Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

એવું કયું ફળ જેને બારેમાસ ખાઈ શકાય? કોઈને કહી ન શકાય તેવી આ બીમારીનો અક્સીર ઈલાજ

01:18 AM Apr 20, 2023 | Vipul Pandya

ફળોને કાપીને ખાવાથી પોષકતત્વો નાશ પામે છે
ફળોને કાપ્યા બાદ અથવા તો કાપ્યાના બાદ લાંબા સમય સુધી પ્રકાશના સંપર્કમાં રહે છે ત્યારે તેનું પોષણ સમાપ્ત થઈ જાય છે. સૂર્યપ્રકાશ, ગરમી અને પાણી એ ત્રણ પરિબળો છે જે ફળોમાં પોષકતત્ત્વોની ઉણપનું કારણ બને છે. ફળોમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. જો ફળો લાંબા સમય સુધી હવાના સંપર્કમાં રહે તો તેમાં રહેલું વિટામિન સી ઉડી પણ થઈ શકે છે.

  • બને ત્યાં સુધી કાપેલા ફળોને લાંબા સમય સુધી પ્રકાશમાં કે ખૂલ્લી હવામાં ન રાખશો. તેમ છતાં પણ રાખવાનું થાય તો એરટાઈટ કન્ટેનર અને ઠંડી જગ્યાએ જ રાખો.
  • ફળોનો રસ ક્યારે પણ સ્ટોર ન કરવો જોઈએ. જેનાથી નુકસાન થઈ શકે છે. ફળોના રસને હંમેશા ફરેશ પીવો જોઈએ.
  • જો તમે લંચ બોક્સમાં કાપેલા ફળોને સ્ટોર કરવા હોય તો આ ફળને કાપીને તેના પર થોડી ખાંડ અથવા લીંબુ ઉમેરીને ફક્ત થોડા સમય માટે જ લંચ બોક્સમાં સ્ટોર કરી શકો છો. પરંતુ ફળોને લાંબા સમય સુધી સ્ટોર કરવાથી તેના પોષક તત્વોનો નાશ થાય છે. 

આ રીતે કરો ફળનું સેવન

  • ફળોને હંમેશા સારી રીતે ધોઈને જ ખાવા જોઈએ.
  • ફળના બીજ કાઢ્યા પછી ખાવા જોઈએ.
  • ફળોને આખી રાત પાણીમાં સાફ કરવા માટે છોડી દો. જેથી તેમાં રહેલા જંતુનાશકોને દુર થાય છે.
  • ફળ કાપ્યા પછી તરત જ તેનું સેવન કરો.

  • આમ તો આજકાલ દરેક ફળો બારેમાસ માર્કેટમાં મળતા હોય છે, તેમજ તેને ઘણી વખત કોલેડ સ્ટોરેજમાં પણ સ્ટોર કરી રખાતા હોય છે. આજકાલ લોકો આખા વર્ષ દરમિયાન તમામ પ્રકારના ફળોનો આનંદ માણે છે, પરંતુ કેટલાક ફળો એવા છે જે કમોસમી હોવાને કારણે શરીરને નુકસાન પહોંચાડે છે. 
  • આ સિવાય ખાટાં ફળો ખાલી પેટ ન ખાવા જોઈએ. 
  •  જો તમને હાઈ બીપીની બીમારી હોય તો સફરજનમાં મીઠું ન નાખો અને તેની છાલ સાથે ખાઓ.

કયું ફળ બારેમાસ ખાઈ શકાય?

  • દાડમને બારેમાસ ખાઈ શકો
  • દાડમને હંમેશા રૂમ ટેમ્પરેચર પર રાખવાની સલાહ આપવામાં આવે છે. દાડમમાં વિટામિન સી હોય છે. દાડમનું દરરોજ સેવન કરવાથી હિમોગ્લોબિન વધે છે.
  • તેમજ એ વાતનું ખાસ ધ્યાન રાખો કે જો તમને કબજિયાતની તકલીફ હોય તો, દાડમનું વધારે પડતું સેવન કરવાથી તકલીફ થઈ શકે છે.

  • પરંતુ ફાયદાની વાત એ છે કે, જો તમને ડાયેરિયા કે ઝાડાંની સમસ્યા હોય તો, દાડમના દાણા કે દાડમના જ્યૂસનું સેવન ખૂબ જ ફાયદાકાકર સાબિત થઈ શકે છે..