Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Corona Update: ભારત સાથે દુનિયાના ક્યા પાંચ દેશોમાં પહોંચી ગયું કોરોનાનું નવું ઘાતક સ્વરૂપ ?

08:51 PM Dec 19, 2023 | Aviraj Bagda

કોરોના વાયરસનો JN.1 વેરિઅન્ટ અત્યંત ઝડપથી ફેલાય છે

કોરોના વાયરસે ફરી એકવાર કમબેક કરવા જઈ રહ્યું છે. કારણ કે કોરોના વાયરસનો નવો સબ-વેરિયન્ટ JN.1 સામે આવ્યું છે, જેણે ફરી એકવાર વિશ્વમાં લોકોની ચિંતામાં વધારો કર્યો છે. જો કે ભારતના કેરળમાં આ વાયરસના કેસ જોવા મળ્યા છે. જો કે JN.1 વેરિઅન્ટ અત્યંત ઝડપથી ફેલાય છે. આ વેરિયન્ટનો સૌપ્રથમ કેસ લક્ઝમબર્ગમાં જોવા મળ્યો હતો. પરંતુ હવે માત્ર ભારતમાં જ નહીં, અન્ય પાંચ દેશોમાં પણ તેના કેસ જોવા મળી રહ્યાં છે.

આ પાંચ દેશમાં નવા વેરિયન્ટનો આતંક ફેલાયો

આ વાયરસના કેસ અમેરિકા, ચીન, સિંગાપોર, ભારત અને કેટલાક યુરોપિયન દેશોમાં જોવા મળ્યા છે. સિંગાપોરમાં આ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. સિંગાપોરમાં 4 થી 10 ડિસેમ્બરની વચ્ચે 56,000 થી વધુ કેસ જોવા મળ્યા છે. સિંગાપોરના સ્વાસ્થ્ય મંત્રીના જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં દાખલ થવાના કેસમાં વધારો થયો છે. 60 વર્ષથી વધુ ઉંમરના લોકો વધુ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. આરોગ્ય મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ-19 ના કેસ માટે JN.1 થી સંક્રમિત કેસ જવાબદાર છે.

ઇન્ડોનેશિયામાં સ્થિતિ બેકાબુ

એક અહેવાલ અનુસાર, નવેમ્બરની તુલનામાં ઇન્ડોનેશિયામાં કોવિડના કેસોમાં 13% નો વધારો થયો છે. રાજધાની જકાર્તામાં દરરોજ સરેરાશ 200 કેસ જોવા મળી રહ્યા છે. નાતાલ અને નવા વર્ષ પહેલા એક અઠવાડિયામાં મલેશિયામાં કોવિડના કેસ બમણા થઈ ગયા. નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં કેસ 6,796 થી વધીને 10 ડિસેમ્બર સુધીમાં લગભગ 13,000 થઈ ગયા છે.

તે ઉપરાંત ચીનમાં JN.1 ના લગભગ સાત કેસ જોવા મળી રહ્યાં છે. ચીનના અધિકારીઓના મતે આ રોગચાળાનું નીચું સ્તર છે. બધા ચેપ એસિમ્પટમેટિક છે. ફિલિપાઇન્સમાં કોવિડ અને ફ્લૂ જેવા ચેપના કેસોમાં વધારો થયો છે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં 1,340 નવા કેસ નોંધાયા છે. JN.1 નો પહેલો કેસ સપ્ટેમ્બરમાં અમેરિકામાં જોવા મળ્યો હતો. પરંતુ ધીમે ધીમે તેમાં વધારો થયો છે.

આ પણ વાંચો: પાકિસ્તાનના કરાચીમાં અન્ડરવર્લ્ડ ડોન દાઉદનું ઘર ક્યાં છે ? ISI કેવી રીતે તેની રક્ષા કરી રહ્યું ?