Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

વોકલ ફોર લોકલ : પાલનપુરમાં હાથ બનાવટની ચીજ વસ્તુઓના વેચાણ માટે એક્ઝિબિશન કેમ્પ ખુલ્લો મુકાયો

10:04 PM Dec 08, 2023 | Harsh Bhatt
અહેવાલ : સચિન શેખલીયા
પાલનપુરમાં આત્મનિર્ભર ભારત તરફ ઉદ્યોગ સાહસિક બનાવવા એક કદમ એકઝીબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે 8 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર ત્રણ દિવસ સુધી આ એકઝીબિશન ચાલવાનું છે.
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે વડોદરા દેવ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા સરકારના ચાલી રહેલા વોકલ ફોર લોકલ અભિયાન અંતર્ગત અને મહિલાઓ હાથ બનાવટની વસ્તુઓ બનાવી તેનું વેચાણ કરી પોતે આત્મ નિર્ભર બને તે પગલાં હેતુસર પાલનપુર શહેરની ડેરી રોડ પર આવેલ જહાનારા બાગની સામે મમતા મંદિર સ્કૂલની પાસે ત્રણ દિવસીય એકઝીબિશન એટલે કે પ્રદર્શન સહ વેચાણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ત્રણ દિવસીય કેમ્પમાં મહિલાઓ પોતે બનાવેલી વસ્તુઓ વેચાણ કરીને પોતાનું જીવન નિર્વાહ ચલાવવા માટે આ કેમ્પમાં જોડાય છે અને પોતે આત્મનિર્ભર બની અન્ય મહિલાઓને પણ પ્રેરણા પૂરી પાડી રહી છે. જ્યાં આજે આ એક્ઝિબિશનને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું, જ્યાં નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ ચિમનલાલ સોલંકી ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ સહિતના અનેક શહેરના પ્રબુધ્ધ નાગરિકો જોડાયા હતા.
આ બાબતે સ્ટોલ પર લાગેલા જાગૃતીબેન મહેતાએ જણાવ્યું હતું કે, અમે અમારા ઘરે જ હાથથાળ, હસ્તકલા, માટીકામ મોતીકામ, ચર્મકામ,  વાંસકામ પટોળા, બાંધણી, કચ્છી ભરતકામ, અજરખ બ્લોક પ્રિન્ટ પેચવર્ક, ટાંગલિયા, મશરૂ, કલમકારી, કાષ્ઠકલા અને ટેરોકોટા નામની ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે.

હસ્તકલાથી બનાવેલી તમામ વસ્તુઓ માટે વાત્સલ્ય ટ્રસ્ટ દ્વારા એક ઓનલાઈન ગ્રુપ બનાવ્યું છે, જેમાં દરેક વસ્તુના ફોટા શેર કરવાની સાથે રૂપિયા લખવામાં આવે છે. અને જે તે જગ્યાનું એડ્રેસ હોય તે સ્થળ પર મોકલી આપે છે જેમના પૈસા પણ મહિલાઓને ગૂગલ પે અથવા તેમના ખાતામાં આવી જાય છે.