Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Weather Forecast : ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આગાહી, આ જિલ્લામાં સૌથી વધુ ગરમી

08:31 AM Apr 07, 2024 | Vipul Sen

રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. મોટા ભાગના જિલ્લાઓમાં ગરમીનો પારો 37 ડિગ્રીથી ઉપર નોંધાયો છે. અમદાવાદની (Ahemdabad) વાત કરીએ તો છેલ્લા 3 દિવસમાં તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો વધારો થયો છે. ત્યારે આવનારા દિવસોમાં ગરમીમાં વધારો થશે તેવી આગાહી (Weather Forecast) કરવામાં આવી છે. આ સાથે કમોસમી વરસાદ પડવાની પણ સંભાવના છે.

આવનારા દિવસોમાં રાજ્યમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે. હાલના સમયમાં મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 37 ડિગ્રીથી વધુ નોંધાયું છે. અમદાવાદની (Ahemdabad) વાત કરીએ તો છેલ્લા 3 દિવસમાં તાપમાનમાં (temperature) 3 ડિગ્રી સુધીનો વધારો ઝીંક્યો છે અને તાપમાન 38.3 ડિગ્રી સુધી પહોંચ્યું છે. જ્યારે ગાંધીનગરમાં (Gandhinagar) 38.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અન્ય જિલ્લાઓ જેમકે ભાવનગરમાં તાપમાન 39.5 ડિગ્રી, રાજકોટમાં (Rajkot) 39 ડિગ્રી, અમરેલીમાં 38.8 ડિગ્રી અને ભુજમાં 37.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉપરાંત, વડોદરામાં તાપમાન 37.4 ડિગ્રી, સુરતમાં (Surat) 37.4 ડિગ્રી, ડીસામાં 37.2 ડિગ્રી, પોરબંદરમાં 36 ડિગ્રી અને કંડલામાં 34.4 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું છે.

ભાવનગરમાં સૌથી વધુ ગરમી, 11 થી 13 એપ્રિલ વચ્ચે માવઠાની આગાહી

હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ, આવનારા દિવસોમાં ગરમીનો પારો વધુ વધી શકે છે. સૌથી વધુ તાપામાન ભાવનગરમાં (Bhavnagar) 39.5 ડિગ્રી નોંધાયું છે. આ સાથે હવામાન વિભાગ દ્વારા માવઠાંની (Unseasonal rain) પણ આગાહી (Weather Forecast) કરવામાં આવી છે. રાજ્યમાં 11 થી 13 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદ પડી શકે છે. આથી ખેડૂતોની ચિંતામાં વધારો થઈ શકે છે. જો કે, હાલ હિટવેવની આગાહી કરવામાં આવી નથી. પરંતુ, લોકોને સાવચેતી રાખવા સૂચન કરવામાં આવ્યું છે.

 

આ પણ વાંચો – weather forecast : આગામી 3 દિવસ બાદ રાજ્યમાં વધશે ગરમીનો પ્રકોપ! જાણો હવામાન વિભાગની આગાહી વિશે

આ પણ વાંચો – AHMEDABAD : કાળજાળ ગરમીથી બચવા મ્યુનિસિપલ કોર્પોરેશનની તૈયારીઓ શરૂ, શહેરીજનો માટે કરાશે આ ખાસ વ્યવસ્થા

આ પણ વાંચો – weather forecast : કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે આ જિલ્લામાં વાતાવરણમાં પલટો! ધરતી પુત્રોમાં ચિંતા