Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ઓનલાઈન ગેમ રમતા લોકો માટે ચેતવણીરૂપ ઘટના, 3 લાખ રૂપિયા હારી ગયા બાદ યુવકની આત્મહત્યા

04:37 PM Aug 12, 2023 | Vishal Dave

અહેવાલઃ નામદેવ પાટીલ, પંચમહાલ 

યુવાનોમાં ઓનલાઈન ગેમનું વળગણ જોખમી બની ગયું છે. એવું કહીએ તો ખોટું નથી કે લોકો જ્યારથી ઓનલાઈન થયા એટલે તેના સબંધ ઓફલાઇન થઇ ગયા, હાલના સમયમાં સોશિયલ મીડિયાનું વળગણ દરેકના જીવનશૈલીમાં કેટલો પ્રવેશી ગયું છે કે તે કહેવાની જરૂર નથી,સોશિયલ મીડિયા તો ઠીક પણ લોકોના સ્થળ સંજોગ અને સમય આ તમામનું ધનોત પનોત કાઢી નાખતી હોય તો તે છે ઓનલાઈન ગેમની એપ. ત્યારે હવે તમે માની શકો કે ઓનલાઈન ગેમની એપ કોઈના મૃત્યુનું કારણ બની શકે ? તમને વિશ્વાસ ન આવતો હોય તો તેવો કિસ્સો ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં બન્યો છે. એક યુવકે ઓનલાઈન ગેમમાં લાખો રૂપિયા હારી જતા તેણે આત્મહત્યા જેવું અંતિમ પગલુ ભર્યુ.

ઓનલાઇન રમી ગેમ રમતા યુવકના એકાઉન્ટ માંથી પૈસા કપાઈ ગયા બાદ તેણે સુસાઇડ નોટ લખી ગળે ફાંસો ખાઈ આત્મહત્યાનું પગલું ભર્યું. પંચમહાલના ગોધરા રેલવે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ બાકરોલ રેલવે સ્ટેશન નજીક ઝૂંપડું બાંધી રેલવે ના કોન્ટ્રાક્ટ માં મજૂરી કામ કરતા મધ્યપ્રદેશ ના જાંબુઆના 30 વર્ષીય વિનોદ પારધી નામના યુવક ને ઓનલાઈન રમી નામની ગેમનો ચસ્કો લાગ્યો હતો. તે પોતાની મજૂરીથી કમાયેલા પૈસા આવી ગેમમાં રોકી જુગાર રમતો હતો..તેણે પોતાની બચતના અંદાજીત 3 લાખ રૂપિયા જેટલી માતબર રકમ દાવ પર લગાડી હતી.જે રકમ હારી જતા વિનોદ ડિપ્રેસનમાં આવી ગયો હતો..પોતે હવે શું કરશે અને પરિવારને શુ મોઢું બતાવશે તેવા વિચારોથી ઘેરાયેલા વિનોદે પોતે એક સુસાઇડ નોટ લખી તેમાં પોતાની વ્યથા વર્ણવી પોતે જ્યાં રહેતો હતો તે ઝૂંપડપટ્ટીની સામે રેલવેના નવા બનેલ કવાર્ટરની જાળી પર દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ મોત ને વ્હાલું કર્યું હતું.

પરિવારના આધારસ્તંભ જેવા વિનોદના મોત ના સમાચાર સાંભળી પરિવાર જનોમાં ઘેરા શોક ની લાગણી વ્યાપી ગઈ હતી.ઘટના ને પગલે ગોધરા રેલવે પોલીસે વિનોદ ની ડેડ બોડી ને પી.એમ અર્થે મોકલી સુસાઇડ નોટ કબજે કરી વધુ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.