+

વિરમગામ વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર શું છે, જાણો આ અહેવાલમાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવા જઇ રહી છે ત્યારે દરેક બેઠક પર જાતિ અને જ્ઞાતિ શું સમીકરણો છે અને ક્યા મતદારોનું પ્રભુત્વ છે તે જાણવું પણ ઉત્સુક્તાભરેલું છે. દરેક રાજકીય પક્ષ પોતાનો ઉમેદવાર જાહેર કરતા પહેલા આ તમામ પાસાનો હંમેશા વિચાર કરે છે. 'ગુજરાત ફર્સ્ટ'ની આ વિશેષ શ્રેણીમાં આપ જાણી શકશો કે તમામ વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર શું છે, બેઠકના રાજકીય અને સામાજીક લેખàª
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવા જઇ રહી છે ત્યારે દરેક બેઠક પર જાતિ અને જ્ઞાતિ શું સમીકરણો છે અને ક્યા મતદારોનું પ્રભુત્વ છે તે જાણવું પણ ઉત્સુક્તાભરેલું છે. દરેક રાજકીય પક્ષ પોતાનો ઉમેદવાર જાહેર કરતા પહેલા આ તમામ પાસાનો હંમેશા વિચાર કરે છે. ‘ગુજરાત ફર્સ્ટ’ની આ વિશેષ શ્રેણીમાં આપ જાણી શકશો કે તમામ વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર શું છે, બેઠકના રાજકીય અને સામાજીક લેખા જોખાં શું છે.
ચૂંટણી પૂર્વે તમામ પક્ષો અને કાર્યકર્તાઓની તૈયારી શરૂ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) હવે ગણતરીના મહિના (Gujarat election 2022)બાકી રહ્યા છે. ત્યારે તમામ પક્ષો અને કાર્યકર્તાએ તૈયારી શરુ કરી દીધી છે. છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસ વિરમગામ વિધાનસભા (Viramgam Assembly Seat) હાર્યું નથી. જ્યારે ભાજપ છેલ્લે 2007મા કમાભાઇ રાઠોડ અંદાજિત 3 હજાર મતથી જીત મેળવી હતી. ત્યારબાદ ભાજપ અહીંયા સફળ થયું નથી. હવે 2022મા ભાજપ, કોંગ્રેસની સાથે હવે ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટી (AAP)એ પોતાની દાવેદારી નોંધાવી છે. ત્યારે જોવાનું રહ્યું આ વર્ષે કોણ બાજી મારે છે. 
વિરમગામ વિધાનસભાની ડેમોગ્રાફી: 
વિરમગામ વિધાનસભામાં (Viramgam Assembly Seat) રામપુરા-દેત્રોજ, માંડલ એમ ત્રણ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. 2012 પહેલા આ વિરમગામ-સાંણદ વિધાનસભા એક હતી. જેને 2012મા અલગ કરી વિરમગામ વિધાનસભાને અલગ કરવામાં આવી હતી. જાતિની વાત કરવામાં આવે તો વિરમગામ શહેરમાં સૌથી વધુ મુસ્લિમ સમુદાય વધારે જોવા મળે છે. જ્યારે અન્ય સમાજની વાત કરવામાં આવે તો પટેલ, બ્રાહ્મણ, ઠાકોર સમાજની વસ્તી જોવા મળે છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં નાળોદા રાજપુત, ભરવાડ, કોળી સમાજ, ઠાકોરની વસ્તી જોવા મળી આવે છે. પરંતુ સમગ્ર વિધાનસભામાં ક્ષેત્રેમાં સૌથી વધુ વસ્તી ઠાકોર સમાજની છે.
