+

Ramayan Serial નું શૂટિંગ ક્યાં થયું હતું ? જાણો આજે ત્યા કેવો છે માહોલ

Ramayan Serial : અયોધ્યામાં બની રહેલા ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. દેશમાં અત્યારે રામાયણમય માહોલ સર્જાઈ રહ્યો છે. એવા…

Ramayan Serial : અયોધ્યામાં બની રહેલા ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. દેશમાં અત્યારે રામાયણમય માહોલ સર્જાઈ રહ્યો છે. એવા સમયે રામાનંદ સાગરની ઐતિહાસિક રામાયણ સીરીયલનું શૂટિંગ જે સ્ટુડિયોમાં થયું હતું તે ઉમરગામ (Umargam) ના સ્ટુડિયોમાં પણ ઉત્સાહનો માહોલ છે. આજે પણ રામાયણ સીરીયલ (Ramayan Serial) ના શૂટિંગ વખત ના ભવ્ય સેટ ના અવશેષો જોવા મળે છે .આથી સ્ટુડિયો સંચાલક અને મુલાકાતીઓ પણ રામ મંદિર (Ram Mandir) ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે.

Source : Google

વૃંદાવન સ્ટુડિયોમાં ‘રામાયણ’સિરીયલનું થયુ હતુ શુટીંગ

વલસાડ જિલ્લાના ઉમરગામ (Umargam) ના દરિયા કિનારે આવેલો વૃંદાવન સ્ટુડિયો જેમાં ધાર્મિક સીરીયલો (Religious serials) માં ઐતિહાસિક બની ગયેલી રામાનંદ સાગર (Ramanand Sagar) ની રામાયણ સીરીયલ (Ramayan Serial) નું શૂટિંગ થઈ ચૂક્યું છે. એ પછી આ સ્ટુડિયોમાં અનેક ધાર્મિક સીરીયલોના શૂટિંગ પણ થઈ ચૂક્યા છે. આ એ જ સ્ટુડિયો છે જેમાં અરવિંદ ત્રિવેદી, અરુણ ગોહિલ અને દીપિકા ચીખલીયા સહિતના દિગ્ગજ કલાકારોએ રામાયણના પાત્રો ભજવ્યા હતા. એક સમયે રામાનંદ સાગરની રામાયણ સીરીયલ લોકોના માનસપટલ પર અંકિત થઈ ચૂકી હતી. ત્યારે આ સ્ટુડિયોમાં આજથી 35 વર્ષ પહેલા આબેહૂબ અયોધ્યા નગરી, રામ દરબાર, રાવણની લંકા, રાવણ દરબાર, પંચવટી સહિતના ભવ્ય સેટ ઉભા કરવામાં આવ્યા હતા.

Source : Google

ઉમરગામનો વૃંદાવન સ્ટુડિયો પણ અત્યારે ચર્ચાનું કેન્દ્ર

સતત પાંચ વર્ષ સુધી સ્ટુડિયોમાં રામાયણ સીરીયલ (Ramayan Serial) નું શૂટિંગ ચાલ્યું હતું. આ સ્ટુડિયોમાં રામાયણનું 90 ટકા ભાગનું સુટિંગ થયું હતું ત્યારે એ વખતે રામાયણ સીરીયલ શૂટિંગનો દેશભરમાં ક્રેઝ હતો. આજે પણ રામાયણ સીરીયલના શૂટિંગના સેટના અવશેષો હયાત છે. સીરીયલના શૂટિંગમાં દર્શાવેલો વડ જ્યાં ભગવાન શ્રીરામ (Lord Shri Ram) અને સીતા માતા મંદિરમાં પૂજા કરતા હતા તે મંદિર, કેવટની નાવ, રથ સાથે જ રામ રાવણ યુદ્ધના વખતના હથિયારોનાના અવશેષો જોવા મળે છે. અહીં જ રામ દરબાર અને રાવણ દરબારના સિંહાસન અને અન્ય અવશેષો પણ આજે હયાત છે. આથી સ્ટુડિયો સંચાલક અત્યારે ભગવાન શ્રી રામના અયોધ્યામાં બની રહેલા ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે અને 35 વર્ષ પહેલાં આ સ્ટુડિયોમાં સતત પાંચ વર્ષ સુધી જોવા મળેલા રામાયણમય માહોલને યાદ કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે.

Source : Google

‘રામાયણ’ના પાત્રો આજે પણ લોકોના માનસપટલ પર જીવંત

ઉમરગામ (Umargam) નો આ વૃંદાવન સ્ટુડિયો ઐતિહાસિક બની ચૂક્યો છે. ધાર્મિક સીરીયલના શૂટિંગ માટે આ સ્ટુડિયો હોટ ફેવરિટ હતો. સાથે જ અનેક ફિલ્મો અને ટીવી શો ના સેટ પણ અહીં બનાવવામાં આવ્યા હતા. ઉમરગામના સુંદર દરિયા કિનારે જ રામાયણના સીરીયલનું શૂટિંગ પણ થઈ ચૂક્યું હતું. આથી અત્યારે જે રીતે અયોધ્યામાં બનેલા ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ જે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને દેશ આખો રામમય અને રામાયણમય બની રહ્યો છે એને લઈને આજે પણ લોકો રામાયણની સ્મૃતિને તાજી કરવા આ વૃંદાવન સ્ટુડિયોની મુલાકાત લઈ રહ્યા છે. અને રામાયણ સીરીયલના શૂટિંગ વખતના અવશેષો જોઈ અને ધન્યતા અનુભવી રહ્યા છે. સાથે જ અયોધ્યામાં બની રહેલા ભગવાન શ્રી રામના મંદિર (Ram Mandir) ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

Source : Google

રામાયણની સ્મૃતિને તાજી કરવા લઇ રહ્યા છે મુલાકાત

આખો દેશ અત્યારે અયોધ્યામય બની રહ્યો છે. ત્યારે ઉમરગામનો સ્ટુડિયો પણ અત્યારે ચર્ચાનું કેન્દ્ર છે. રામાનંદ સાગરની રામાયણ સીરીયલ (Ramayan Serial) ના શૂટિંગના તમામ પાત્રો આદર્શ બનીને આજે લોકોના માનસપટલ પર જીવંત છે. ત્યારે એ વખતે રામાયણ સીરીયલે પણ દેશભરમાં રામમય અને રામાયણમય માહોલ ઉભો કર્યો હતો. એવી જ રીતે ફરી એક વખત રામ મંદિર (Ram Mandir) ના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને પણ દેશમાં રામ અને રામાયણ મય ધાર્મિક માહોલ ઊભો થઈ રહ્યો છે.

આ પણ વાંચો – Ram Mandir : રામ મંદિર પરિસરમાં ભગવાન શ્રીરામની મૂર્તિનું આગમન, જુઓ Video

આ પણ વાંચો – Ram Mandir : યોગી સરકાર હેલિકોપ્ટરથી કરાવશે અયોધ્યાના દર્શન, આ જિલ્લાઓથી થશે શરૂઆત…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter