Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

જીતીને પણ હારી જશે પુતિન : યુક્રેનની સામે પહેલાથી જ હારી ગયું છે યુદ્ધ, જાણીતા લેખકે કર્યો ઘટસ્ફોટ

07:33 PM Apr 25, 2023 | Vipul Pandya

હાલમાં
વિશ્વભરના લોકોની નજર એક જ વસ્તુ પર રહેલી છે. તે છે રશિયા અને યુક્રેન વચ્ચેનું
યુદ્ધ. જી હા 
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ
થયાને લગભગ એક સપ્તાહ જેટલો સમય વીતી ગયો છે અને જો રશિયા રાષ્ટ્રપતિ વ્લાદિમીર
પુતિન સૈનિકો દ્વારા યુક્રેન પર કબજો જમાવી લે અને યુક્રેનને કદાચ હરાવી દે તો પણ તે
જીત હાર જેવી જ હશે. આ કહેવું છે ઇઝરાયેલમાં રહેતા પ્રખ્યાત ઇતિહાસકાર અને સેપિયન્સના
લેખક યુવલ નોહ હરારીનું. તેમણે કહ્યું છે કે, પુતિન ભલે તમામ મોરચે જીતી જાય
. પરંતુ તેમ છતાં તે આ યુદ્ધ હારી જશે.
તેમનું કહેવું છે કે યુક્રેનના સામાન્ય લોકો જે રીતે રશિયા સામે લડી રહ્યા છે અને
રશિયાના કબજાનો વિરોધ કરી રહ્યા છે
તેના કારણે આ દેશ પર કબજો જમાવી લીધા પછી પણ રશિયા માટે સરળતાથી શાસન
કરવું શક્ય નહીં બને.

 

લેખક યુવલ નોહ હરારીએ ગાર્ડિયન માટે
લખેલા એક લેખમાં સવિસ્તાર સમજાવ્યું કે શા માટે રશિયા આ યુદ્ધ જીત્યા પછી પણ હારી
જશે. તેમણે રશિયા અને યુક્રેન યુદ્ધ વિશે ઘણી ચોંકાવનારી વાતો કહી છે
તેની પાછળ તેમનો પોતાનો તર્ક છે. તમને
જણાવી દઈએ કે આ યુદ્ધમાં રશિયન ટેન્ક પણ નષ્ટ થઈ રહી છે
, રશિયન સૈનિકો પણ માર્યા ગયા છે. /યહુદ્દી લેખક યુવલ નોહ હરારીનું કહેવું છે કે
રશિયાને જેટલું નુકસાન થઈ રહ્યું છે તેટલી જ યુક્રેનના લોકોની હિંમત વધી રહી છે. તો
સાથે સાથે
યુક્રેનમાં મૃત્યુ પામેલા લોકોની
સંખ્યાના બદલામાં રશિયા પ્રત્યે લોકોની નફરત વધી રહી છે.

 


યુક્રેનના લોકોની હિંમત ખરેખર
બિરદાવવા લાયક

લેખકનું કહેવું છે કે રશિયન રાષ્ટ્રપતિ
વ્લાદિમીર પુતિનનું રશિયન સામ્રાજ્યનું પુનઃનિર્માણ કરવાનું સપનું છે. પરંતુ રશિયન સામ્રાજ્યનું જૂઠ હંમેશા એ હકીકત પર
રહે છે કે યુક્રેન અસલી રાષ્ટ્ર નથી. યુક્રેનના લોકો પણ અસલી નથી અને કિવ
, ખાર્કિવ, લિવિવના લોકો મોસ્કોનું શાસન ઈચ્છે છે.
જે સદંતર ખોટું છે. યુવલ નોહ હરારીએ કહ્યું છે કે સત્ય એ છે કે યુક્રેનનો હજારો
વર્ષનો ઈતિહાસ છે. જ્યારે મોસ્કો ગામ પણ નહોતું ત્યારે કિવ એક મોટું શહેર હતું.
પરંતુ રશિયાએ એટલું જૂઠું બોલ્યું છે કે તે સાચું લાગે છે. પુતિનને રશિયન
સામ્રાજ્યની સ્થાપના માટે તુલનાત્મક રીતે લોહી વિનાની જીત નોંધાવવાની જરૂર હતી.
પરંતુ જે રીતે યુદ્ધ આગળ વધી રહ્યું છે
, તેમાં ઘણું લોહી
વહી રહ્યું છે તે રશિયાની મુશ્કેલીમાં સતત વધારો કરી રહ્યું છે. જેના પગલે જેમ જેમ
યુક્રેનના લોકોનું લોહી વહેશે તેમ યુક્રેનના લોકોમાં રશિયા સામે નફરત વધતી જશે.
યુવલ નોહ હરારી કહે છે કે જ્યારે પુતિને યુક્રેન પર હુમલો કર્યો ત્યારે તેઓ જાણતા
હતા કે યુક્રેન મદદ માટે સૈનિકો નહીં મોકલે. યુરોપના ઘણા દેશો રશિયાના ગેસ અને તેલ
પર નિર્ભરતા ધરાવે છે. જેના પગલે રશિયાનો વિરોધ કરતા પહેલા આ દેશો બે વખત વિચારશે.
જ્યારે
જર્મની પણ આ મામલે હસ્તક્ષેપ કરતા
ખચકાશે. યુક્રેનના લોકોએ યુદ્ધની શરૂઆતમાં જ જવાબ આપ્યો.


જીત મેળવવી સરળ પરંતુ પકડ જાળવી રાખવી મુ્શ્કેલ

યુવલ નોહ હરારીએ લેખમાં એમ પણ કહ્યું
છે કે ઈરાક અને અફઘાનિસ્તાનમાં સોવિયેત યુનિયનમાં અમેરિકાને એક વાત સમજાઈ ગઈ છે.
કોઈ દેશ પર જીત મેળવવી આસાન છે પરંતુ
તેના પર પકડ જાળવી રાખવી મુશ્કેલ છે. પુતિન સારી રીતે જાણે છે કે તેમની પાસે
યુક્રેન પર કબજો કરવાની શક્તિ છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું યુક્રેનના
લોકો આ જબરદસ્તી વાળા શાસનને સ્વિકારશે ખરા
? કારણ કે
યુક્રેનના લોકોમાં રશિયાને લઈને નફરત દિવસે દિવસે વધી રહી છે. યુક્રેનના લોકો જે
રીતે રશિયા સામે લડી રહ્યા છે તે પણ એક બિરદાવવા લાયક છે. આજે વિશ્વભરમાં તેના
વખાણ થઈ રહ્યા છે. 
યુવલે કહ્યું છે કે આ યુદ્ધ ભલે લાંબા
સમય સુધી ચાલે
, પરંતુ આખરે જીત રશિયાની નહીં થાય. તેણે
કહ્યું છે કે
2014માં જ્યારે રશિયાએ ક્રિમિયા પર આક્રમણ
કર્યું ત્યારે ક્રિમિયાના લોકોએ બહુ પ્રતિકાર કર્યો ન હતો. અને આને ધ્યાનમાં
રાખીને
, કદાચ રશિયા યુક્રેન વિશે ગેરસમજમાં
ગયો. તેણે એમ પણ કહ્યું છે કે યુક્રેનના લોકો દિલથી પોતાનો પ્રતિકાર વ્યક્ત કરી
રહ્યા છે. સાથે જ દુનિયાભરના લોકોના દિલ જીતી લીધા છે.