Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રાજ્યમાં આગામી દિવસોમાં વધશે ગરમી, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી

11:34 PM Mar 14, 2024 | Hardik Shah

રાજ્યમાં અત્યારે લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. ઉત્તર પશ્ચિમ ઉતરના પવન ફૂંકાતા સવારે અને સાંજે ઠંડી જ્યારે બપોરના સમયે ગરમીનો લોકો અનુભવ કરી રહ્યા છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે (Ambalal Patel) આગાહી કરી છે કે આગામી 16થી 21 માર્ચ સુધી રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે. તેમના કહેવા પ્રમાણે ગરમીનું પ્રમાણ વધીને 42 ડિગ્રી પહોંચી શકે છે. વધુમાં તેમણે કહ્યું કે, એપ્રિલ – મે મહિનામાં કાળઝાળ ગરમી પડશે, 17- 18 માર્ચે સૌરાષ્ટ્રમાં વાદળછાયુ વાતાવરણ (cloudy weather) રહેશે. આ સિવાય 18 થી 24 દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે અને આ વખતે ગરમી સાથે વરસાદ આમ મિશ્ર ઋતુ રહેશે તેવી તેમણે આગાહી કરી છે.

આ પણ વાંચો – Ambalal Patel : આગામી 18 કલાક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ યથાવત! જાણો અંબાલાલ પટેલે શું કરી આગાહી ?

આ પણ વાંચો – Weather: રાજ્યમાં ઠંડીનો ચમકારો, જાણો શું છે અંબાલાલ પટેલની આગાહી

આ પણ વાંચો –