Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

વોર્નરે પોતાની 100મી ટેસ્ટમાં રચ્યો ઈતિહાસ, આ કારનામો કરનાર વિશ્વનો બીજો ખેલાડી બન્યો

12:36 PM Apr 25, 2023 | Vipul Pandya

ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે શ્રેણીની બીજી ટેસ્ટ મેચ મેલબોર્નમાં રમાઇ રહી છે. જેમા આજનો હીરો ડેવિડ વોર્નર રહ્યો છે. તેણે પોતાની 100મી ટેસ્ટમાં ઈતિહાસ રચ્યો છે. જીહા, વોર્નરે આ મેચમાં પહેલા સદી ફટકારી અને બાદમાં તેને બેવડી સદીમાં પરિવર્તિત કરી છે. 100મી ટેસ્ટ મેચમાં સદી ફટકારનાર તે વિશ્વનો બીજો ખેલાડી બની ગયો છે. આ પહેલા કેરેબિયન ખેલાડી આ કારનામો કરી ચુક્યો છે. વળી 100મી ટેસ્ટ મેચમાં બેવડી સદી ફટકારનાર પણ તે વિશ્વનો બીજો ખેલાડી બન્યો છે.

100મી ટેસ્ટ મેચમાં રચ્યો ઈતિહાસ
ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે. આ મેચમાં પહેલા ઓસ્ટ્રેલિયાએ આફ્રિકાને 189 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું, ત્યારબાદ ટીમે તેની પ્રથમ ઇનિંગમાં જોરદાર પ્રદર્શન કર્યું. યજમાન ટીમે હાલમાં 197 રનની લીડ મેળવી લીધી છે. ટીમના અનુભવી ખેલાડી ડેવિડ વોર્નરની આ 100મી મેચ છે અને તેમાં તેણે બેવડી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે. જીહા, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ (Australia vs South Africa 1st Test)  ડેવિડ વોર્નર માટે ખાસ રહી છે, તે તેની 100મી ટેસ્ટ મેચ છે. આ ખાસ મેચમાં વોર્નરે શાનદાર ઇનિંગ રમી હતી અને સદી ફટકારી હતી. વોર્નર સૌથી વધુ સદીઓ સાથે સક્રિય ખેલાડીઓની યાદીમાં જો રૂટને પાછળ છોડીને બીજા નંબર પર આવી ગયો છે. આ પછી તેણે પોતાની બેવડી સદી પૂરી કરી હતી, પરંતુ તે પછી તેને ઈજા થતાં રિટાયર થઈને મેદાનની બહાર જવું પડ્યું હતું.

સક્રિય ખેલાડીઓમાં સૌથી વધુ સદી ફટકારનાર વોર્નર બીજો ખેલાડી
ઓસ્ટ્રેલિયાના ઓપનર બેટર ડેવિડ વોર્નરે દક્ષિણ આફ્રિકા સામે તોફાની ઈનિંગ રમી હતી. તેણે મેલબોર્નમાં 254 બોલમાં પોતાની બેવડી સદી પૂરી કરી હતી. આ દરમિયાન તેના બેટમાંથી બે છક્કા અને 16 ચોક્કા આવ્યા હતા. બેવડી સદી ફટકારતા પહેલા ડેવિડ વોર્નરે ઘણા રેકોર્ડ પોતાના નામે કરી લીધા હતા. ડેવિડ વોર્નર હવે પોતાની 100મી ટેસ્ટમાં સદી ફટકારનાર ખાસ ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયો છે. આ પહેલા તેણે પોતાની 100મી વનડેમાં પણ સદી ફટકારી હતી. હાલમાં ટેસ્ટ ક્રિકેટ રમી રહેલા ખેલાડીઓમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડીઓમાં ડેવિડ વોર્નર હવે બીજા નંબરે આવી ગયો છે. જોકે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ ભારતના સચિન તેંડુલકરના નામે છે, જેમણે 100 સદી ફટકારી છે, પરંતુ સક્રિય ખેલાડીઓની વાત કરવામાં આવે તો વિરાટ કોહલીનું નામ સૌથી પહેલા આવે છે. વિરાટ કોહલીના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 72 સદી છે. આ પછી હવે ડેવિડ વોર્નરના નામે 45 સદી છે. તેણે 44 સદી ફટકારનાર ઈંગ્લેન્ડના જો રૂટને પાછળ છોડી દીધો છે.

