Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અમદાવાદના વાતાવરણમાં આવ્યો પલટો, તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદ

08:44 PM May 28, 2023 | Hiren Dave

હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા ચારે તરફ પાણી ફરી વળ્યા છે.

તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદને પગલે ચારે તરફ ઠંડક પ્રસરી છે. અસહ્ય ઉકળાટ બાદ વરસાદનું આગમન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. બપોર બાદ વાદળછાયુ વાતાવરણ છવાયુ છે. અમદાવાદમાં બે કલાકમાં સરેરાશ દોઢ ઇંચ ,સૌથી વધુ ચાંદખેડા, જોધપુરમાં 3-3 ઇંચ,ગોતા અને સરખેજમાં અઢી ઇંચ ,પાલડી, ઉસ્માનપુરા, ચાંદલોડિયામાં 2-2 ઇંચ,વટવામાં બે કલાકમાં પોણા બે ઇંચ ,મણિનગર અને રાણીપમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો.

જેની શરૂઆત અગાઉ જ અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને સેટેલાઈટ, એસજી હાઇવે, વસ્ત્રાપુર, સરખેજ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે.અનેક વિસ્તારોમાં વરસાદી વરસાદી ઝાપટા પડ્યા હતા. હવામાન વિભાગની કમોસમી વરસાદ અંગેની આગાહીને પગલે આજે અમદાવાદના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને  સાંજના સમયે અમદાવાદના અનેક વિસ્તારોમાં કમોસમી માવઠું વરસ્યું હતું. બોડકદેવ, ઈસનપુર, શાહપુર,જશોદાનગર હાટકેશ્વર, બોપલ, ઘુમા, શીલજ, જીવરાજપાર્ક, ઘાટલોડિયા, ચાંદલોડિયા, વાડજ, અખબારનગર, RTO સર્કલ, ચાંદખેડા, વસ્ત્રાલ, ખાડિયા, મણિનગર,રાયપુરમાં વરસાદ પડતા માર્ગો પરથી પાણી ચાલતા થયા હતા

આ પણ  વાંચો –કુમાર કાનાણી ફરી આકરા પાણીએ! ખાદ્ય પદાર્થમાં ભેળસેળ બંધ કરવા CMને લખ્યો પત્ર