+

Weather : હાડ થીજવતી ઠંડી માટે રહેજો તૈયાર! અંબાલાલ પટેલે કરી આ આગાહી

Weather : ઉત્તર ભારતમાં વધેલી ઠંડીના પગલે ગુજરાતમાં (Gujarat) પણ ઠંડીનો ચમકારો લોકો અનુભવ કરી રહ્યા છે. ઠંડા પવનો ફૂંકાવાના કારણે વહેલી સવારેથી લોકો હાડ થીજવતી ઠંડીનો સામનો કરી રહ્યા…

Weather : ઉત્તર ભારતમાં વધેલી ઠંડીના પગલે ગુજરાતમાં (Gujarat) પણ ઠંડીનો ચમકારો લોકો અનુભવ કરી રહ્યા છે. ઠંડા પવનો ફૂંકાવાના કારણે વહેલી સવારેથી લોકો હાડ થીજવતી ઠંડીનો સામનો કરી રહ્યા છે. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા લઘુતમ તાપમાન સામાન્ય કરતા 5 ડિગ્રી વધુ અને મહત્તમ તાપમાન સામાન્યથી 4 ડિગ્રી ઓછું નોંધાયું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) પણ આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધશે તેવી આગાહી કરી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) અને ઉત્તર ભારતમાં વધતી ઠંડીના લીધે ગુજરાતમાં પણ ઠંડીએ જોર પકડ્યું છે. રાજ્યમાં લોકો વહેલી સવારથી કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધુ વધશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) આગાહી કરતા કહ્યું કે, આગામી 9 થી 12 ફેબ્રુઆરી સુધી ઠંડીનું જોર (Weather) વધશે. તેમણે કહ્યું કે, ગુજરાતના અનેક શહેરોમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. જ્યારે મોટાભાગના શહેરોમા તાપમાન 9 ડિગ્રી નજીક રહેવાની સંભાવના છે. અંબાલાલ પટેલે કહ્યું કે, કચ્છના કેટલાક ભાગમાં લઘુતમ તાપમાન 9 ડિગ્રીથી ઓછું થવાની શક્યતા છે.

અંબાલાલ પટેલે આગળ જણાવ્યું કે, અમદાવાદ (Ahmedabad) અને ગાંધીનગરમાં (Gandhinagar) પણ આગામી દિવસોમાં તાપમાન વધુ ઘટી શકે છે. 15 અને 16 તારીખ પછી લઘુતમ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. 19 થી 23 તારીખ સુધી વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. સાથે જ ગરમી પડવાની પણ શરૂઆત થઈ શકે છે. નવી પાકો વાવવા માટે તાપમાન યોગ્ય બની રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અમદાવાદમાં લઘુતમ તાપમાન 18.4 ડિગ્રી, ગાંધીનગર 17, સુરત 19, વડોદરા 18.4, ભુજ 17.2, રાજકોટ 16, અમરેલીમાં 17.7 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ડીસા અને નલિયા (Nalia) 15.5 ડિગ્રી સાથે સૌથી ઠંડા શહેર બન્યા છે.

આ પણ વાંચો – Gir Somnath : ગ્રામ્ય વિસ્તારમાં ખૂંખાર દીપડાની રંજાડ, મધ્યરાતે તબેલામાં ધૂસ્યો

Whatsapp share
facebook twitter