+

સત્તા પર સંટક આવ્યું તો પાકિસ્તાનના PM ઈમરાન ખાનને યાદ આવ્યું ભારત, કરી ભરપૂર પ્રસંશા

રાજકીય સંકટ અને વડાપ્રધાનની ખુરશી પર મંડરાઈ રહેલા ખતરા વચ્ચે પાક વડાપ્રધાન ઈમરાન ખાનને હવે ભારતની યાદ આવી છે. ઈમરાન ખાન ભારતના વખાણ પેટ ભરી ભરીને કરી રહ્યા છે. તેમણે વિરોધ કરી રહેલા પાર્ટીના સાંસદોને કહ્યું કે હું કહી રહ્યો છું કે હું માફ કરી દઈશ પાછા આવો. તેણે કહ્યું કે હું ભારતની પ્રશંસા કરું છું. ભારતે હંમેશા સ્વતંત્ર વિદેશ નીતિ જાળવી રાખી છે. ભારત અમેરિકાનું સાથી છે અને પોતાà

રાજકીય સંકટ અને વડાપ્રધાનની ખુરશી પર
મંડરાઈ રહેલા ખતરા વચ્ચે પાક
વડાપ્રધાન ઈમરાન ખાનને હવે ભારતની યાદ આવી છે. ઈમરાન ખાન ભારતના વખાણ પેટ ભરી
ભરીને કરી રહ્યા છે. તેમણે વિરોધ કરી રહેલા પાર્ટીના સાંસદોને કહ્યું કે હું કહી
રહ્યો છું કે હું માફ કરી દઈશ
પાછા આવો. તેણે કહ્યું કે હું ભારતની પ્રશંસા કરું છું. ભારતે હંમેશા
સ્વતંત્ર વિદેશ નીતિ જાળવી રાખી છે. ભારત અમેરિકાનું સાથી છે અને પોતાને તટસ્થ
ગણાવે છે. પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું કે ભારત રશિયા પાસેથી તેલ મેળવી રહ્યું
છે
, જ્યારે પ્રતિબંધો લાગુ છે. કારણ કે ભારતની
વિદેશ નીતિ લોકોના ભલા માટે છે.


ઈમરાન ખાને વિરોધીઓને કહ્યું કે આખું
પાકિસ્તાન સમજી જશે કે તમે અંતરાત્મા વેચી દીધા છે. કાયમ તમારા નામની આગળ ઝમીરફરોશ
રહેશે. બાળકોના લગ્નમાં હાજરી આપવી તમારા માટે મુશ્કેલ રહેશે. તેમણે કહ્યું કે
લોકો લગ્ન નહીં કરે. તમારા બાળકોને શાળામાં હેરાન કરવામાં આવશે. બાળકોને શાળામાં
ખરાબ કહેવામાં આવશે. તેમણે કહ્યું કે અમે ચોરો સામે ઉભા છીએ. સાથે જ ઈમરાન ખાને એમ
પણ કહ્યું કે પાકિસ્તાનના લોકો માટે અમે નમાઝ અને અઝાનમાં એક જ વસ્તુ માંગીએ છીએ.
આપણી સામે બે રસ્તા છે. એક તરફ પાકિસ્તાનના મોટા ડાકુઓ ભેગા થયા છે અને બીજી તરફ
એવા લોકો છે જેઓ
25 વર્ષથી આ ડાકુઓ સામે લડ્યા છે. દેશે
નિર્ણય કરવાનો સમય આવી ગયો છે. ઈમરાન ખાને કહ્યું કે આ લૂંટારાઓ ચોરીના પૈસાથી
અમારા સાંસદોને ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક લોટા અને એક ઝમીરફરોશ. 

Whatsapp share
facebook twitter