Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

જીવનસાથીની સાથે કયા કયા સિક્રેટ ક્યારે શેયર કરી શકાય?

06:26 PM May 05, 2023 | Vipul Pandya

જે વ્યક્તિને તમે ગમે ત્યારે, ગમે તે સમયે અને ગમે તે વાત શેયર કરી શકો તેને કહેવાય એક સાચો મિત્ર. અને આવા મિત્ર સાથે તમે લાગણી સાથે બંધાવ તેનું નામ પ્રેમ. અને ત્યાર બાદ આ જ પ્રેમી સાથે આજીવન જીવન માણવાની શરૂઆત કરો એટલે એને કહેવાય ‘લગ્ન’.. પરંતુ એક વાર આ જ મિત્ર જીવનસાથી બની જાય, પછી એ મિત્રતાનું શું, જે તમારી બંન્નેની વચ્ચે લગ્ન પહેલા હતી? શું લગ્ન પછી પણ તમે તમારા જીવનસાથીને બધા જ સિક્રેટ કહેશો ખરા?? 
તો ચાલો ત્યારે વાત કરીએ સાચા અર્થમાં પ્રેમ એટલે શું? 
પ્રેમ એટલે એક એવી લાગણી જેમાં તમારા એ “સમવન-સ્પેશિયલ”ને ખુશ રાખવામાં અને તેમને ખુશ જોવામાં જ તમને પણ એટલી જ ખુશી મળે.
‘વેલેન્ટાઈન ડે’ ના દિવસે સામાન્ય રીતે યંગસ્ટર પ્રેમીઓ તો નોખી રીતે એક-બીજા સાથે સમય પસાર કરતા જ હોય છે. પરંતુ ‘હેપિલી મૅરિડ’ કપલોનું શું? 
શું લગ્ન થાય પછી એક-બીજાને લાગણી વ્યક્ત કરવી ગુનો બની જાય?   લગ્ન બાદ કેટલા કપલ તેમના સ્વાદમાં “I Love You” નું ઉચ્ચારણ કરતા હશે? 
પ્રેમની કોઈ ઍક્સપાયરી ડૅટ હોય છે ખરી?? તો ચાલો વાત કરી પતિ-પત્ની વચ્ચેના સાચા સંબંધોની..


મિત્રતા: 
આપણે જેમ પોતાના મિત્ર સાથે મનની વાત શેયર કરી કેવી હળવાશ અનુભવીએ છે! તો આ જ વાત તમે તમારા જીવનસાથીને શેયર કરવાની આદત પાડી દેશો ને, તો તમારા સંબંધો મજબૂત તો બનશે જ, પરંતુ આ સાથે તમારા સંબંધોમાં જે વિશ્વાસરૂપી મીઠાશ રોજ વધતી નજર આવશે ને જેની તમને કલ્પના પણ નહીં હોય.
અને જ્યારે વિશ્વાસ અને સંબંધોમાં મીઠાશ વધશે તો તે ક્યારેય તમારામાં મનમોટાવ નહીં થવા દે. પરિણામે તમારો સંબંધ હમેશાં તાજો જ જળવાશે..