Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

‘દ્રશ્યમ’ફેમ અભિનેત્રીના પતિનું 48 વર્ષની વયે અવસાન, સાઉથ ઈન્ડસ્ટ્રી શોકમાં

09:17 PM Apr 22, 2023 | Vipul Pandya

તમિલ અભિનેત્રી મીનાના પતિ વિદ્યાસાગરના નિધનથી તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે. મીના સાથે કામ કરતા કલાકારોએ સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કર્યું છે. જાણીતી તમિલ અભિનેત્રી મીનાના પતિ વિદ્યાસાગરનું સોમવારે ચેન્નાઈમાં નિધન થયું છે. રિપોર્ટ્સ અનુસાર, તેમને ફેફસામાં ખૂબ ઈન્ફેક્શન હતું. થોડા મહિનાઓથી તેમની સારવાર ચાલી રહી હતી. વિદ્યાસાગરની ઉંમર 48 વર્ષની હતી. મીનાના પતિના નિધનના સમાચાર સરત કુમારે ટ્વિટર પર શેર કર્યા છે. તેમણે લખ્યું છે કે તેમના અકાળ અવસાનના સમાચાર સાંભળીને તેઓ આઘાતમાં છે.

 2009માં લગ્ન કર્યા
વિદ્યાસાગર બેંગ્લોર સ્થિત બિઝનેસમેન હતા. બંનેના લગ્ન 2009માં થયા હતા. તેઓને નયનિકા નામની પુત્રી છે. મીનાએ પોતાની કારકિર્દીની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. તે 90 અને 2000ના દાયકાની શરૂઆતમાં ખૂબ જ લોકપ્રિય તમિલ અભિનેત્રી બની હતી. પોતાની જબરદસ્ત સફળ કારકિર્દીમાં તેણે સાઉથ સિનેમાના લગભગ દરેક મોટા સ્ટાર સાથે કામ કર્યું છે.
આઘાતમાં સાથી કલાકાર
તાજેતરમાં તે મલયાલમ દ્રશ્યમ ફ્રેન્ચાઈઝીમાં જોવા મળી હતી. અભિનેતા સરત કુમારે પણ મીના સાથે કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે ટ્વિટર પર શોક વ્યક્ત કરતાં લખ્યું છે કે, “અભિનેતા મીનાના પતિ વિદ્યાસાગરના અકાળ મૃત્યુ વિશે સાંભળીને આઘાત લાગ્યો. અમારા પરિવાર તરફથી મીના, તેના પરિવાર અને નજીકના લોકો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.
વેંકટેશે શ્રદ્ધાંજલિ આપી હતી
અભિનેતા વેંકટેશે પણ મીના સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તાજેતરની ફિલ્મ દ્રશ્યમનું તેલુગુ વર્ઝન હતી. તેણે ટ્વિટર પર મીનાના પતિને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. વેંકટેશે લખ્યું, વિદ્યાસાગર ગરુના અકાળ અવસાનથી ખૂબ જ દુઃખી અને આઘાત. મીનાજી અને તેમના પરિવાર પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના. હું પ્રાર્થના કરું છું કે તેઓ જલ્દીથી આ આધાતમાંથી બહાર આવે.