Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેન થયા ટ્રોલ, ભાષણ પૂરું થયા બાદ હવામાં હેન્ડશેક કર્યો, જુઓ વિડીયો

06:22 PM Apr 17, 2023 | Vipul Pandya

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન ફરી એકવાર ચર્ચામાં છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર તેમનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. એક તરફ લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે. તો બીજી તરફ તેમના વિરોધીઓ અને વિપક્ષી સાંસદો આ વિડીયોને લઇને તેમના પર નિશાન સાધી રહ્યા છે. જો બાઇડેનના જે વિડીયોની લોકો મજાક ઉડાવી રહ્યા છે તે ગુરુવારનો છે. જ્યારે બાઇડેન નોર્થ કેરોલિનામાં યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં ભાષણ આપી રહ્યા હતા.
ચાલીસ મિનિટ લાંબા ભાષણ બાદ તેમણે જે હરકત કરી હતી તે વિડીયોમાં કેદ થઈ છે, જે હવે વાયરલ થઈ રહી છે.


વિડીયોમાં એવું તો શું છે?
79 વર્ષીય બાઇડને નોર્થ કેરોલિના એગ્રીકલ્ચરલ એન્ડ ટેકનિકલ સ્ટેટ યુનિવર્સિટીમાં ચાલીસ મિનિટનું ભાષણ આપ્યું. ભાષણ પુરુ થયા બાદ તેઓ જમણી તરફ વળ્યા અને હાથ લાંબો કર્યો, જાણે કોઈ ત્યાં ઊભું હોય. જોવાની વાત એ છે કે એ તરફ કોઇ નહોતું. બાઇડેનને ખ્યાલ પણ ન હતો કે તે સ્ટેજ પર એકલા છે. વીડિયોમાં બાઇડેનને જમણી તરફ વળતા અને કોઈની સાથે હેન્ડશેક કરવા હાથ લંબાવતા જોઈ શકાય છે. આ ભૂલ બાદ બાઇડેન તરત બીજી તરફ વળી ગયા.
શું બાઇડેન ડિમેન્શિયાથી પીડિત છે?
આ વિડીયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર અમેરિકી રાષ્ટ્રપતિની મજાક ઉડાવવામાં આવી રહી છે. કેટલાક લોકો એવું પણ કહે છે કે બાઇડેન ડિમેન્શિયા નામની બીમારીથી પીડિત છે. બીજી તરફ વિપક્ષ પણ તેમની ઉંમરને નિશાન બનાવી રહ્યો છે. તેમનું કહેવું છે કે બાઇડેનની વધતી ઉંમર તેમનો સાથ છોડી રહી છે, તેથી હવે તેમણે રાજકારણમાંથી નિવૃત્તિ લેવા વિશે પણ વિચારવું જોઈએ. 
પહેલા પણ ભૂલ કરી છે
અમેરિકી રાષ્ટ્રપતિ ભૂતકાળમાં પણ આવી ભૂલ કરી ચૂક્યા છે. થોડા સમય પહેલા તેનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે સીધો રસ્તો છોડીને ફરી ફરીને પોતાના ઘરમાં ગયા હતા. ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે કદાચ બાઇડેન ચાલતી વખતે અચાનક રસ્તો ભૂલી ગયા હતો. વિપક્ષ અને લોકો તો એમ પણ કહી રહ્યા છે કે બાઇડેન હવે રાષ્ટ્રપતિ પદ માટે લાયક નથી. વિપક્ષે રાષ્ટ્રપતિની ભાષણની શક્તિ પર પણ સવાલ ઉઠાવ્યા છે અને તેમને રાજકીય રીતે નબળા ગણાવ્યા છે.