+

પાકિસ્તાનની જેલમાંથી ભારતીય માછીમારનો આવ્યો WhatsApp, ગામને હિબકે ચડાવ્યું

ઉના તાલુકાના ખાણ ગામના ભરત બાંભણિયા નામના યુવક પાકીસ્તાન જેલમાં આશરે છેલ્લા 3 વર્ષથી કેદ છે. ભરતનો પરિવાર ખાણ ગામે માતા સાથે પત્ની અને બે બાળકો સાથે રહે છે. તેઓ…

ઉના તાલુકાના ખાણ ગામના ભરત બાંભણિયા નામના યુવક પાકીસ્તાન જેલમાં આશરે છેલ્લા 3 વર્ષથી કેદ છે. ભરતનો પરિવાર ખાણ ગામે માતા સાથે પત્ની અને બે બાળકો સાથે રહે છે. તેઓ નાળિયેરીના પાનમાંથી સાવરણા કાઢીને 10-10 રૂપિયામાં વેચાણ કરી ગુજરાન ચલાવે છે. ખાણ ગામના 9 લોકો માછીમારી કરવા જતાં દરીયાઇ સમુદ્રમાં પાકિસ્તાન મરીન નેશનલ નેવી સિક્યુરીટી હાથે ઝડપાયા બાદ પાકીસ્તાન જેલમાં 3-4 વર્ષથી કેદ છે. અચાનક પાકિસ્તાનના એક અજાણ્યા નંબરથી WhatsApp મેસેજ રાત્રીના ભરતના એક ઉના રહેવાસી મિત્ર પર આવેલો જે ખોલતા તેમાં ભરતનો લેટર હોવાનું જાણવા મળ્યું હતું.

આ લેટરમાં પાકીસ્તાનમાં કેદ પોતાની સાથેના 148 કેદી કે જેઓ 3 થી 4 વર્ષથી કેદ છે, જેઓ છૂટી જવાના હતા અને તેની યાદી પણ બની ગયેલી હતી. પણ હાલ બીજી એક યાદી પાક જેલના કેદીની બની છે જે કેદીઓ એક વર્ષ પહેલાં જ આવેલા છે. એવું ભરતને જેલમાં જાણવા મળેલું ત્યારબાદ તેણે તેના મિત્રને આ અંગે રાજકીય આગેવાનોનો સંપર્ક કરવા અને તંત્રને રજૂઆત કરવા જણાવેલું છે. પાક મોબાઈલ નંબરથી આવેલા વોટ્સએપ ઉપરના લેટર કોણે મોકલ્યો છે એ વાતની પુષ્ટિ કરી શકાતી નથી, પણ મોબાઇલ નંબર પાકિસ્તાનનો હોય એ ખ્યાલ આવી શકે છે. પત્ર ખાણ ગામના માછીમાર ભરતભાઈ બાંભણીયાએ લખ્યો હોય અને તેમાં ઉના અને ગીર સોમનાથ જિલ્લાના અગ્રણી રાજકીય પ્રજાના પ્રતિનિધિઓ અને આગેવાનોના નામનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, પાકિસ્તાન જેલ હવાલે રહેલાં 148 માછીમારો 3 થી 4 વર્ષ જેવાં લાંબા સમયથી જેલમાં સબડી રહ્યા છે. દરેક વખતે લીસ્ટ બનાવી નવાં પકડાતાં માછીમારો છુટી જાય છે, પરંતુ જુનાને છોડવામાં આવતાં નથી.

વધુમાં એવું પણ જણાવ્યું છે કે, પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે એ 148 માછીમારોને છોડી મુકવા આદેશ કર્યો હોવાનો તે માછીમારોની યાદી ગુમ કરી દેવાઇ છે અને તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતાં નથી, આમ જૂના પકડાયેલાં માછીમારોને અનેક યાતના ભોગવવી પડે છે. આગેવાનો દ્વારા ભારત સરકારના વિદેશી મંત્રાલય અને માછીમાર ઉધોગના મંત્રી સુધી આ બાબતે રજુઆત કરી વહેલી તકે માછીમારોને છોડાવવા વેદના વ્યક્ત કરી છે. 3-3 વર્ષથી સરકારમાં રજૂઆત કરેલ છે. ગામના કુલ 9 માછીમારો છે જે હાલ પાકિસ્તાનની જેલમાં સબડી રહ્યા છે, તેને છોડાવવા ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ મુખ્યમંત્રી, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને પણ રજૂઆત કરી ત્યારબાદ પણ કોઈ પાસેથી જવાબ ન મળતા દિલ્હી સુધી આ જેલમાં કેદ માછીમારો અંગે રજૂઆત કરેલી છે.

