+

તમારી એવી કેવી મજબૂરી છે કે તમારે આવા લોકોને લેવા પડે છે : જગદીશ ઠાકોર

કોંગ્રેસથી છેડો ફાડી આજે સત્તાવાર રીતે હાર્દિક પટેલે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી દીધો છે. ભાજપના દિગ્ગજ નેતાઓની હાજરીમાં આજે ગાંધીનગરના પાર્ટી કાર્યાલય ખાતે હાર્દિક પટેલનું ભાજપ પરિવારમાં સ્વાગત કરવામાં આવ્યું. હાર્દિકના ભાજપમાં સત્તાવાર રીતે જોડાયા બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે હાર્દિક પà
કોંગ્રેસથી છેડો ફાડી આજે સત્તાવાર રીતે હાર્દિક પટેલે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી દીધો છે. ભાજપના દિગ્ગજ નેતાઓની હાજરીમાં આજે ગાંધીનગરના પાર્ટી કાર્યાલય ખાતે હાર્દિક પટેલનું ભાજપ પરિવારમાં સ્વાગત કરવામાં આવ્યું. હાર્દિકના ભાજપમાં સત્તાવાર રીતે જોડાયા બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની પ્રતિક્રિયા સામે આવી છે. 
કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે હાર્દિક પટેલના ભાજપમાં જોડાવવાને લઇને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, મારે ભાજપના શીર્ષ નેતૃત્વને પૂછવું છે કે, તમારી એવી શું મજબૂરી છે કે તમને રાત્રે અને દિવસે ના સહન થાય એવી, તમારા કાનના કીળા સરી પડે એ શબ્દો બોલનારા લોકોને તમારે લેવા પડે છે. આપણા વડાપ્રધાન મોદી વિશે તેઓ જે બોલ્યા હતા તે આજે જગ જાહેર છે. આજે પણ આ વિડીયો સોશિયલ મીડિયામાં ટ્રેન કરી રહ્યા છે. ત્યારે મારે પૂછવું છે કે તમને એવી કઇ બીક લાગે છે કે, દર અઠવાડિયે, દર પંદર દિવસે, દસ દિવસે આવા લોકોને તમારા પક્ષમાં લઇ અને તમે શું કરવા માગો છો તે સવાલ ઉભો થાય છે. જોકે, સવાલ એ પણ થાય છે કે કોંગ્રેસ તૂટી રહી છે, સવાલ એ પણ છે કે તમે આવા લોકોને લઇને તમારી શું મજબૂરી છે. તમે જોયું જ હશે કે ભૂતકાળમાં જે મિત્રો આજે ભાજપમાં જોડાયા કે જોડાઇ રહ્યા છે તે પહેલા જ્યારે તેઓ કોંગ્રેસમાં હતા ત્યારની તેમની સ્પીચ જુઓ. ત્યારના તેમના મુદ્દાઓ જુઓ. ત્યાર ભાજપના શીર્ષ નેતૃત્વને જે બોલ્યા છે તે શબ્દો જુઓ, તે બધુ જ ભૂલીને શું એવી મજબૂરી છે કે એમને કમલમમાં ગૃહ પ્રવેશ કરાવી રહ્યા છે. 
તેમણે વધુમાં કહ્યું કે, જે લોકો જવાના છે તેમને હું માત્ર એટલી જ વિનંતી કરું છું કે, ઠરી ઠામ થઇને રહેજો, તમારું ભવિષ્ય બને તે દિશામાં કામ કરજો. વળી તે પણ જોવું જોઇએ કે, જેમણે પાટીદાર આંદોલનના સપના બતાવેલા પછી હાર્દિક હોય કે અન્ય કોઇ હોય, જે પ્રજાનો તમે અવાજ બનેલા એ પ્રજાને દુઃખ તો નહીં થાયને તે તમારે જોવું જોઇએ. જે મુદ્દાઓ લઇને તમે નીકળ્યા હતા, એ સમયના મુદ્દાઓને ભૂલીને તમે તમારા સ્વાર્થ માટે તો નથી જઇ રહ્યા, આવી ચર્ચા કરીને લોકોએ નિર્ણય કરવો જોઇએ. 
Whatsapp share
facebook twitter