Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

વિરાટ કોહલી બે મહિનામાં 35માં સ્થાનેથી પહોંચ્યો ટોપ 10માં

07:12 PM Apr 22, 2023 | Vipul Pandya

વિરાટ કોહલી (Virat Kohli) ફરી એકવાર T20 ઈન્ટરનેશનલ રેન્કિંગમાં (T20i Rankings) ટોપ-10માં પહોંચી ગયો છે. ICCની તાજેતરની રેન્કિંગમાં તે 9મા સ્થાને છે. T20 વર્લ્ડ કપ પહેલા જાહેર કરવામાં આવેલી રેન્કિંગમાં વિરાટ 15મા ક્રમે હતો. અહીં ખાસ વાત એ છે કે છેલ્લા બે મહિનામાં વિરાટે પોતાની રેન્કિંગમાં 26 સ્થાનનો સુધારો કર્યો છે. ઓગસ્ટ 2022 માં એશિયા કપ પહેલા, તે T20I રેન્કિંગમાં 35મા સ્થાને હતો.
ટૂંકી ઈનિંગ સાથે વિરાટનું શાનદાર કમબેક
એશિયા કપ 2022 (Asia Cup 2022) પહેલા વિરાટ લાંબા સમયથી આઉટ ઓફ ફોર્મ હતો અને આ કારણે એક સમયે T20 ઈન્ટરનેશનલ રેન્કિંગમાં નંબર-1 પર રહેનાર બેટ્સમેન ઓગસ્ટ 2022માં 35મા ક્રમે સરકી ગયો હતો. એશિયા કપ 2022માં, વિરાટ એક પછી એક ટૂંકી ઇનિંગ્સ સાથે ફોર્મમાં પરત ફર્યો અને છેલ્લી મેચમાં અફઘાનિસ્તાન સામે શાનદાર સદી ફટકારી હતી.


એશિયા કપ બાદથી ફોર્મમાં સુધારો
એશિયા કપ બાદથી વિરાટ કોહલી (Virat Kohli) સતત રન બનાવી રહ્યો છે. તેણે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે ટી20 શ્રેણીમાં અડધી સદી ફટકારી હતી. આ બેક ટુ બેક મજબૂત ઇનિંગ્સના કારણે વિરાટ ટોપ-15માં સામેલ થયો. હવે T20 વર્લ્ડ કપ 2022ની પહેલી જ મેચમાં તેણે પાકિસ્તાન સામે 53 બોલમાં 82 રનની શાનદાર ઇનિંગ રમીને ફરી ટોપ-10માં પોતાનું સ્થાન મેળવી લીધું છે.
વિરાટનો રેકોર્ડ
વિરાટ કોહલી ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનારો બેટ્સમેન છે. તેણે 110 ટી20 ઈન્ટરનેશનલ મેચોમાં 51.97ની સરેરાશથી 3794 રન બનાવ્યા છે. આ દરમિયાન વિરાટની સ્ટ્રાઈક રેટ 138.41 રહી છે. ટી20 ઈન્ટરનેશનલમાં વિરાટ એક સદી અને 34 અડધી સદી કરી છે.