Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

West Bengal : બંગાળ હિંસા પર Sambit Patra ના Mamata Banerjee પર આકરા પ્રહાર

04:27 PM Jul 11, 2023 | Hiren Dave

પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણી બાદ મતગણતરી ચાલી રહી છે. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં ભાજપના નેતા બંગાળની ચૂંટણીની સ્થિતિ પર આકરા પ્રહાર કરતા નજર આવ્યા હતા. સંબિત પાત્રાએ પશ્ચિમ બંગાળ સરકારને ઘેરી અને અહીંની હિંસાને પ્રાયોજિત ગણાવી હતી. પાત્રાએ કહ્યું કે, બંગાળમાં થયેલી હત્યાઓમાં વહીવટીતંત્ર પણ સામેલ છે.

સંબિત પાત્રાએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું 
સંબિત પાત્રાએ કહ્યું કે, રાજ્યમાં 6 હજારથી વધુ મતદાન મથકોને ફરીથી મતદાન કરાવવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ તેમ કરવામાં ન આવ્યું. આ પક્ષપાત દર્શાવે છે. તેમણે કહ્યું કે, સેન્ટ્રલ ફોર્સ હોવા છતાં 45 લોકોની હત્યા એ દર્શાવે છે કે, રાજ્ય સરકાર પ્રાયોજિત રૂપે હત્યાને અંજામ આપી રહી હતી. સંબિત પાત્રાએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર નિશાન સાધતા પૂછ્યું – ‘કહાં હૈ મોહબ્બત કી દુકાન?’

ભાજપના નેતા સંબિત પાત્રાએ બંગાળની ચૂંટણીમાં થયેલી હિંસાને રાજ્ય પ્રાયોજિત હત્યા ગણાવી છે. તેમના મતે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં માર્યા ગયેલા તમામ લોકોની હત્યા પૂર્વ આયોજિત હતી. તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં આ રાજ્ય પ્રાયોજિત હત્યાઓ છે. તેમણે વધુમાં કહ્યું કે આ દરેકની મિલીભગતથી કરવામાં આવેલ કૃત્ય છે. આમાં માત્ર રાજકીય પક્ષ જ નહીં પરંતુ વહીવટી લોકોનો પણ હાથ છે.
 સંબિત  પાત્રાએ આરોપ લગાવ્યો કે આ લોકોની હત્યા ધોળા દિવસે કરવામાં આવી હતી કારણ કે તેઓ ટીએમસીને વોટ નહોતા આપી રહ્યા. તેમણે કહ્યું કે એવું નથી કે આમાં માત્ર ભાજપના કાર્યકરો માર્યા ગયા છે પરંતુ તેમાં કોંગ્રેસી, કમ્યુનિસ્ટ અને બીજી પાર્ટીઓના લોકોનું પણ મર્ડર થયુ છે.
આપણ  વાંચો –