2012 વિધાનસભા ચૂંટણી – 
વિરમગામ વિધાનસભાનો (Viramgam Assembly Seat)રાજકીય ઇતિહાસ (Assembly seat of Viramgam) ખુબ જ રસપ્રદ રહ્યો છે. પરંતુ ભાજપ છેલ્લા 10 વર્ષથી અહીંયા જીત મેળવી શકી નથી. ભાજપ છેલ્લે 2007મા કમાભાઇ રાઠોડ ભાજપના ઉમેદવાર તરીકે અહીંયાથી વિજય થયા હતા. ત્યારબાદ અહીંયા કોંગ્રેસની સત્તા રહી છે. 2012મા કોંગ્રેસના તેજશ્રીબેન પટેલ વિજય થયા હતા. જ્યારે 2017મા પક્ષ પલ્ટો કરીને આવેલા તેજશ્રીબેનને ભાજપે (Tejshriben Patel Seat) ટીકિટ આપી હતી. પરંતુ કોંગ્રેસના ઉમેદવાર લાખા ભરવાડે તેજશ્રીબેનને (Lakha Bharvad Seat) હરાવ્યા હતા. હવે 2022 ચૂંટણી આવી રહી છે. તો ભાજપમાં ફરી જોડાયેલા કમાભાઇ રાઠોડને ટિકીટ આપે છે કે નહીં તે જોવાનું રહ્યું. 
ભાજપ છેલ્લે કમાભાઈની ઉમેદવારીમાં જીતી શકી છે
ભારતીય જનતા પાર્ટી છેલ્લે કમાભાઇની ઉમેદવારીમાં જ અહીંયા જીતી શકી હતી. હવે આગામી ચૂંટણીમાં દાવેદારી માટે હાર્દિક પટેલ (Hardik Patel) અને અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) જેવા યુવા નેતા ઉભરી આવ્યાં છે. 2012ની ચૂંટણીના પરિણામની વાત કરવામાં આવે તો 2012મા પુરુષમાં કુલ મતદાન 1,26,032ની સામે 85,860 એટલે કે 68.13 ટકા મતદાન થયું હતુ. જ્યારે સ્ત્રીમાં કુલ મતદાન 1,15,034ની સામે 73,604 મતદાન થયું હતું. એટલે 2012મા કુલ અંદાજિત 66.15 ટકા મતદાન થયું હતુ. જેમાં ભાજપના ઉમેદવાર પ્રાગજીભાઇ પટેલને 67,947 મત અને કોંગ્રેસ ઉમેદવાર તેજશ્રીબેન પટેલને 84,930 મત મળ્યા હતાં. જેમાં કોંગ્રેસ ઉમેદવાર તેજશ્રીબેન પટેલ 16,983 મતથી વિજય થયો હતો.
2017 ચૂંટણીનું પરિણામ:
આ બેઠક પર (Viramgam Assembly Seat) 2017મા પુરુષોના કુલ મત 1,40,925ની સામે 1,00,311નું મતદાન જ્યારે સ્ત્રીના કુલ મતદાન 1,30,235ની સામે 83,281 અને અન્ય 6ની સામે 1 મતદાન એટલે કે કુલ 68.16 ટકા મતદાન થયું હતુ. જેમાં 2012મા કોગ્રેસમાંથી જીતીને આવેલા તેજશ્રીબેન પટેલ પક્ષપલટો કરી ભાજપમાં જોડાયા હતાં અને ભાજપે તેજશ્રીબેન પટેલને ટીકિટ આપી હતી. અને કોંગ્રેસમાંથી લાખા ભરવાડને ટિકિટ આપવામાં આવી હતી. જેમાં ભાજપના ઉમેદવાર તેજશ્રીબેન પટેલને 69,630, કોંગ્રેસ ઉમેદવાર લાખા ભરવાડને 76,178 મત જ્યારે અપક્ષ તરીકે ઉભા રહેલ ધ્રુવ જાદવને 12,069 મત મળ્યા હતા. જેમાં કોંગ્રેસ ઉમેદવાર લાખા ભરવાડનો 6,548 મતથી વિજય (Gujarat Assembly Election 2017) થયો હતો.
