Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રાજકોટમાં રખડતા ઢોર પર અંકુશ ક્યારે? પોલીસ કમિશ્નરના જાહેરનામાનો ઉલાળિયો

11:04 PM Apr 14, 2023 | Vipul Pandya

  • રાજકોટ પોલીસ કમિશ્નર જાહેરનામાનો ઉલાર્યો
  • બીજી બાજુ ઠોર પકડ પાર્ટી સાથે સ્થાનિક બબાલ
  • રાજકોટમાં ફરી એક વખત ઢોર પાર્ટી પર હુમલાનો પ્રયાસ
  • મ્યુનિસિપલ કમિશનરે કહ્યું રાજકોટમાં રખડતા ઢોલએ ગંભીર પ્રશ્ન હોવાનું સ્વીકાર્યું
  • રાજકોટમાં અંદાજે 10000 ઠોર 
  • માત્ર 2100 ઠોર મનપા ચોપડે
  • 1000 ઠોર રોડ પર બાંધવામાં આવે છે મનપા અધિકારી
રાજકોટમાં દિવસેને દિવસે ઢોરનો ત્રાસ વધી રહ્યો છે, ત્યારે આજે વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ઢોરપકડ પાર્ટી સાથે ઉગ્ર બોલાચાલી થયો હોવાનો વીડિયો વાયરલ થયો છે. કેટલાક શખ્સોએ કણકોટમાં ઉગ્ર બોલાચાલી કરી ઢોર પકડવા મામલે માથાકૂટ કરી. વિજલન્સની ટીમે વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો. તંત્ર માટે રખડતા ઢોર હવે ચેલેન્જ બની ગયો છે. ત્યારે દિવસે ને દિવસે પાર્ટીનો ત્રાસ વધી રહ્યો છે. જાહેરનામાને 17 દિવસ વીત્યા બાદ પશુપાલકોમાં ઉદાસીનતા જોવા મળી રહી છે.
સમગ્ર ઘટનાને લઇ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં રખડતા ઢોર તે ખૂબ જ ગંભીર સમસ્યા છે. પરંતુ સતત રાજકોટ મહાનગરપાલિકાની પાંચ જટલી ટીમ રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં કામગીરી કરી રહી છે અને સાથે જ જ્યાં જ્યાં અનિત્ય બનાવ બન્યા છે ત્યાં પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે અને પોલીસ કમિશનરના સહયોગથી ઈનફેર્સ મેના ટીમો પણ સાથે રાખવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, પોલીસ કમિશનરના જાહેરનામાના નિયમ પાલનમાં ઉદાસીન ઢોર રજીસ્ટ્રેશનમાં માત્ર 3 અરજી જ આવી. દોઢ મહિનામાં રજીસ્ટ્રેશન નહીં કરાવે તેના ઘર બહાર બાંધેલા હશે તો પણ ગુન્હો દાખલ થશે. પશુ પાલકો પાસે માલિકીની જગ્યાના અભાવના કારણે તેઓ રજીસ્ટ્રેશન કરાવી નથી રહ્યા. જાહેરનામા મુજબ પશુપાલકોએ ટેગિંગ અને રજીસ્ટ્રેશન ફરજિયાત છે. મહત્વનું છે કે, એક અઠવાડિયામાં મનપાએ 291 ઢોર પકડ્યા. એક્સ આર્મીમેન અને બે મહિલા પોલીસ કોન્સ્ટેબલને અડફેટે લીધા. દિવસ દરિમયાન પાંચથી છ ટીમો દ્વારા કાર્યવાહી કરવામાં આવી. અલગ-અલગ ટીમને પોલીસ પ્રોટેકશન આપવામાં આવ્યું. હાલમાં અમુક બનાવો બનતા હોય અને કાયદેરસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે. કણકોટની ઘટનાને લઇને તેમણે કહ્યું કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.