Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

IPLની વચ્ચે વેસ્ટઈન્ડિઝના સ્ટાર ક્રિકેટર કિરોન પોલાર્ડે કરી ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની કરી જાહેરાત

06:37 AM Apr 18, 2023 | Vipul Pandya

વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ક્રિકેટર કિરોન પોલાર્ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી
નિવૃત્તિની જાહેરાત કરી છે.
20 એપ્રિલના રોજ કિરોન પોલાર્ડે ઇન્સ્ટાગ્રામ પર એક સંદેશ શેર કરી નિવૃત્તિની જાહેરાત
કરી હતી.
34 વર્ષીય કિરોન પોલાર્ડ હાલમાં ભારતમાં
છે અને
IPL 2022માં ભાગ લઈ રહ્યો છે. કિરોન પોલાર્ડે
પોતાના નિવૃત્તિ સંદેશમાં લખ્યું છે કે લાંબા મંથન બાદ મેં આંતરરાષ્ટ્રીય
ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. ઘણા યુવાનોની જેમ મારું સપનું
વેસ્ટ ઈન્ડિઝની ટીમ માટે ક્રિકેટ રમવાનું હતું
. હું ગર્વથી કહું છું કે મેં 15 વર્ષથી વેસ્ટ ઈન્ડિઝ માટે T20 અને ODI ક્રિકેટ રમી છે.કિરોન પોલાર્ડે 2007માં દક્ષિણ આફ્રિકા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેણે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 20 ફેબ્રુઆરીએ કોલકાતામાં ભારત સામે રમી હતી. પોલાર્ડે નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે પરંતુ તે આઈપીએલની લીગમાં રમવાનું ચાલુ
રાખશે.

javascript:nicTemp();

કિરોન પોલાર્ડની આંતરરાષ્ટ્રીય કારકિર્દી

T20 ક્રિકેટના દિગ્ગજ ગણાતા 34 વર્ષીય કિરન
પોલાર્ડે વેસ્ટ ઈન્ડિઝ માટે
123 ODI રમી છે.  જ્યારે 101 T20 ઈન્ટરનેશનલ મેચો પણ રમી છે. કિરોન
પોલાર્ડના નામે
2706 ODI રન અને 55 વિકેટ છે. જ્યારે ટી20 ઈન્ટરનેશનલમાં
કિરોન પોલાર્ડે
1569 રન અને
42 વિકેટ પોતાના નામે કરી છે.


કુલ ODI – 115

રન – 2706

સરેરાશ – 26.01

સદી – 3

અર્ધસદી – 13

છગ્ગા – 135

ચોગ્ગા – 171

 

કુલ T20 – 101

રન – 1569

સરેરાશ – 25.30

અર્ધી સદી – 6

છગ્ગા – 99

ચોગ્ગા – 94