Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

વર્લ્ડ રેડક્રોસ દિવસને લઈને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા શું જાહેરાત કરાઈ ?

05:08 AM Apr 26, 2023 | Vipul Pandya

આ વર્ષે Be Human Kind થીમ સાથે “વર્લ્ડ રેડક્રોસ ડે” ની ઉજવણી કરવાની છે ત્યારે અમદાવાદ રેડ ક્રોસ દ્વારા રક્તદાતાઓ તથા દર્દીઓ માટે વિવિધ સેવાઓ શરૂ કરવામાં આવશે.
જેમાં પહેલા  ‘GIFT OF LIFE”-પ્રવર્તમાન નિયમોના કારણે બ્લડ બેંકમાંથી એક વાર બ્લડ યુનિટ દર્દીને આપ્યા બાદ તેને પાછું લેવામાં આવતું ન હતું. ઘણીવાર જ્યારે ઓપરેશનમાં રક્ત વપરાય નહીં ત્યારે દર્દીના સગા દ્વારા તેને બ્લડ બેન્કમાં પરત કરવાનો આગ્રહ કરતા હતા. અમદાવાદ રેડ ક્રોસ દ્વારા સૌપ્રથમ વખત ફુલન્ટ બેગ સાથે બ્લડ યુનિટ થર્મોકોલના સીલબંધ બોક્સમાં પેક કરીને, રક્ત યુનિટ સાથે કોઈ ચેડાં ન થાય તે રીતે અને તેનું તાપમાન 12 કલાક સુધી જળવાઈ રહે તે માટે એક સુવિધા શરૂ કરવામાં આવી છે . તેને “GIFT OF LIFE”” નામના સીલ બંધ બોક્સમાં પેક કરીને દર્દીને આપવામાં આવશે . દા.ત. સવારે ૧૦.૦૦ વાગે જો કોઈ દર્દી માટે રક્ત તેના સગા લઈ જશે તો રાતના ૧૦,૦૦ વાગ્યા સુધીમાં જો તે બોક્સ ઓપન કરવામાં ન આવે તો અમદાવાદ રેડક્રોસ દ્વારા તેને પરત લેવામાં આવશે, આના કારણે રક્તદાતા દ્વારા દાનમાં આપેલ યુનિટ વેડફાય નહીં અને અન્ય દર્દી માટે તે વાપરીને તેનું જીવન બચાવી શકાશે.
બીજુએ કે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ જો રક્તદાન કરશે તો તે તમામ રક્તદાતા વિદ્યાર્થીઓનું થેલેસિમિયા ટેસ્ટિંગ કોઈ પણ પ્રકારના ચાર્જ લીધા વિના કરી આપવામાં આવશે. આના કારણે દરેક વિદ્યાર્થી પોતાનું થેલેસેમિયા સ્ટેટસ જાણી શકશે અને તેને સમજ આપવામાં આવશે કે તેના લગ્ન વખતે જો વિદ્યાર્થી પોતે થેલેસેમિયા માઇનર હોય તો તેના જીવન સાથી થેલેસેમિયા માઈનર ન હોય તે પ્રકારે પસંદગી કરી આગળ વધવામાં આવે તો આવનારા સમયમાં થેલેસેમિયાના નવા દર્દીઓનો જન્મ આપણે અટકાવી શકાય.
 ત્રીજુ એ કે જે રક્તદાતાઓ નું હિમોગ્લોબીન 12.5 ગ્રામ કરતાં ઓછું હોય છે તેમનું રક્ત સ્વીકારવામાં આવતું નથી. અમદાવાદ રેડક્રોસ દ્વારા સૌપ્રથમ વખત આવા તમામ રક્તદાતાઓને ફેરીટીન અને વિટામિન B12 નો ટેસ્ટ નિ:શુલ્ક કરી આપી તેમની હિમોગ્લોબીનની ઉણપ લોહતત્વની ઉણપ ને કારણે છે કે વિટામીન B12 ની ઉણપ ના કારણે છે તે જાણી તેમને જરૂર જણાય તો તે માટેની દવાઓ પણ કોઈપણ પ્રકારના ચાર્જ લીધા વિના આપીને તેમને સ્વસ્થ બનાવવા નો પ્રયાસ કરવામાં આવશે અમદાવાદ રેડક્રોસ રક્તદાતાના રક્તદાન કરવાના નિર્ધારને આવકારે છે અને આ વખતે સંજોગોવસાત તેઓ રક્તદાન નથી કરી શકતા તે ખામીને નિવારી ને ભવિષ્યમાં તેમને રક્તદાનના માનવતાવાદી કાર્યમાં તેઓ જોડાઈ શકે તે માટે આ યોજના શરૂ કરવામા આવી છે.