નિપજ્યું મોત

07:43 PM Apr 23, 2024 | KRUTARTH JOSHI

નવી દિલ્હી : ઇન્ડોનેશિયામાં ચીની મહિલા સાથે એક ખુબ જ દુ:ખદ દુર્ઘટના બની હતી. ચીનની રહેવાસી મહિલા જ્વાળામુખીમાં પડી ગઇ હતી. જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. દુર્ઘટના તે સમયે થઇ જ્યારે મહિલા ફોટો પડાવવા માટે પોઝ આપી રહી હતી અને અચાનક જ્વાળામુખીમાં પછડાઇ હતી. મહિલાની ઉંમર 31 વર્ષની હોવાનું સામે આવ્યું છે. ન્યૂયોર્ક પોસ્ટના અનુસાર હુઆંગ લિહોંગ નામની મહિલા પોતાના પતિ સાથે ગાઇડેડ ટુર પર આવી હતી. દુર્ઘટના અંગે પોલીસે કહ્યું કે, દંપત્તિ સૂર્યોદય જોવા માટે જ્વાળામુખી ટૂરિઝમ પાર્કના કિનારે ચડી ગયું હતું, આ દરમિયાન જ આ દુર્ઘટના બની હતી.

આ રીતે થઇ દુર્ઘટના

પોલીસના અનુસાર મહિલા 75 મીટરની ઉંચાઇએથી નીચે પટકાઇ હતી અને પછડાવાને કારણે તેનું મોત નિપજ્યું હતું. ટૂર ગાઇડે ત્યાર બાદ અધિકારીઓને જણાવ્યું કે, તસ્વીરો પડાવવા દરમિયાન ખતરા અંગે વારંવાર ચેતવણી આપવા છતા પણ લિહોંગે ક્રેટર સાથે સુરક્ષીત અંતરે હતી. જો કે પછી તે પાછળની તર ચાલવા લાગી અને ભુલથી તેનો પગ ડ્રેસમાં ફસાઇ ગયો હતો. જેના કારણે તે લપસીને જ્વાળામુખીના મોઢામાં જ ખાબકી હતી. દુર્ઘટના બાદ અધિકારીઓએ જણાવ્યું કે, ચીની મહિલા લિહોંગના શબને કાઢવામાં લગભગ બે કલાકનો સમય લાગ્યો હતો.

પોતાના લીલા પ્રકાશ માટે પ્રખ્યાત છે જ્વાળામુખી

અત્રે ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટના ઇજેન જ્વાળામુખીમાં થઇ છે. ઇજેન જ્વાળામુખી સલ્ફ્યૂરિક ગેસમાંથી નિકળતા લીલા પ્રકાશ અને લીલી આગના કારણે જાણીતો છે. 2018 માં જ્વાળામુખીમાંથી ઝેરી ગેસ નિકળ્યા યબાદ મોટી સંખ્યામાં લોકોને પોતાના ઘર ખાલી કરવા માટે મજબુર થયા હતા. આ દરમિયાન ઓછામાં ઓછા 30 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. માઉન્ટ ઇજેનથી નિયમિત રીતે થોડા પ્રમાણમાં ગેસ નિકળતો રહે છે. આ સાઇટ લોકો માટે હંમેશા ખુલી રહે છે.