ઓસ્ટ્રેલિયાનો પ્રથમ અને વિશ્વનો બીજો બેટ્સમેન બન્યો
ડેવિડ વોર્નરે પોતાની 100મી ટેસ્ટમાં સદી ફટકારીને એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. તે ઓસ્ટ્રેલિયા માટે આવું કારનામું કરનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. જ્યારે વિશ્વના બીજા ક્રિકેટર, ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન જો રૂટે વોર્નર પહેલા આ કારનામું કર્યું છે. જો રૂટે વર્ષ 2021માં તેની 100મી ટેસ્ટમાં ભારત સામે બેવડી સદી ફટકારી હતી.

ત્રણેય ફોર્મેટમાં વોર્નરની સદીની સંખ્યા
ODI – 19*
T20 – 01*
ટેસ્ટ- 25*
કુલ- 45*
ટેસ્ટમાં 8 હજાર રન પૂરા કર્યા
પોતાની 100મી ટેસ્ટ મેચમાં સદી ફટકારવાની સાથે ડેવિડ વોર્નરે તેની ટેસ્ટ કારકિર્દીના 8000 રન પણ પૂરા કર્યા છે. આ તેની ટેસ્ટ કારકિર્દીની 25મી સદી છે. તે સુનીલ ગાવસ્કર (33), એલિસ્ટર કૂક (31), મેથ્યુ હેડન (30) અને ગ્રીમ સ્મિથ (27) પછી ટેસ્ટમાં ઓપનરોમાં પાંચમો સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. તમામ ફોર્મેટમાં તેની આ 45મી સદી છે, જે વિરાટ કોહલી (72) પાછળના સૌથી સક્રિય ખેલાડીઓમાં બીજા ક્રમે છે અને તેને વિશ્વ ક્રિકેટમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે મહાન સચિન તેંડુલકર સાથે સંયુક્ત રીતે સ્થાન આપે છે.

વોર્નરને તેની સદી માટે 1086 દિવસ રાહ જોવી પડી
ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર 100મી ટેસ્ટમાં સદી ફટકારનાર ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં 10મો બેટ્સમેન છે. વળી તે ઓસ્ટ્રેલિયાનો એકમાત્ર અન્ય બેટ્સમેન છે જેણે આ વિશેષ યાદીમાં સ્થાન બનાવ્યું છે. આ પહેલા રિકી પોન્ટિંગે આવું કર્યું હતું. પોન્ટિંગે તેની 100મી ટેસ્ટની બંને ઇનિંગ્સમાં સદી ફટકારી હતી. પોન્ટિંગે 2006ના ન્યૂ યર ટેસ્ટમાં સિડનીમાં દક્ષિણ આફ્રિકા સામે આવું કર્યું હતું. વોર્નર છેલ્લા કેટલાક સમયથી સારા ફોર્મમાં ચાલી રહ્યો ન હતો. તેના ફોર્મ પર સતત સવાલો ઉઠી રહ્યા હતા. આ તેની કારકિર્દીની 25મી સદી છે. તે છેલ્લી 27 ઇનિંગ્સમાં સદી સુધી પહોંચી શક્યો નહોતો. વોર્નરને તેની સદી માટે 1086 દિવસ રાહ જોવી પડી હતી. વોર્નરે તેની છેલ્લી ટેસ્ટ સદી 6 જાન્યુઆરી 2020ના રોજ ફટકારી હતી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.