2022મા મતદારો વધ્યા – 
આ બેઠક પર (Viramgam Assembly Seat) ગત વર્ષે થયેલી વસ્તી ગણતરી મુજબ મતદારોની સંખ્યામાં વધારો થયો છે. જેમાં પુરુષ મતદારોની સંખ્યા 1,54,449, સ્ત્રી મતદારોની સંખ્યા 1,44,484 જ્યારે અન્ય 03 મતદારો થયા છે.
વિધાનસભા બેઠકની ખાસિયત- 
વિરમગામની (Viramgam Assembly Seat) ખાસિયતની વાત કરવામાં આવે તો વિરમગામની સ્થાપના વિરમદેવ વાધેલાએ 1484ની આસપાસ કરી હતી. વિરમગામ શહેરએ ઐતિહાસિક શહેરની સાથે સાથે સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર પણ કહેવામાં આવે છે. વિરમગામ શહેરમાં મિનળદેવી બંધાવેલું મુનસર તળાવ પ્રખ્યાત છે. પરંતુ હેરિટેજ વિભાગ દ્વારા અહીંયા યોગ્ય સમારકામ ન થતા હાલત ખરાબ જોવા મળી આવે છે. આ ઉપરાંત વિરમગામ આખું શહેર 5 દરવાજાની વચ્ચે આવેલું છે. વિરમગામ વિધાનસભામાંથી રાજ્યને હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર જેવા બે યુવા નેતા(Election 2022) આપ્યા છે.
વિધાનસભા બેઠક પર માગણી – 
વિરમગામ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ભરવાડી દરવાજાથી રૈયાપુર દરવાજા સુધીના નવો રસ્તો બનાવવાની માંગ હતી. તે આખરે લગભગ 20 વર્ષ બાદ નવેસરથી રસ્તો બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત વિરમગામ બસ ડેપો દ્વારા માંડલ, રામપુરા, દેત્રોજ આ તાલુકા તમામ રૂટ સંચાલન થતું હોવાથી બસ સ્ટેન્ડ ખંડેર હાલતમાં હતું જ્યા નવું બસ સ્ટેન્ડ નિર્માણ કરવામાં આવ્યું છે. સાથે સાથે નવી તાલુકા કચેરી, મામલતદાર કચેરીનું નિર્માણ કરવામાં આવ્યુ છે. વિરમગામ વિધાનસભાના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વિકાસ તો દૂર દૂર સુધી જોવા મળ્યો જ નથી. વિરમગામ, માંડલ, રામપુરાના રોડ રસ્તાની હાલત ખરાબ જોવા મળી રહી છે. રસ્તા પર ગટરના પાણી આવતા હોવાની અનેકોવાર ફરિયાદ કરવામાં આવી હોવા છતાં કોઇ નિરાકરણ આવતું નથી. 
સમસ્યાઓના ઉકેલની માંગ
અનેકવાર વિરમગામ બજાર એસોસિએશન દ્વારા પણ સ્વંયભુ હડતાળ પાડવામાં આવી હતી તેમ છતા ઉકેલ આવ્યો નથી. વિરમગામ તાલુકાના ખેડૂતો માટે પાકમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે. અવાર-નવાર નર્મદા કેનાલમાં ગાબડા પડવાથી ઉભા પાકને નુકસાન થઇ રહ્યું છે. વલસાડ-વિરમગામ ટ્રેન કોરોનાકાળથી બંધ કરવામાં આવી છે તે ફરી શરુ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. શહેરમાં ગટરના પાણી રસ્તા પર આવી રહ્યા છે. તેનું સમારકામ જલ્દી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. ઐતિહાસિક મુનસર તળાવનું સમારકામ કરવામાં આવે જેથી એક પ્રવાસન સ્થળ તરીકે ઉપયોગમાં લઇ શકાય. આ પ્રકારની સમસ્યાઓના ઉકેલને લઇને આગામી વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) બેઠકના (Viramgam Assembly Seat) લોકો કોના તરફ ઝૂકશે એ કહેવું સાવ મુશ્કેલ પણ નથી.
Whatsapp share
facebook twitter