Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

WEATHER UPDATE : રાજ્યમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો, ઠંડા પવનોની સાથે ધુમ્મસવાળું વાતાવરણ દેખાયું

10:30 AM Dec 26, 2023 | Harsh Bhatt

ડીસેમ્બર મહિનો આવતાની સાથે જ ગુજરાતમાં કાતિલ ઠંડીનો પારો ધીમે ધીમે વધી રહ્યો છે, ત્યારે ઠંડા પવનોના કારણે લોકો ઠુંઠવાયા છે. શિયાળા કારણે રાજ્યમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. રાજ્યમાં વહેલી સવારે ઠંડા પવનોની સાથે ધુમ્મસવાળું વાતાવરણ નજરે ચડ્યું હતું. આમ વહેલી સવારના ઠંડા ફૂંકાતા પવનના કારણે લોકો હાલ ઠંડીની અનુભૂતિ કરી રહ્યા છે.

ઠંડીની અસર અમદાવાદ શહેરમાં પણ જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારમાં જ ઠંડા પવન ફૂંકાયા હતા. શહેરમાં સવાર થતાનીઓ સાથે જ ઠંડા પવનોની સાથે ફોગ વાળું વાતાવરણ જોવા મળ્યું હતું. શહેરમાં તેના કારણે વહેલી સવારે હિલસ્ટેશન પર હોય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું. શિયાળાની શીતળ સવારમાં શહેરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સાથે જ 11 ડિગ્રીમાં નલિયા રાજ્યનું સૌથી  ઠંડુગાર શહેર બન્યું છે.

આ પણ વાંચો — SURAT : સુરતીલાલાઓએ યોગા, એરોબિક્સ અને ઝુંબાથી કરી શિયાળાના સવારની સ્ફૂર્તિ વાળી શુરૂઆત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