+

વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર બેટ્સમેન લેન્ડલ સિમોન્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર બેટ્સમેન લેન્ડલ સિમોન્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે વેસ્ટ ઈન્ડિઝ માટે ક્રિકેટના તમામ ફોર્મેટમાં 3763 રન બનાવ્યા હતા. 25 જૂન 1985ના રોજ ત્રિનિદાદમાં જન્મેલા લેન્ડલ સિમોન્સે 2006માં વેસ્ટ ઈન્ડિઝમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે પાકિસ્તાન સામેની ODI મેચ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. તેણે છેલ્લી વનડે મેચ 2015માં વેàª

વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર બેટ્સમેન લેન્ડલ સિમોન્સે
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે વેસ્ટ ઈન્ડિઝ માટે
ક્રિકેટના તમામ ફોર્મેટમાં 3763 રન બનાવ્યા હતા. 25 જૂન 1985ના રોજ ત્રિનિદાદમાં
જન્મેલા લેન્ડલ સિમોન્સે 2006માં વેસ્ટ ઈન્ડિઝમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે
પાકિસ્તાન સામેની
ODI મેચ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં
પદાર્પણ કર્યું હતું. તેણે છેલ્લી વનડે મેચ 2015માં વેસ્ટ ઈન્ડિઝ માટે રમી હતી. આ
પછી તે ખરાબ ફોર્મ અને ઈજાના કારણે ટીમનો ભાગ નહોતો. તેણે વેસ્ટ ઈન્ડિઝ માટે 68
વનડેમાં 31.58ની એવરેજથી 1958 રન બનાવ્યા. તે પોતાની
ODI કારકિર્દીમાં માત્ર બે જ સદી ફટકારી
શક્યો હતો. 
સિમોન્સની ટેસ્ટ કારકિર્દી બહુ સારી રહી ન હતી.
તેણે 2009માં વેસ્ટ ઈન્ડિઝમાં ડેબ્યૂ કર્યું હતું અને તેની છેલ્લી ટેસ્ટ મેચ
2011માં બાંગ્લાદેશ સામે રમી હતી. તેની બે વર્ષની ટેસ્ટ કારકિર્દી દરમિયાન તેણે
માત્ર 8 મેચ રમી હતી. આ દરમિયાન સિમન્સે 17.38ની એવરેજથી 278 રન બનાવ્યા હતા.


લેન્ડલ સિમોન્સની T20 કારકિર્દી અન્ય બંને ફોર્મેટ કરતા
સારી હતી. સિમન્સે વેસ્ટ ઈન્ડિઝ માટે 68 ટી-20 મેચમાં 1527 રન બનાવ્યા હતા. આ
દરમિયાન તેણે 9 અડધી સદી ફટકારી હતી. કેરેબિયન પ્રીમિયર લીગ ફ્રેન્ચાઇઝી ટ્રિનબેગો
નાઇટ રાઇડર્સે તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર લેન્ડસ સિમોન્સની નિવૃત્તિની
પુષ્ટિ કરી છે.
લેન્ડલ સિમોન્સે IPLમાં પણ ઘણી શાનદાર ઇનિંગ્સ રમી હતી.
તેણે
IPLની 4 સિઝનમાં ભાગ લીધો હતો. તેનું
સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2015માં આવ્યું હતું
, જ્યારે તેણે આ સિઝનમાં 13 મેચમાં 540 રન બનાવ્યા હતા. તે મુંબઈ ઈન્ડિયન્સનો
ભાગ હતો.
IPLમાં તેણે 29 મેચમાં 1079 રન બનાવ્યા
હતા. 2014માં તેણે
IPLમાં પણ સદી ફટકારી હતી.

 

આ પહેલા સોમવારે વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન
અને વિકેટ કીપર બેટ્સમેન દિનેશ રામદીને તાત્કાલિક અસરથી આંતરરાષ્ટ્રીય
ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. દિનેશ રામદીને તેની નિવૃત્તિની માહિતી
સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. તેણે ડિસેમ્બર 2019માં વેસ્ટ ઈન્ડિઝ માટે છેલ્લી
આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. ઈંગ્લેન્ડના દિગ્ગજ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે પણ આજે
ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત
કરી છે. તે મંગળવારે દક્ષિણ આફ્રિકા સામે તેની છેલ્લી વનડે મેચ રમશે.

Whatsapp share
facebook twitter