Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કુનો પાર્કમાં આ શું થઇ રહ્યું છે? ચિત્તાના વધુ બે બચ્ચાના થયા મોત

12:05 PM May 26, 2023 | Hardik Shah

મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્ક (Kuno National Park) થી ફરી એકવાર ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. અહીં વધુ બે ચિત્તાના બચ્ચાનું મોત થયું છે. સૌથી નવાઈની વાત એ છે કે, ત્રણ દિવસમાં કુનો નેશનલ પાર્કમાં ચિત્તાના ત્રણ બચ્ચાના મોત થયા છે. થોડા દિવસો પહેલા જ્વાલા નામની એક માદા ચિત્તાએ કુનો નેશનલ પાર્કમાં 4 બાળ ચિત્તાઓને જન્મ આપ્યો હતો. જેમાથી એક બચ્ચાનું જન્મ બાદ તુરંત જ મોત થયું હતું. આ પછી વધુ બે બચ્ચાનું મોત થયું છે. જ્યારે ચોથું ચિત્તાનું બચ્ચું વન વિભાગનના નિરિક્ષણ હેઠળ છે.

કુલ ત્રણ ચિત્તાના બચ્ચાના મોત

મધ્ય પ્રદેશના વન અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે, આ બાળ ચિત્તાઓના મૃત્યુનું કારણ ગરમી, કુપોષણ અને પશુચિકિત્સકો દ્વારા સારવારના પ્રયાસોના પ્રતિસાદના અભાવના કારણે છે. મળતી માહિતી અનુસાર, છેલ્લા બચેલા બચ્ચાની હાલત પણ ગંભીર હોવાનું કહેવાય છે. કુપોષણ અને શરીરમાં પાણીની ઉણપ બચ્ચાના મૃત્યુનું કારણ હોવાનું કહેવાય છે. એવું પણ કહેવાય છે કે વધુ પડતી ગરમીના કારણે તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી રહી હતી. જણાવી દઈએ કે, જ્વાલા ચિતાએ માર્ચ મહિનાના અંતમાં 4 બચ્ચાને જન્મ આપ્યો હતો. ત્યારે જવાબદાર લોકોએ તમામ બચ્ચા સંપૂર્ણ સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું. પરંતુ, જ્યારે 23 મેના રોજ બચ્ચાનું મૃત્યુ થયું ત્યારે અધિકારીઓએ પ્રેસનોટ જારી કરીને સ્પષ્ટતા કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે મૃત્યુ પામતું બચ્ચું જન્મથી જ ખૂબ જ નબળું હતું. તેમણે કહ્યું કે આવા બચ્ચા ભાગ્યે જ જીવિત રહે છે. ચિત્તાના ત્રણ બચ્ચાના મોત બાદ હવે જોવાનું એ રહેશે કે કેન્દ્ર અને રાજ્યના ઉચ્ચ અધિકારીઓ જવાબદારો સામે શું કાર્યવાહી કરે છે. શું તેઓ કોઈ કાર્યવાહી કરશે કે દર વખતની જેમ આ વખતે પણ તેઓ બચ્ચાના મોત પર પ્રેસનોટ જારી કરીને મૌન પાળશે.

ગયા વર્ષે 20 ચિત્તા લાવવામાં આવ્યા હતા

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે 17 સપ્ટેમ્બરે નામીબિયાથી કુનો નેશનલ પાર્કમાં 8 ચિત્તા લાવવામાં આવ્યા હતા. આ પછી, દક્ષિણ આફ્રિકાથી 12 ચિત્તાઓની બીજી બેચ પણ અહીં લાવવામાં આવી હતી. પ્રોજેક્ટ ચિતા હેઠળ, ચિત્તાઓને તબક્કાવાર ક્વોરેન્ટિન રાખ્યા બાદ ખુલ્લા જંગલમાં છોડવાની પ્રક્રિયા અપનાવવામાં આવી હતી. નામીબિયાથી લાવવામાં આવેલી માદા ચિતા જ્વાલા (સિયા)એ 24 માર્ચે જ પાર્કમાં 4 બચ્ચાને જન્મ આપ્યો હતો. જેમાંથી અત્યાર સુધીમાં 3 બચ્ચા મૃત્યુ પામ્યા છે.

આ પણ વાંચો – કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓ માટે નથી પૂરતી જગ્યા, WIIના પૂર્વ અધિકારીએ જતાવી ચિંતા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