Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Pizza ખાતા પહેલા ચેતજો…………..ડોમીનોઝના પિત્ઝામાંથી નીકળી મૃત માખી

05:15 PM Dec 16, 2023 | Hiren Dave
  • જામનગરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા યથાવત
  • ડોમીનોઝના પિત્ઝામાંથી નીકળી મૃત માખી
  • ગ્રાહકે ઓનલાઇન 4 પિત્ઝા ઓર્ડર કર્યો હતા
  • ફ્રેન્ચાઈઝીએ કોઈ પ્રત્યુત્તર ન આપ્યો
  • ગ્રાહકે મહાનગરપાલિકામાં કરી ફરિયાદ
  • ફૂડ શાખાએ બ્રાન્ચ પર હાથ ધર્યું ચેકિંગ
  • ખાદ્ય ચીજ વસ્તુઓની ચકાસણી કરાઇ
  • જુદા જુદા નમૂના લેવાની કાર્યવાહી કરાઈ

 

રાજ્યના વિવિધ સ્થાનો પરથી ખાવાના ભોજનમાંથી વિવિધ પ્રકારના જીવાત નીકળવાની ઘટનાઓ સામે આવી રહી છે.. હવે આ વચ્ચે જામનગરમાં જાણીતી પિઝા બ્રાન્ડ એવા ડોમિનોઝના પિઝામાંથી માખી નીકળવાની ઘટના સામે આવી છે.

 

આ અંગેની માહિતી અનુસાર, જામનગરના તળાવની પાસે આવેલા ડોમિનોઝ પિઝાની શોપમાં એક ગ્રાહક દ્વારા પિઝા ઓર્ડર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ગ્રાહકે ઓર્ડર કરેલા પિઝામાંથી માખી નીકળી હતી. જે પછી જાગૃત નાગરિકે તેનો વીડિયો બનાવ્યો હતો.

 

આ  પણ  વાંચો –ગોંડલ માર્કેટ યાર્ડમાં લસણની સૌથી વધુ આવક, ખેડૂતોને લસણના પોષણક્ષમ મળ્યા ભાવ