+

તમારૂં Instagram એકાઉન્ટ ક્યા ક્યા લોગ ઈન છે? આ રીતે કરો secure

Instagram: વિશ્વમાં સૌથી વધારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા લોકો ભારતમાં રહે છે. અત્યારે સોશિયલ મીડિયામાં Instagram નો ઉપયોગ સૌથી વધારે થાય છે. વિશ્વભરના લોકો તેનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યાં…

Instagram: વિશ્વમાં સૌથી વધારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા લોકો ભારતમાં રહે છે. અત્યારે સોશિયલ મીડિયામાં Instagram નો ઉપયોગ સૌથી વધારે થાય છે. વિશ્વભરના લોકો તેનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યાં છે. પરંતુ જો તમારું એકાઉન્ટ હેક થઈ જાય તો તમે શું કરશો? તમને કેવી રીતે ખબર પડશે કે તમારૂ એકાઉન્ટ હેક થયું છે કે, નહીં? આ બાબત જાણવી એકદમ સરળ છે. તો આવો તે બાબતે જાણીએ…

Instagram માં સલામતી અને સુરક્ષા માટે અનેક ફિચર્સ આપવામાં આવ્યા છે. કારણ કે આ એપને સાયબર ગુનેગારોથી બચાવવા માટે જરૂરી છે. એપમાં એક ફીચર પણ છે જેના દ્વારા તમે જોઈ શકો છો કે તમારું એકાઉન્ટ ક્યા ડિવાઈસ પર એક્ટિવ છે. આ ઉપકરણોને જોવા સિવાય, જો સહેજ પણ શંકા હોય તો તમે તેને કાઢી પણ શકો છો. આવી સ્થિતિમાં, અમને જણાવો કે તમે આ કેવી રીતે જોઈ શકો છો.

ચાલો તેની રીત સમજીએ…

  • સૌથી પહેલા તમારી ઇન્સ્ટાગ્રામ એપ ઓપન કરી લ્યો
  • ત્યાર બાદ નીચેની બાજુ તમારી પ્રોફાઈલ પર ક્લિક કરવાનું રહેશે
  • પ્રોફાઈલ પર ક્લિક કર્યા બાદ ઉપર જમણી બાજુ ખુણામાં મેન્યૂનો વિકલ્પ આપેલો હશે
  • આ મેન્યૂ પર ક્લિક કરતાની સાથે ત્યાં મેન્યૂ લીસ્ટ ખુલશે
  • અહીં તમને Settings and privacy દેખાશે ત્યાં ક્લિક કરો
  • Settings and privacy માં ગયા પછી ત્યાં તમને Accounts centre દેખાશે ત્યાં ક્લિક કરો
  • અહીં ક્લિક કર્યા બાદ તમને Password and security નો વિકલ્પ દેખાશે તેમાં જાઓ
  • આ પછી તમારે Where you are logged in વિકલ્પ પર ટેપ કરવાનું રહેશે.
  • અહીં તમને તમારૂ એકાઉન્ટ ક્યા ક્યા લોગ ઈન છે તે જોવા મળશે
  • જ્યારે અજ્ઞાત ઉપકરણ દેખાય ત્યારે તમારે ફક્ત ચકાસવાનું અને લોગ આઉટ કરવાનું છે.

અહીં તમને જો એવું લાગે કે, એક કરતા વધારે લોગઈન થયેલા છે, અને તેમાં જો કોઈ તમારી જાણ બહાર હોય અથવા તો તમને શંકા થાય તો તેને લોગ આઉટ કરી શકો છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો: શું Spam Message થી પરેશાન છો? WhatsApp માં આવ્યું આ નવું ફીચર

Whatsapp share
facebook twitter