+

WEATHER UPDATE : અમરેલીમાં નોંધાયું દેશનું સૌથી વધુ તાપમાન, વધતી જતી ગરમીથી ગુજરાત પરેશાન

WEATHER UPDATE : ગુજરાતમાં હવે ગરમીના પ્રમાણમાં વધારો થઈ શકે તેવી પરિસ્થતિ હવે સર્જાઇ છે. રાજ્યના 14 શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. તેમ અમરેલીમાં તો ગરમીએ રેકોર્ડ તોડ્યો…

WEATHER UPDATE : ગુજરાતમાં હવે ગરમીના પ્રમાણમાં વધારો થઈ શકે તેવી પરિસ્થતિ હવે સર્જાઇ છે. રાજ્યના 14 શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. તેમ અમરેલીમાં તો ગરમીએ રેકોર્ડ તોડ્યો છે. દેશમાં સૌથી વધુ અમરેલીમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે. એ સાથે સાથે ગુજરાતના અન્ય શહેરોમાં પણ ગરમીનો પારો વધ્યો છે. રાજકોટમાં 43.8 ડિગ્રી, અમદાવાદમાં 42.2  અને સુરતમાં 42.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર ગુજરાતની જનતાને હજુ એક સપ્તાહ સુધી ગરમીથી નહીં મળે રાહત.

  • રાજકોટમાં 43.8 ડિગ્રી તાપમાન
  • વડોદરામાં 43.6 ડિગ્રી તાપમાન
  • અમદાવાદમાં 42.2 ડિગ્રી તાપમાન
  • સુરતમાં 42.1 ડિગ્રી તાપમાન
  • કંડલામાં 42.2 ડિગ્રી તાપમાન
  • ભુજમાં 41.6 ડિગ્રી તાપમાન
  • સુરત અને જૂનાગઢમાં 42.1 ડિગ્રી તાપમાન

સૌરાષ્ટ્રમાં ગરમીનો પારો ઉપર જતા લોકો ત્રાહિમામ

WEATHER

WEATHER

 

સૌરાષ્ટ્રમાં ગરમીનો પારો ઉપર જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ગરમીનું પ્રમાણ સૌરાષ્ટ્રમાં હવે એ પ્રમાણ સુધી વધ્યું છે કે રાજકોટમાં ગરમીથી 72 લોકો બેભાન થવાના કિસ્સાઓ સામે આવ્યા છે. રાજકોટ મનપા આરોગ્ય વિભાગની લોકોને ગરમીથી બચવા માટે કામ વગર બપોરના સમયે બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. ઉપરાંત સતત પાણી અને પ્રવાહી પીતા રહેવાની અપીલ લોકોને કરવામાં આવી છે.

આ પણ વાંચો : NAVSARI : આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ C R PATIL શક્તિપ્રદર્શન સાથે નોંધાવશે પોતાની ઉમેદવારી

આ પણ વાંચો : Surat UPSC: ભાડે રહેતી દીકરીએ જોયું હતું આઇએએસ બનવાનું સપનું, સુરતના ભાવી ઓફિસરને ઓળખો છો?

Whatsapp share
facebook twitter