Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

નલ સે જલ યોજનાનો નળ તો આવ્યો પણ નલ માં પાણી ક્યારે આવશે?

11:13 PM May 16, 2023 | Viral Joshi

રાજ્ય સરકાર દ્વારા છેવાડેનાં ગામડાઓ સુધી પાણી પહોંચે અને પાણીની અગવડ ન પડે તે માટે નલ સે જલ યોજના શરૂ કરવામાં આવી હતી. પરંતુ મહુવા તાલુકાના વલવાડા ગામે કઈક વિપરીત જ પરિસ્થિતિ જોવા મળી છે. વલવાડા ગામે નવા ફળિયામાં તંત્ર દ્વારા 2 વર્ષ પહેલા દરેક ઘરોમાં નળ તો લગાવી દેવામાં આવ્યા પરંતુ નળમાં પાણી ન આવતા સ્થાનિક મહિલાઓ આજે પણ કુવામાંથી પાણી ભરવા માટે મજબૂર થઈ છે.

નળ આવ્યા, જળ નહી
રાજ્ય સરકાર સામાન્ય ગરીબ વર્ગના લોકો માટે અનેકો યોજનાઓ બહાર પાડે છે. પરંતુ યોજનાઓનું અમલીકરણ ક્યારે થતું નથી. તેવી જ કંઈક પરિસ્થિતિ મહુવા તાલુકા વલવાડા ખાતે જોવા મળી હતી. હર ઘર નલ અને નલ સે જલ યોજના થકી દરેક ઘરે પાણી પહોંચી શકે અને લોકોને પીવાના પાણીની તકલીફ ન પડે તે પ્રકારની કામગીરી સરકાર દ્વારા કરવામાં આવી હતી. પરંતુ વલવાડા ખાતે આવેલ નવા ફળિયામાં સ્થાનિક તંત્ર દ્વારા 2 વર્ષ પહેલાં દરેક ઘરોએ નળ તો લગાવી દેવાયા પરંતુ પાણીના નામે ભુ જેવી પરિસ્થિતિ મુજબ હજુ સુધી નળમાં 1 ટીપું પાણી પણ આવ્યું નથી. જેને પગલે મહિલાઓ હજુ પણ ભર ઉનાળે કુવામાંથી પાણી ખેંચવા મજબુર બની છે. ગામના સરપંચ, સ્થાનિક ધારાસભ્ય અને વહીવટી તંત્રને અનેકો વખત રજૂઆતો કરી છે. છતાં કોઈ નિરાકરણ નહિ આવતા નલ સે જલ યોજના માત્ર કાગળ પર જ હોઈ તેવું સાબિત થઈ જવા પામ્યું છે.

ભર ઉનાળે પારાવાર મુશ્કેલી
સુરત જિલ્લામાં આવેલ મહુવા તાલુકો એટલે બહુલ આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો અહીં રહેતા લોકો મૂળભૂત ખેતી અને પશુપાલન પર નભતા હોઈ છે. પીવાના પાણી માટે તો વલવાડા ગામની મહિલાઓ કુવામાંથી પાણી ખેંચી લાવે છે. પરંતુ પશુઓ માટે ભર ઉનાળે કુવામાંથી પાણી લાવવુ એ ખૂબ મુશ્કેલી ભર્યું બની જવા પામ્યું છે. ત્યારે મોટે ઉપાડે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ નલ સે જલ યોજના માત્ર નામની જ સાબિત થવા પામી છે. સરકાર આ મામલે ધ્યાન આપે અને આવા છેવાડેનાં ગામોમાં નલમાંથી જલ ચાલુ કરાવી સાચા અર્થમાં યોજના સાર્થક કરાવે તેવી પણ એક લોક માંગ ઉઠવા પામી છે.

ધારાસભ્યએ દતક લીધેલા ગામની સ્થિતિ દયનિય
સ્થાનિક ધારાસભ્ય મોહન ઢોડીયાએ અગાઉ આજ વલવાડા ગામ દત્તક લીધું હતું. જયારે ધારાસભ્યએ દતક લીધેલા ગામની આવી હાલત હોય તો પછી સમગ્ર જિલ્લામાં નલ થી જલ યોજના ખરા અર્થમાં સાર્થક બની તેની સરકારે સમીક્ષા કરવી જોઈએ.. વિકાસના નામે રૂપિયા ખર્ચાઈ છૅ પણ યોજના નો લાભ લાભાર્થીઓ લાંબા સમય સુધી મળે એવા પ્રયાસ કરવામાં આવતા નથી માત્ર ખાર્ટ મુહર્ત અને લોકાર્પણ કરાયા પછી યોજના નું શું થયું કોઈને જાણવાની ઉત્સુકતા રહેતી નથી અને યોજનાનો ફિયાસ્કો થઇ જાય છે.

અહેવાલ – ઉદય જાદવ, સુરત

આ પણ વાંચો : હાલોલમાં સરકારી જમીન પર કબજો કરનારા સામે ફરિયાદ, આવી રીતે ઘડ્યો હતો પ્લાન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.