ગામના માછીમારો 3-3 વર્ષ જેટલો સમય વિતવા છતાં આજ દીન સુધી કોઈ પત્ર કે જવાબ ન મળતા તેમના પરિવારજનો ચિંતા કરે છે. હાલ એક પત્રમાં એવું જાણવા મળ્યું છે કે માછીમારોને છોડવા માટે ત્યાંથી મંજૂરી પણ આવી છે છતાં પણ આજ દીન સુધી આ માછીમારો છૂટ્યા કેમ નહીં? માછીમારનો પરિવાર અહીંયા ચિંતા કરે છે, વહેલી તકે ખાણ ગામ સહિતના માછીમારોની યાદીમાં નામ આવે અને વહેલા છૂટી તેમના માદરે વતન પરત લાવવા લાગણી વ્યક્ત કરી હતી.

પતિનું નામ છૂટી આવેલા ખલાસીના લીસ્ટમાં હતું પણ છુટીને આવ્યા નહીં

3-3 વર્ષ થયા પહેલા લિસ્ટ આવ્યું હતું તેમાં નામ હતું તો એ લિસ્ટ પાછું દબાઈ ગયું તો પાછું નામ નથી. મોબાઇલમાં એક લિસ્ટ આવ્યું છે તેમાં પાછળથી પકડાયેલ હતા તેમનું નામ આવી ગયું તો પહેલાના પકડાયેલના નામ કેમ નથી ? તેમાં નામ કેમ દબાઈ ગયા? સરકારને વિનંતી કરતાં જણાવ્યું હતું કે પાકિસ્તાનની જેલમાં માછીમારો પકડાયા છે તેને છોડાવવામાં આવે અમારે પરીવારમાં નાના બાળકો છે. સાવરણા બનાવી 10 રૂપિયા વેચીએ પરીવારનું ગુજરાન કરીએ છીએ. છોકરા બીમાર પડે તો અમારે તેમના દવાખાના અને સ્કૂલના શિક્ષણ માટે ખર્ચો કેમ કરવો. અન્ય બીજી કોઈ આવક નથી. પરિવારમાં એક જ વ્યક્તિ કમાઉ હતો જે ત્રણેક વર્ષથી પાકિસ્તાનની જેલમાં છે. ભરતનો પરિવાર ખાણ ગામે માતા સાથે પત્ની અને બે બાળકો રહે છે. નાળિયેરીના પાનમાંથી સાવરણા કાઢીને 10-10 રૂપિયામાં વેચાણ કરી ગુજરાન ચલાવે છે.

ભરતભાઈ બાંભણીયા 3 વર્ષથી જેલમાં જતા દર્દભર્યું જીવન જીવી રહ્યા છે. નાનપણથી ઉછરીને દિકરાને ભણાવી ગણાવીને મોટો કર્યો અને દરીયાઇ સમુદ્રનો સાગર પુત્ર તરીકે બોટમાં જાય વર્ષનાં 8 માસની સીઝન પુરી કરી આવે અને પત્ની સંતાનોનું ગુજરાન ચાલે 3-4 વર્ષથી પાકિસ્તાન જેલમાં કેદ ભરત પકડાયાં પછી દર્દભર્યુંં જીવન જીવી રહ્યા છીએ. દિકરાની યાદી આવતાં આંખોમાંથી આંશુના પાણી વહેતાં માં ની મમતા છલકાઈ આવી કહેવા લાગ્યા કે મારા દિકરા અને અમારા પરીવારના 9 સભ્યના છુટવાના લીસ્ટમાં નામ કેમ નહીં આવતું હોય અમારે આ દુઃખના સમયે નારિયેળીના પાનામાંથી સળિઓ કાઢી સાવરણા બનાવી મારા દીકરાના દીકરાનું અને અમારું ગુજરાન ચલાવવું પડે છે. એ કમાનાર વ્યક્તિ જેલ હવાલે હોવાથી આવકનું અન્ય કોઈ સાધન કે જમીન પણ નથી. અમારા દીકરાએ કાગળ લખી મોકલેલ છે. હાલ દીકરો ભરત પાકિસ્તાનની જેલમાં છે તો સરકાર સમક્ષ પોતાની વાત પહોંચાડીને દીકરા ભરતને વહેલા છોડાવવામાં આવે તેવી વ્યથા વ્યક્ત કરી હતી.

અહેવાલ – ભાવેશ ઠાકર

આ પણ વાંચો – પાકિસ્તાન જેલમાંથી 80 ભારતીય માછીમારો થયા મુકત, આવતીકાલે પહોંચશે વાઘા બોર્ડર

આ પણ વાંચો – પાકિસ્તાનની જેલમાં મોતને ભેટેલા ગીર-સોમનાથના માછીમારનો મૃતદેહ વતન પહોંચ્યો, પરિવારમાં મચ્યો કલ્પાંત

Whatsapp share
facebook twitter