+

Wagner Chief Death: વ્લાદિમીર પુતિને પ્રિગોઝિનના મોત પર રશિયા પર આંગળી ચીંધી

વેગનર ચીફ પ્રિગોઝિનના મૃત્યુનો મામલો ઉકેલાયો વેગનર ચીફ પ્રિગોઝિનના મૃત્યુ બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર અનેક સવાલો ઉઠ્યાં હતાં. ત્યારે અમેરિકી ગુપ્તચર એજન્સીના અધિકારીઓએ પ્રિગોઝિનના મૃત્યુ પાછળ પુતિનનું કાવતરું…

વેગનર ચીફ પ્રિગોઝિનના મૃત્યુનો મામલો ઉકેલાયો

વેગનર ચીફ પ્રિગોઝિનના મૃત્યુ બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર અનેક સવાલો ઉઠ્યાં હતાં. ત્યારે અમેરિકી ગુપ્તચર એજન્સીના અધિકારીઓએ પ્રિગોઝિનના મૃત્યુ પાછળ પુતિનનું કાવતરું હોવાનો આરોપ લગાવ્યો હતો. જો કે, આના કોઈ પુરાવા મળ્યા નથી. હવે એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશની સુરક્ષા પરિષદના સેક્રેટરી નિકોલાઈ પાત્રુશેવ, જે પુતિનના જમણા હાથના માણસ ગણાતા હતા, તેમણે પ્રિગોઝિનની હત્યાનો આદેશ આપ્યો હતો.

રશિયન ગુપ્તચર અધિકારી દ્વારા હત્યા કરવામાં આવી 

તે અહેવાલમાં પશ્ચિમી ગુપ્તચર અને ભૂતપૂર્વ રશિયન ગુપ્તચર અધિકારીએ આ માહિતી આપી હતી. અહેવાલમાં તેમના મૃત્યુના બે મહિના પહેલા રશિયન દળો સામે પ્રિગોઝિનના બળવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જો કે, બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કોની મદદથી પ્રિગોઝિને સમાધાન કર્યું. આ કરારના બે મહિના પછી શંકાસ્પદ રીત વિમાન દુર્ઘટનામાં પ્રિગોઝિન અને તેમના સાથીદારો માર્યા ગયા હતાં.

વ્લાદિમીર પુતિને પ્રિગોઝિનને આ બબાતે સાવચેતી રાખવા જાણ કરી હતી

અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે નિકોલાઈ પાત્રુશેવ બળવો પહેલા જ પ્રિગોઝિનને ખતરો માનતો હતો. તે ઉપરાંત તે હંમેશા પ્રિગોઝિનને લઈ ચિંતામાં રહેતો હતો. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે નિકોલાઈ પાત્રુશેવ રશિયાના બીજા સૌથી શક્તિશાળી વ્યક્તિ છે. આ સ્થિતિમાં તેણે બળવા પછી યેવજેની પ્રિગોઝિનને સજા આપવાનું નક્કી કર્યું હતું. વ્લાદિમીર પુતિને જણાવ્યું હતું કે પ્રિગોઝિનનું પ્લેન વિસ્ફોટ થયા પછી તરત જ તેનું મૃત્યુ થયું હતું. વધુંમાં તેમણે કહ્યું કે પ્રિગોઝિને ભૂતકાળમાં મોટી ભૂલો કરી હતી અને તેનું પરિણામ ભોગવ્યું.

આ પણ વાંચો: સંતોષ ઝાને શ્રીલંકામાં ભારતના રાજદૂત બનાવવામાં આવ્યા

 

 

 

 

Whatsapp share
facebook twitter