Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

West African Praises BJP: આફ્રિકાની ધરતી પણ અબ કી બાર 400 પારના નારાથી ગુંજી…!

09:30 PM Apr 26, 2024 | Aviraj Bagda

West African Praises BJP: દેશમાં લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) નો પ્રારંભ થઈ રહ્યો છે. તેની સાથે લોકસભા ચૂંટણી (Lok Sabha Election) અંતર્ગત 7 તહક્કાઓ પૈકી 2 તમક્કાની ચૂંટણી પ્રક્રિયા પણ શરુ થઈ ગઈ છે. બીજી તરફ ભારતમાં યોજાયેલી લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) પર દુનિયાભરના દેશ બાજનજર રાખીને બેઠા છે.

  • પશ્ચિમ આફ્રિકામાં PM મોદી માટે જોવા મળ્યો પ્રેમ

  • ઘાનામાં રહેતા લોકોએ માસ્ક અને ખેસ સાથે કર્યો પ્રચાર

  • બારડોલી BJP ઉમેદવાર પ્રભુ વસાવાનો પણ કર્યો પ્રચાર

  • કુકરમુંડાના ઉમેદ ગામના યુવકે આફ્રિકામાં બનાવ્યો વીડિયો

તે ઉપરાંત વિદેશમાં પણ લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ને લઈ લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. વિદેશમાં પણ લોકો પોતાના મનપસંદ ઉમેદવાર માટે હુંકાર કરી રહ્યા છે. ત્યારે તાજેતરમાં BJP માટે વિદેશમાં પણ પ્રચાર જોવા મળી રહ્યો છે. પશ્ચિમ આફ્રિકામાં PM Modi માટે પ્રેમ જોવા મળી રહ્યો છે. BJP અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચાહક તાપી જિલ્લાના બારડોલી તાલુકાનો વતની હાલમાં પશ્ચિમ આફ્રિકામાં રહે છે.

આ પણ વાંચો: Bhavnagar : મહેશ કસવાળા સામે ક્ષત્રિય યુવાનોના જય ભવાનીના નારા

સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો

ખેડૂત પરિવારના યુવકે પશ્ચિમ આફ્રિકામાં BJP બારડોલી (Lok Sabha Election) લોકસભા બેઠકના ઉમેદવાર પ્રભુભાઈ વસાવાનો પ્રચાર કર્યો હતો. તેણે આ પ્રચારનો એક વીડિયો સોશિયમ મીડિયામાં પણ પોસ્ટ કર્યો હતો. તો આ પ્રચારમાં યુવક સાથે તેની ઑફિસના અન્ય કર્મચારીઓ પણ PM Modi અને BJPની તરફેણમાં નારા લગાવી રહ્યા હતા.

આ પણ વાંચો: VADODARA : સાંકરદા ટેન્કર-ટેમ્પો વચ્ચે અકસ્માતમાં 5 ના મોત, વાંચો ઇજાગ્રસ્તોની યાદી

આફ્રિકામાં 400 પારના નારા લાગ્યા

તો વીડિયોમાં જોઈ શકાય છે કે, પશ્ચિમ આફ્રિકાના અમુક લોકો BJPને ખેસ પહેરીને ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. તો તેઓ BJPના લોકસભા (Lok Sabha Election) ઉમેદવાર પ્રભુભાઈના નામના નારા લગાવી રહ્યા છે. તે ઉપરાંત તે વિસ્તારની સ્થાનિક પોલીસ પણ PM Modi ના નામનો હુંકાર કરી રહ્યા છે. તે લોકો અબકી બાર 400 પારના નારા લગાવી રહ્યા છે.

આ પણ વાંચો: Kshatriya Asmita Sammelan : 28 મીએ અહીં યોજાશે ક્ષત્રિયોનું મહાસંમેલન, પુરુષ-મહિલાઓ માટે ડ્રેસ કોડ પણ નક્કી!