Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પશ્ચિમ બંગાળના TMC નેતાના ઘેર જોરદાર બોંબ વિસ્ફોટ, 2ના મોત

01:55 PM Apr 27, 2023 | Vipul Pandya

પશ્ચિમ બંગાળ (West Bengal)ના મિડનાપોર જિલ્લાના ભુપતિ નગરમાં ટીએમસી (TMC)ના નેતા રાજકુમારના ઘેર બોંબ બ્લાસ્ટ (Bomb blast) થયો હોવાના સમાચાર મળી રહ્યા છે.  ઘટનામાં બે ટીએમસી કાર્યકરોના મોત થયા છે. ઉપરાંત, અન્ય કાર્યકરો ઘાયલ થયા છે. ટીએમસીના નેતા અભિષેક બેનરજીની બેઠક પહેલાં ભુપતિ નગરમાં આ વિસ્ફોટ થયો હતો. તૃણમુલના બૂથ પ્રમુખની લાશ વિસ્ફોટ સ્થળથી દોઢ કિમી દુર મળી હતી.
દેશી બોંબ મળી આવ્યો 
આ બોમ્બ વિસ્ફોટમાં ટીએમસી કાર્યકરો પણ ઘાયલ થયા છે. અહેવાલ છે કે દેશી બોમ્બ અહીં મળી આવ્યો છે, જેના કારણે આ બોમ્બ વિસ્ફોટ થયો છે. પોલીસ આ કેસની તપાસમાં સામેલ થઈ છે. મિદનાપોર પોલીસ સ્ટેશનના અધિકારીઓ સ્થળ પર હાજર છે. ઘરની તસવીરો પણ બહારઆવી છે જેમાં જોવા મળે છે કે વિસ્ફોટ કેટલો જોરદાર હતો. રાત્રે 11 વાગે આ ઘટના બની છે.  

ભાજપનો ગંભીર આરોપ
બીજી બાજુ, આ બાબત ઉપર રાજકીય હંગામો પણ તેની ટોચ પર છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે દેશી બોમ્બ ટીએમસીના નેતા રાજકુમારના ઘરે બનાવવામાં આવી રહ્યા છે. ભાજપ કહે છે કે આગામી મહિનાઓમાં પંચાયત ચૂંટણીઓ છે અને આ ટીએમસીની હંગામો કરવાની તૈયારી હતી. ભાજપે પણ આ કેસમાં એનઆઈએ તપાસની માંગ કરી છે.
રાજકીય હંગામો મચ્યો 
આ બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચ્યો છે. ટીએમસી બૂથના અધ્યક્ષ રાજકુમાર અને વિશ્વજીત ગાયનનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. હાલમાં પોલીસ અને ટીએમસી નેતાઓ તરફથી આ કેસમાં કોઈ નિવેદન બહાર આવ્યું નથી. થોડા સમય પહેલા, ટીએમસીના નેતા સુકુર અલીને ઉત્તર 24 પરગણામાં પોલીસે હથિયારોથી પકડ્યો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.