Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

weather forecast : આગામી 3 દિવસ બાદ રાજ્યમાં વધશે ગરમીનો પ્રકોપ! જાણો હવામાન વિભાગની આગાહી વિશે

09:46 AM Apr 05, 2024 | Vipul Sen

રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધી શકે તેમ છે. આગામી સમયમાં તાપમાનમાં વધારાની આગાહી (weather forecast) હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગાહી મુજબ, આગામી 3 દિવસ બાદ તાપમાનમાં 1 થી 2 ડિગ્રી સુધીનો વધારો નોંધાઈ શકે છે. સાથે જ તાપમાન (temperature) 40 ડિગ્રી સુધી જવાની શક્યતા છે.

3 દિવસ બાદ તાપમાન 1-2 ડિગ્રી વધારાની શક્યતા

અમદાવાદ હવામાન વિભાગ (Ahmedabad Meteorological Department) દ્વારા આ આગાહી કરવામાં આવી છે. જે મુજબ, આગામી 3 દિવસ બાદ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થતાં 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જો કે, હાલ હિટવેવની (heatwave) આગાહી કરવામાં આવી નથી. પરંતુ, તેમ છતાં વિભાગે લોકોને બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે. તાપમાનની વાત કરીએ તો રાજકોટમાં 38.6 ડિગ્રી અને અમરેલીમાં 38.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

જિલ્લા મુજબ તાપમાન

વડોદરા (Vadodara) અને છોટા ઉદેપુરમાં 36.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે સુરતમાં (Surat) 36.7 ડિગ્રી અને ભાવનગરમાં 36.6 ડિગ્રી, ગાંધીનગરમાં (Gandhinagar) 36 ડિગ્રી અને અમદાવાદમાં (Ahmedabad) 35.7 ડિગ્રી, ભુજમાં 33.2 ડિગ્રી અને પોરબંદરમાં 33 ડિગ્રી અને કંડલામાં 31.3 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી (weather forecast) મુજબ, આવનારા દિવસોમાં રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છ (Saurashtra-Kutch) અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં તાપમાનનો પારો વધુ ઊંચકાય તેવી શક્યતાઓ છે. આથી આગામી દિવસોમાં લોકોને વધુ ગરમીનો અનુભવ થઈ શકે છે.

 

આ પણ વાંચો – AHMEDABAD : કાળજાળ ગરમીથી બચવા મ્યુનિસિપલ કોર્પોરેશનની તૈયારીઓ શરૂ, શહેરીજનો માટે કરાશે આ ખાસ વ્યવસ્થા

આ પણ વાંચો – weather forecast : કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે આ જિલ્લામાં વાતાવરણમાં પલટો! ધરતી પુત્રોમાં ચિંતા

આ પણ વાંચો – અંબાલાલ પટેલની આગાહી, રાજ્યમાં આગામી દિવસોમાં આવી શકે છે આ મોટું સંકટ!