Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સાબરમતીમાં ફ્લોટિંગ રેસ્ટોરાં ક્રુઝનું કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વર્ચ્યુઅલ ઉદઘાટન

12:30 PM Jul 02, 2023 | Vishal Dave

આજથી અમદાવાદીઓ હવે વિદેશ કે ગોવાની જેમ પાણીની વચ્ચે શિપમાં બેસીને જમવાની મજા માણી શકશે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ લિમિટેડ દ્વારા PPP ધોરણે ફ્લોટિંગ રેસ્ટોરાં ક્રૂઝનું આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યૂ. આ ફ્લોટિંગ રેસ્ટોરાં ક્રૂઝમાં જેમ ગોવા મુંબઈમાં લોકો શીપમાં બેસી અને જમવાની મજા માણતા હોય છે, તે રીતે મજા માણી શકશે.

આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે મને આનંદ થાય છે આ રિવર ક્રૂઝ રૂપી નવું નજરાણું અમદાવાદને મળ્યું છે.. આજે રિવરફ્રન્ટ સમગ્ર વિશ્વમાં ઓળખ બન્યું છે, તેમણે કહ્યું કે રિવર ફ્રન્ટથી પાણીના તળ ઉંચા આવ્યા છે..તેમણે કહ્યું હું 1978માં અમદાવાદમાં આવ્યો હતો, સાબરમતી નદીની જગ્યાએ મોટો ખાડો હતો અને ગંદા પાણીના ખાબોચિયા હતા, નરેન્દ્ર મોદી સીએમ હતા ત્યારે તેમને રિવરફ્રન્ટની કલ્પના કરી અને આયોજન કર્યું હતુ. આજે ફક્ત અમદાવાદમાં નહીં પણ દુનિયાભરમાં આ સાબરમતી નદીનો રિવરફ્રન્ટ જાણીતો બન્યો છે.

AMC,સાબરમતી રિવરફ્રન્ટ અને અક્ષર ટુર દ્વારા આ ક્રૂઝને તૈયાર કરવામાં આવ્યુ છે. 2 એન્જીન સાથેની દોઢ કલાક ચાલી શકે એવી આ સ્પેશ્યલ 30 મીટર લાંબી ક્રૂઝ છે, આ ક્રૂઝ મેક ઇન ઇન્ડિયા છે. 165 લોકોની ક્ષમતા ધરાવતી આ ક્રૂઝ બૉટ છે, આમાં 180 સેફટી જેકેટ, ઇમરજન્સી રેસ્ક્યૂ બૉટ પણ નાગરિકોની સુરક્ષાનું ધ્યાન રાખશે,

ક્રુઝની વાત કરતા તેમણે કહ્યું કે આ ક્રૂઝથી ટુરિઝમને વેગ મળશે..તેમણે કહ્યું કે સમગ્ર રાજ્યમાં ટુરિઝમ ક્ષેત્રે વિકાસ થઇ રહ્યો છે. અંબાજી, પાવાગઢ અને કચ્છને વિશેષ વિકસાવવામાં આવ્યા છે.. સરહદી ક્ષેત્રને પણ વિકસિત કરાયો છે. ગૃહમંત્રી અમિત શાહે વધુમાં કહ્યું કે ગુજરાતમાં રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય કક્ષાએ પ્રવાસીઓ આકર્ષાય તેવા કામ થયા છે. તેમણે કહ્યું કે હું પણ આ રિવર ક્રુઝની મજા માણીશ