+

1st T20 મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકશો ? જાણો

વન્ડે ઈન્ટરનેશનલ સીરીઝમાં ન્યુઝીલેન્ડનો સફાયો કર્યા બાદ ભારતીય ટીમ હવે ટી20 સીરીઝમાં પણ જીત સાથે શરૂઆત કરવા ઈચ્છશે. બંને ટીમો વચ્ચે શુક્રવારથી ટી-20 સિરીઝ શરૂ થઈ રહી છે. આ શ્રેણી માટે વન ડેના કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. રોહિત શર્માની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યા ભારતીય ટીમની કપ્તાની સંભાળશે. ભારતીય બેટ્સમેન કેએલ રાહુલ અને ઓલરાઉન્ડર અક્ષર પટેલ પારિà
વન્ડે ઈન્ટરનેશનલ સીરીઝમાં ન્યુઝીલેન્ડનો સફાયો કર્યા બાદ ભારતીય ટીમ હવે ટી20 સીરીઝમાં પણ જીત સાથે શરૂઆત કરવા ઈચ્છશે. બંને ટીમો વચ્ચે શુક્રવારથી ટી-20 સિરીઝ શરૂ થઈ રહી છે. આ શ્રેણી માટે વન ડેના કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. રોહિત શર્માની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યા ભારતીય ટીમની કપ્તાની સંભાળશે. ભારતીય બેટ્સમેન કેએલ રાહુલ અને ઓલરાઉન્ડર અક્ષર પટેલ પારિવારિક કારણોસર શ્રેણીમાં ભાગ લઈ રહ્યા નથી.

ઝીલેન્ડ સામેની શ્રેણીની પ્રથમ મેચ રાંચીમાં રમાશે. બીજી તરફ, 29 જાન્યુઆરી, રવિવારે બીજી મેચ લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાશે. ત્રીજી અને છેલ્લી T20 અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. ન્યૂઝીલેન્ડની ટીમ આ સિરીઝમાં મિશેલ સેન્ટનરની કેપ્ટનશિપમાં ઉતરશે. વનડેમાં મળેલી હાર બાદ કીવી ટીમ આ શ્રેણીમાં પોતાની તાકાત દર્શાવવા મથશે.

IND vs NZ: મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી?
  • ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ T20I ક્યારે રમાશે?
  • ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ T20I મેચ શુક્રવારે 27 જાન્યુઆરીએ રમાશે.
  • ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 1લી T20I મેચ ક્યાં રમાશે?
  • ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ T20I મેચ રાંચીના JSCA ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.
  • ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 1લી T20I મેચ ક્યારે શરૂ થશે ?
  • ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ T20I મેચ સાંજે 07:00 વાગ્યે શરૂ થશે, જ્યારે મેચનો ટોસ સાંજે 06:30 વાગ્યે થશે.
  • હું ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની 1લી T20I મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકાશે?
  • ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે યોજાનારી પ્રથમ T20I મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ શકાશે.
  • હું ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની 1લી T20I મેચનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકું?
  • તમે સબ્સ્ક્રિપ્શન સાથે Hotstar પર મેચનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો. આ સિવાય gujaratfirst.comપર પણ મેચના લાઈવ અપડેટ્સ વાંચી શકાશે.
ભારતની ટીમ : હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ (વાઈસ-કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), શુભમન ગિલ, પૃથ્વી શો, ઋતુરાજ ગાયકવાડ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, જીતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, શિવમ માવી અને મુકેશ કુમાર.
ન્યુઝીલેન્ડની ટીમ: મિશેલ સેન્ટનર (કેપ્ટન), ફિન એલન, માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે (વિકેટ કીપર), ડેન ક્લીવર, જેકબ ડફી, લોકી ફર્ગ્યુસન, બેન્જામિન લિસ્ટર, ડેરીલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, માઈકલ રિપન , હેનરી શિપલી, ઈશ સોઢી અને બ્લેર ટિકનર
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter